Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર * સ્થૂલિભદ્રજીની સાત બહેનો સાધ્વી થઈ હતી. એક દિવસ તે આ પ્રતાપી ભાઈને વાંદવા આવી. શ્રી ભદ્રબાહુસ્વામીને પૂછ્યું, કે અમારા ભાઈ કયાં છે ? તેમણે કહ્યું કે પેલા જીર્ણ દેવાલયમાં સ્વાધ્યાય કરે છે. ૩૧ બહેનો જીર્ણ દેવાલયમાં ગઈ, પણ જુએ છે તો ત્યાં ભાઈના બદલે સિંહ બેઠેલો. તેઓ શોક કરતી પાછી આવીને સ્વામીને પૂછવા લાગી : અમારા ભાઈને સિંહે મારી તો નાખ્યા નહિ હોય !’ સ્વામીએ કહ્યું : ‘એ સિંહ નથી, પણ તમારો સહોદર છે. ફરી જાઓ.’ સાધ્વીઓ ફરી ગઈ. તો ભાઈ પોતે બેઠેલા ! એમણે કહ્યું : એ તો મારી વિદ્યાની હું પરીક્ષા કરતો હતો.’ આ પછી શ્રી ભદ્રબાહુસ્વામીએ આગળ ભણાવવાની ના કહી. એમણે કહ્યું કે જ્ઞાનીને મદ શોભે નહિ. તમને વધુ જ્ઞાન નહિ મળે. Jain Education International શ્રી સ્થૂલિભદ્રજીએ પોતાના અપરાધની ક્ષમા માગી, પણ ગુરુએ આખરે બાકી રહેલાં ચાર પૂર્વ મૂળ શીખવ્યાં. ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પછી શ્રી સ્થૂલિભદ્રજી For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36