Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ મુનિશ્રી હરિકેશ એટલે બળિયો બોલ્યો : “હે મહાત્મા ! આપે કહ્યું તે બધું સાચું, પણ હું તો જાતનો ચંડાળ છું. અમારાથી ધર્મનું પાલન શી રીતે થઈ શકે? અમારાથી ધર્મપુસ્તકોને તો અડાય નહિ. મંદિરમાં જવાય નહિ !' મુનિ કહે, “હે ભાઈ ! ધર્મ તો કોઈ પણ માણસ કરી શકે છે. પ્રભુના ધર્મમાર્ગમાં કોઈ પણ જાતનો પક્ષપાત નથી. કુળ ઉપરથી ઊંચા-નીચા નથી થવાતું, પણ સારાં-ખોટાં કામ ઉપરથી ઊંચાનીચા થવાય છે. જે કોઈ અહિંસા, સત્ય, તપ ને બ્રહ્મચર્યના માર્ગે ચાલે તે ઊંચો. જે હિંસા, અસત્ય ને વ્યભિચાર સેવે તે નીચો. અમારા ઇષ્ટદેવ પ્રભુ મહાવીરે તો કહ્યું છે કે : કમુણા બંભણો હોઈ કમુણા હોઈ ખત્તિઓ; વઈસો કમુણા હોઈ, સુદો હવઈ કમુણા. અર્થાત્ પોતાનાં કૃત્ય વડે જ બ્રાહ્મણ થવાય છે, પોતાનાં કર્મ વડે જ ક્ષત્રિય થવાય છે, પોતાનાં કર્મ વડે જ વૈશ્ય થવાય છે ને પોતાનાં કર્મ વડે જ શૂદ્ર થવાય છે. જેવાં કર્મ તેવો માનવી: સારાં કર્મ કરે તો સારો, ખોટાં કરે તે ખોટો. વળી કહ્યું છે કે – ન વિ મુંડિએણ સમણો, ન ઓકારણ બંભણો; ન મુણિ રણવાસણ, કુસગીરણ ન તાવસો. અર્થાત્ માત્ર માથું મૂંડાવવાથી સાધુ નથી થવાતું, માત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36