Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ - -- -- - - -- રાજાએ તે કબૂલ કર્યું. એટલે રાજકુમારી સાજી થઈને પિતાની આજ્ઞાથી ત્યાં જ રહી. તેણે રાતભર આ મુનિને લલચાવવા અનેક જાતના હાવભાવ કર્યો, પણ મુનિ ધ્યાનમાંથી ડગ્યા નહિ. સવાર થયું એટલે હરિકેશ મુનિ ધ્યાનમાંથી જાગ્યા. તેમને ભદ્રાએ વિનંતી કરી કે “આપ મારો સ્વીકાર કરો.” મુનિ કહે, ‘મારે સ્ત્રીનો સહવાસ જોઈએ નહિ. સ્ત્રીનો મેં ત્યાગ કરેલો છે. મુનિનો દૃઢ નિશ્ચય જોઈ રાજકુમારી ભદ્રા ઘેર ગઈ. તેણે બધી હકીકત પોતાના પિતાને જણાવી. રાજા વિચારમાં પડ્યા : હવે શું કરવું? ત્યારે રુદ્રદેવ નામે રાજગોર ત્યાં બેઠો હતો. તેણે કહ્યું : “મહારાજ, મુનિએ ત્યાગ કરેલી કન્યા હવે બ્રાહ્મણ સિવાય કોઈને અપાય નહિ, કારણ કે દેવનું બલિદાન દેવનો પૂજારી જ લઈ જાય છે. રાજાને આ ઠીક લાગ્યું. એટલે તે કન્યા રાજગોરને આપી. રાજગોર શુદ્ધિ કરી તેને પરણ્યા, મનમાં ખૂબ મલકાયા. મુનિશ્રી હરિકેશ તો પ્રભાતમાં જ બીજા સ્થળે ચાલ્યા ગયા. એક વખત ભદ્રાને યજ્ઞપત્ની (યજ્ઞમાં પતિની સાથે બેસનારી સ્ત્રી) બનાવી રુદ્રદેવે મોટો યજ્ઞ માંડ્યો. યજ્ઞનો સુંદર મંડપ બંધાયો છે. તેની વેદીમાં ઘીની તથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36