Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૭ દીધાં. સ્થૂલિભદ્ર પણ બધું છોડી એના આવાસે રહ્યો. પિતાને આ ન રુચ્યું, પણ બહુ તાણે તૂટી જાય એમ સમજી ધીરજ ધરી રહ્યા. ધનનો બેમાંથી એકેને તૂટો નહોતો. ભોગીવલાસ, રંગરાગ, સંગીત-નૃત્ય, હેલિકા-પ્રહેલિકામાં બાર બાર વર્ષ મહિનાની જેમ વીતી ગયાં. - બાર વર્ષમાં તો કાંઈ અવનવા બનાવો બની જાય. આસમાની સુલતાની થઈ જાય. સવળાનું અવળું થઈ જાય. મહામત્રી શકટાલને પણ એવું બન્યું. એમના ઉપર રાજાનો કોપ ઊતર્યો. અને રાજાનો કોપ એટલે શું ન કરે ! પોતે તો ઠીક, વંશવેલો, કુટુંબકબીલો બધું સાફ કરી નાખે. - સમજણ કરવા જતાં ગેરસમજણ વધે તેમ હતું. મહામંત્રીએ રાજાની શંકાને પોતાના લોહીથી ધોવાનો નિર્ણય કર્યો. એમણે પુત્ર શ્રીયકને બોલાવ્યો ને કહ્યું : “બેટા ! સર્વનાશ ઊભો થયો હોય તો અર્ધનાશથી એને બચાવી લેવો. રાજા કોપ્યો છે. એ આપણો સંહાર કરે તે પહેલાં કાલે તારે હાથે ભરસભામાં મારું માથું વાઢી લેજે !” પિતાની હત્યા કરું ? ના. પિતાના કુળની રક્ષા કર.' શ્રીયક આજ્ઞાંકિત પુત્ર હતો. બીજે દિવસે ભરસભામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36