Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005465/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ મુનિશ્રી હરિકેશ આચાર્ય શ્રી યૂલિભદ્ર VVVG VVV VVVUN WIYY જયભિખ્ખ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ [કુલ પુસ્તક ૧૦ ૧. તીર્થંકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૧ - ૫.૭ મુનિશ્રી હરિકેશ આચાર્ય શ્રી ધૂલિભદ્ર સંપાદક જયભિખ્ખું ખ રદ જયભિ કલ-સ , શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગ્ર વિસ્તાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ન્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ. ચંડાલનો પુત્ર છે. નામ છે હરિકેશ, પણ ભારે બળવાન. એટલે સહુ એને બળિયો કહે. બળિયો જેવો બળવાન એવો તોફાની. આખા ગામમાં એના નામની ફેં ફાટે. ગાળ વિના તે ભાગ્યે જ વાત કરે. તેની રંજાડનો પાર નથી. તેની સાથે રમવા આવનાર બળિયાના હાથનો સ્વાદ ચાખ્યા વિના ભાગ્યે જ જાય. કોઈને તમાચો, કોઈને મુકી તો કોઈને બચકું એમ દરેકને કાંઈ ને કાંઈ જરૂર ચખાડે છે. એટલે સહુને તેના તરફ તિરસ્કાર છે. કોઈને આંખે દીઠોય તે ગમતો નથી. એક વખત વસંત ઋતુ આવી. આખું જગત આનંદથી ઊભરાવા લાગ્યું. બધાં ઝાડ નવાં પાંદડાંથી શોભવા લાગ્યાં. ફૂલઝાડ પરથી ફૂલ લચી પડવા લાગ્યાં. કોયલો આંબા પર ટહુકાર કરવા લાગી. હંસ ને બતકો નદી-સરોવરનાં નીરમાં તરવા લાગ્યાં. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૭ આ વખતે શહે૨ના લોકો વસંત ઋતુનો ઉત્સવ ઊજવવા લાગ્યા. તેઓએ સારાં સારાં કપડાં ને ઘરેણાં પહેર્યાં. ટોળે મળી નગરના બગીચામાં ગયા. ત્યાં કોઈ હીંચકા બાંધી હીંચવા લાગ્યા. કોઈ વીણા વગાડતાં નાચ કરવા લાગ્યા. કોઈ રંગની પિચકારીઓ છાંટવા લાગ્યા. કોઈ અબીલ ને ગુલાલ ઉડાવવા લાગ્યા. કોઈ જઈને હોજમાં નાહવા પડ્યા. આમ કુદરત તથા નગરજનોને આનંદે મહાલતા જોઈ આ ચંડાળોને પણ આનંદ કરવાનું મન થયું. કયા માણસને આમ આનંદ કરવાનું મન ન થાય ? પણ તેઓ તિરસ્કાર પામેલા એટલે તે નગરજનોના જેવો આનંદ કયાંથી કરી શકે ? સુંદર બગીચા ને નિર્મળ પાણીના હોજ તો દૂર રહ્યા, પણ સામાન્ય બગીચા ને પીવાનાં ચોખ્ખાં પાણી પણ તેમને માટે મુશ્કેલ હતાં. માણસનો માણસ ત૨ફનો આ અન્યાય તો જુઓ ! ઢોરને અડાય, રક્તપિત્તિયાને અડાય, પણ ચંડાળને ન અડાય ! એટલે જ્યારે જ્યારે આનંદનો અવસર આવતો ત્યારે તેઓ નગરથી દૂર આવેલા ઘટાદાર વડલાની છાયામાં એકઠા થતા. આજે વડલાની છાયામાં સ્ત્રી ને બાળકો, જુવાન ને ઘરડાં સહુ એકઠાં થયાં છે. તેઓ છૂટા હાથે દારૂ વાપરે છે, ભાંગીતૂટી ઢોલક વગાડી નાચ કરે છે. બળિયાને આજે અનેરું તાન ચડ્યું. સારી રીતે દારૂ ઢીંચી સહુની વચમાં આવ્યો ને ગાંડોતૂર For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ - - - - - - થઈ નાચ કરવા લાગ્યો. નાચતાં નાચતાં તે સ્ત્રીઓના ટોળામાં પડ્યો ને અનેક જાતનાં અડપલાં કર્યા. તેનો પિતા આ જોઈને ખૂબ ગુસ્સે થયો. તેણે બીજા ચંડાળોને આજ્ઞા કરી: “આ બેવકૂફ બળિયાને પકડીને પાંસરો કરો.” બળિયાને ઠીકઠીક માર્યો. પછી તેના પિતાએ કહ્યું : નાલાયક ! તારું કાળું મોં મને બતાવીશ નહિ. તારી મરજી પડે ત્યાં ચાલ્યો જા.' બહુ સારું ” કહી બળિયો ચાલ્યો; થોડે દૂર ઉકરડાના ઢગલા ઉપર જઈ બેઠો. બધા ચંડાળોને હરખ થયોઃ હાશ ! આજે દુષ્ટ બળિયાના હાથમાંથી છૂટ્યા. બધા ચંડાળો ફરીથી આનંદ કરે છે, ત્યાં દૂર ફૂફાડો સંભળાયો. એકે બૂમ મારી : “અલ્યા, ઝેરી સાપ !” બધા ઊઠીને ઊભા થઈ ગયા, એક બાજુ ઊભા રહ્યા. સાપ જરા પાસે આવ્યો એટલે બે જુવાનોએ લાકડી મારી તેને પૂરો કર્યો. બધા બોલી ઊઠ્યા : “ઠીક કર્યું. આ સાપ કોઈને કરડ્યો હોત તો મોત જ થાત ને!” વળી તે આનંદ કરવા લાગ્યા. એવામાં ફરી બૂમ પડી : “સાપ ! સાપ !” ફરી બધા ઊભા થઈ ગયા, પણ જોયું તો ઝેર વિનાનો સાપ ! એટલે એક બોલ્યો : “અલ્યા, કોઈને કરડે તેમ નથી. નાહક ભકબાક, ઝેરર ફંડ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૭ બિચારાને મારશો નહિ. થોડી વારમાં સાપ દૂર ચાલ્યો ગયો. બળિયાએ આ બંને બનાવ કાળજીથી જોયા. તેને તરત જ વિચાર આવ્યો : “આ ઝેરી સાપને મારી નાખ્યો; ઝેર વગરનાને છોડી દીધો. એટલે ઝેરવાળાને સહુ મારે છે ને ઝેર વગરનાને છોડી દે છે. બરાબર! મારે પણ એમ જ થયું છે. મેં ઘણાને રંજાડ્યા એટલે માર પડ્યો ને મારો તિરસ્કાર થયો. એટલે મારે સારી રીતે જીવવું હોય તો ઝેર વિનાના થવું જોઈએ. આમ વિચાર કરતો નદીના કિનારે કિનારે તે ચાલવા લાગ્યો. શહેર કે ગામડામાં તેને જોઈતી શાંતિ મળે તેમ નથી એટલે તે જંગલ ભણી ચાલ્યો. તેણે વિચાર કર્યો કે જંગલમાં રહીશું ને ફળફૂલ ખાઈ મજા કરીશું. નહિ ત્યાં કજિયો કે કંકાસ, નહિ ત્યાં વેર કે વિરોધ. બળિયો જંગલમાં રહે છે, ફળફૂલ ખાઈ પેટગુજારો કરે છે. એક દિવસ તે જંગલમાં ફરવા નીકળ્યો. ત્યાં ધ્યાન ધરીને ઊભેલા એક મુનિરાજને જોયા. બળિયાને આ જોઈ કાંઈ કાંઈ થઈ ગયું. તેને લાગ્યું કે પોતાને જોઈતી શાંતિનો તે ભંડાર છે. તે મુનિરાજની પાસે ગયો. તેનું માથું કુદરતી રીતે નીચું નમી પડ્યું. મુનિ ધ્યાનમાંથી ઊઠ્યા. એટલે ધર્મલાભ,’ કહીને આશીર્વાદ આપ્યા. પછી ટૂંકમાં ધર્મનો ઉપદેશ કર્યો. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ એટલે બળિયો બોલ્યો : “હે મહાત્મા ! આપે કહ્યું તે બધું સાચું, પણ હું તો જાતનો ચંડાળ છું. અમારાથી ધર્મનું પાલન શી રીતે થઈ શકે? અમારાથી ધર્મપુસ્તકોને તો અડાય નહિ. મંદિરમાં જવાય નહિ !' મુનિ કહે, “હે ભાઈ ! ધર્મ તો કોઈ પણ માણસ કરી શકે છે. પ્રભુના ધર્મમાર્ગમાં કોઈ પણ જાતનો પક્ષપાત નથી. કુળ ઉપરથી ઊંચા-નીચા નથી થવાતું, પણ સારાં-ખોટાં કામ ઉપરથી ઊંચાનીચા થવાય છે. જે કોઈ અહિંસા, સત્ય, તપ ને બ્રહ્મચર્યના માર્ગે ચાલે તે ઊંચો. જે હિંસા, અસત્ય ને વ્યભિચાર સેવે તે નીચો. અમારા ઇષ્ટદેવ પ્રભુ મહાવીરે તો કહ્યું છે કે : કમુણા બંભણો હોઈ કમુણા હોઈ ખત્તિઓ; વઈસો કમુણા હોઈ, સુદો હવઈ કમુણા. અર્થાત્ પોતાનાં કૃત્ય વડે જ બ્રાહ્મણ થવાય છે, પોતાનાં કર્મ વડે જ ક્ષત્રિય થવાય છે, પોતાનાં કર્મ વડે જ વૈશ્ય થવાય છે ને પોતાનાં કર્મ વડે જ શૂદ્ર થવાય છે. જેવાં કર્મ તેવો માનવી: સારાં કર્મ કરે તો સારો, ખોટાં કરે તે ખોટો. વળી કહ્યું છે કે – ન વિ મુંડિએણ સમણો, ન ઓકારણ બંભણો; ન મુણિ રણવાસણ, કુસગીરણ ન તાવસો. અર્થાત્ માત્ર માથું મૂંડાવવાથી સાધુ નથી થવાતું, માત્ર For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ - - - - - - ઓંકાર બોલવાથી બ્રાહ્મણ નથી થવાતું, કેવળ જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું; કેવળ વલ્કલ (છાલનાં કપડાં) પહેરવાથી તાપસ નથી થવાતું. એ તો – સમયાએ સમણો હોઈ બંભચરણ બંભણો, નાણેણ ઉ મુણિ હોઈ તવેણ હોઈ તાવસો. એટલે સમતા હોય તો જ સાધુ થવાય છે. બ્રહ્મચર્ય હોય તો જ બ્રાહ્મણ થવાય છે. અને તપ હોય તો જ તાપસ બનાય છે. માટે હે ભાઈ ! તારા મનમાં જરા પણ શંકા લાવીશ નહિ કે મારાથી કેમ ધર્મ થઈ શકે ! પાળે એનો ધર્મ છે. કોઈનો ઇજારો નથી. બળિયા પર આ ઉપદેશની જાદુઈ અસર થઈ. પોતે હલકો છે, નીચ છે એ માન્યતા ભૂલી ગયો. તેને લાગ્યું કે પોતાને પણ આત્મકલ્યાણ કરવાનો બધા જેટલો જ અધિકાર છે અને તેણે બે હાથ જોડી મુનિરાજને વિનંતી કરી : “હે દયાળુ ! આપે મારા પર મોટો ઉપકાર કર્યો, મારી સાચી શક્તિનું ભાન કરાવ્યું. હવે મને આપનું જ શરણ છે. કૃપા કરીને મને પ્રભુ મહાવીરનો સેવક બનાવો.” મુનિએ તેને દીક્ષા આપી. મુનિ હરિકેશ બળે પોતાની સઘળી શક્તિથી તપ કરવા માંડ્યું, સઘળી શક્તિથી જ્ઞાન મેળવવા માંડ્યું. થોડા વખતમાં For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ મહાજ્ઞાની ને મહાતપસ્વી થયા. હવે તેમને નગરમાં જવાની અટકાયત નથી. દેવમંદિરમાં જવાની મનાઈ નથી. તેઓ ફરતાં ફરતાં એક વખત સિંદુક નામના બગીચામાં આવ્યા. ત્યાં હિંદુક્યક્ષનું મંદિર હતું. તેના મંડપમાં ધ્યાન ધરીને ઊભા. આ મુનિના ઉગ્ર તપના પ્રભાવથી તે યક્ષ તેમનો ભક્ત બન્યો. U એક વખત એ મંદિરમાં તે નગરની રાજકુમારી ભદ્રા પોતાની સખીઓ સાથે દર્શન ક૨વાને આવી. તેમણે યક્ષનાં દર્શન કર્યાં ને પછી મંડપમાં ૨મત ૨મવાની શરૂઆત કરી. દરેક સખીએ ‘આ મારો પતિ’ એમ કહી જુદા જુદા થાંભલા પકડી લીધા. ત્યારે આ મારો પતિ’ એમ કહી રાજકુમારી હરિકેશ મુનિને વળગી પડી. તરત જ તેને લાગ્યું કે આ થાંભલો ન હોય એટલે સામું જોયું. ત્યાં કદરૂપા ને બેડોળ શરીરવાળા સાધુને જોયા. એટલે થૂ થૂ કરતી રાજકુમારી દૂર ભાગી. મુનિના ભક્ત યક્ષથી આ ન ખમાયું, એટલે તેણે રાજકુમારીને ભોંય નાખી દીધી, તેનું મોઢું મરડી નાખ્યું, શરીર કદરૂપું બનાવી દીધું. બધાં ગભરાઈ ગયાં : હવે શું થાય ? રાજાને ખબર પડી એટલે તે ત્યાં આવ્યા. ત્યારે કોઈએ કહ્યું : યક્ષ કોપ્યો લાગે છે. જો આ કુંવરી આ મુનિને પરણે તો જ તેને જિવાડશે.’ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ - -- -- - - -- રાજાએ તે કબૂલ કર્યું. એટલે રાજકુમારી સાજી થઈને પિતાની આજ્ઞાથી ત્યાં જ રહી. તેણે રાતભર આ મુનિને લલચાવવા અનેક જાતના હાવભાવ કર્યો, પણ મુનિ ધ્યાનમાંથી ડગ્યા નહિ. સવાર થયું એટલે હરિકેશ મુનિ ધ્યાનમાંથી જાગ્યા. તેમને ભદ્રાએ વિનંતી કરી કે “આપ મારો સ્વીકાર કરો.” મુનિ કહે, ‘મારે સ્ત્રીનો સહવાસ જોઈએ નહિ. સ્ત્રીનો મેં ત્યાગ કરેલો છે. મુનિનો દૃઢ નિશ્ચય જોઈ રાજકુમારી ભદ્રા ઘેર ગઈ. તેણે બધી હકીકત પોતાના પિતાને જણાવી. રાજા વિચારમાં પડ્યા : હવે શું કરવું? ત્યારે રુદ્રદેવ નામે રાજગોર ત્યાં બેઠો હતો. તેણે કહ્યું : “મહારાજ, મુનિએ ત્યાગ કરેલી કન્યા હવે બ્રાહ્મણ સિવાય કોઈને અપાય નહિ, કારણ કે દેવનું બલિદાન દેવનો પૂજારી જ લઈ જાય છે. રાજાને આ ઠીક લાગ્યું. એટલે તે કન્યા રાજગોરને આપી. રાજગોર શુદ્ધિ કરી તેને પરણ્યા, મનમાં ખૂબ મલકાયા. મુનિશ્રી હરિકેશ તો પ્રભાતમાં જ બીજા સ્થળે ચાલ્યા ગયા. એક વખત ભદ્રાને યજ્ઞપત્ની (યજ્ઞમાં પતિની સાથે બેસનારી સ્ત્રી) બનાવી રુદ્રદેવે મોટો યજ્ઞ માંડ્યો. યજ્ઞનો સુંદર મંડપ બંધાયો છે. તેની વેદીમાં ઘીની તથા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ બીજા પદાર્થોની આહુતિઓ અપાય છે. તેના ધુમાડે આકાશ ભરાય છે. બ્રાહ્મણો વેદની ધૂન જમાવી રહ્યા છે. આ યજ્ઞમંડપ તરફ કોઈ શૂદ્રને આવવાનો અધિકાર નથી. આ વખતે મુનિશ્રી હરિકેશ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. તેમને આજે એક માસના ઉપવાસનું પારણું છે. ૧૧ તે નિરંતર તપ કરે છે ને ધ્યાન ધરે છે, તેથી શ૨ી૨ હાડકાંનો માળો જ રહેલું છે. હવે તેમનું મન સમતાથી ભરપૂર છે, અડગ નિશ્ચયથી ભરેલું છે. તેમને કપડાં ને શરી૨ પરથી મોહ ઊઠી ગયેલો છે. એટલે તે મેલાં છે. મેલાં કપડાંવાળા તથા બેડોળ શરીરવાળા તે મુનિને આવતા જોઈ બ્રાહ્મણો હસવા લાગ્યા. તે બોલ્યા : આ જાડા હોઠ ને લાંબા દાંતવાળો કોણ અહીં આવતો હશે ? જુઓ તો ખરા ! એનું શરીર ધૂળેથી ખરડાયેલું છે ને કપડું તો ઉકરડે નાખેલું ઓઢેલું છે. જ્યારે તે પાસે આવ્યા ત્યારે એક-બે જુવાન બ્રાહ્મણો ઊભા થયા ને તેમને પૂછવા લાગ્યા : અલ્યા ! આ વાઘરિયા વેશે અહીં કેમ આવ્યો છે ? અહીં તારું શું દાટ્યું છે ? ખબરદાર ! આગળ ગયો તો. જેમ આવ્યો તેમ પાછો વળી જા.' તેઓ વિચાર કરવા લાગ્યા : અહો ! આ લોકો બિચારા કેટલા અજ્ઞાન છે ! તેમને ખરા ધર્મની ભાળ નથી. એટલે માને છે કે મેલાં કપડાંવાળા કે અજાણ્યા માણસથી તેમનો યજ્ઞ અભડાઈ જશે ને મોટું પાપ લાગશે.' મુનિશ્રી હરિકેશ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧- ૭ પળવાર શાંત ઊભા રહ્યા, પછી બોલ્યા : 'હે બ્રાહ્મણો ! હું શ્રમણ છું. બીજાને માટે તૈયાર કરેલા અન્નમાંથી વાપરતાં જે કાંઈ વધ્યું હોય તે લેવા આવ્યો છું. અહીં તમે ઘણું અન્ન રાંધેલું છે, માટે તેમાંથી શેષ જે કાંઈ બાકી રહ્યું હોય તે મને આપો.” આ સાંભળી બ્રાહ્મણો બોલ્યા : “આ અન્ન બ્રાહ્મણો માટે જ રાંધેલું છે, માટે તેમના વિના બીજાને તે અપાય નહિ. આ જગતમાં બ્રાહ્મણ જેવું એકે પુણ્યક્ષેત્ર નથી.' આ સાંભળી મુનિએ જવાબ આપ્યો: ‘તમે યજ્ઞમાં હિંસા કરો છો, જૂઠું બોલો છો, બ્રહ્મચર્ય પાળતા નથી ને માલમિલકત રાખો છો તો પુણ્યક્ષેત્ર કેવી રીતે ? પુણ્યક્ષેત્ર તો તે કહેવાય છે અહિંસા પાળતા હોય, સત્ય વચન બોલતા હોય, બ્રહ્મચર્ય પાળતા હોય ને માલમિલકતના ત્યાગી હોય.' આ સાંભળી પાસે ઊભેલા શિષ્યો તપી ગયા. તેમને લાગ્યું કે ગુરુનું અપમાન થાય છે, એટલે તે તાડૂકીને બોલ્યા: “અરે મૂઢ, અમને બધી ખબર પડે છે કે કયું પુણ્યક્ષેત્ર છે ને કયું પાપક્ષેત્ર છે. તારી લવરી બંધ કરી ચાલ્યો જા.' આ સાંભળી મુનિએ સંપૂર્ણ શાંતિથી જવાબ આપ્યોઃ “મેં ઘરબારનો ત્યાગ કરેલો છે, બ્રહ્મચર્ય પાળું છું, અહિંસા ને સત્યના માર્ગે વિચરું છું. જો તમે સત્પાત્રે અન્ન નહિ આપો તો આવડા મોટા યજ્ઞનું ફળ શું થશે ?' For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ આ સાંભળી ઉપાધ્યાયની આંખો લાલચોળ બની ગઈ. તેણે શિષ્યોને હુકમ કર્યો : “આ દુષ્ટને બરાબર પાંસરો કરો, નહિતર એનો બડબડાટ એ નહિ મૂકે.' શિષ્યો ઊઠ્યા. જેના હાથમાં જે આવ્યું તે લીધું. કોઈએ લાત ને મુકીઓનો વરસાદ વરસાવ્યો. કોઈએ પાસે પડેલાં ઈંધણાનો ઘા કર્યો. રુદ્રદેવ ને ભદ્રા આ વખતે ત્યાં આવી પહોંચ્યાં. ભદ્રા બોલી : “સબૂર ! તમે કોના તરફ તમારો હાથ ચલાવો છો ! મારા પિતાએ મને આ મુનિને જ આપી હતી, પણ તેમણે તો મારી સામે ઊંચી આંખે જોયું પણ નહોતું. ખરેખર ! આ તો ઉગ્ર તપવાળા ને બ્રહ્મચારી મહાત્મા છે. જો તેમને ખૂબ સતાવશો તો બળીને ભસ્મ થઈ જશો.” ભયની વાત આવી એટલે બધા નરમ પડ્યા. ખોટા ઝનૂનમાં આંધળી બનેલી વિવેકશક્તિ જાગી. અરે, આપણે કેવું અપ્રિય બોલ્યા? છતાં તે કેવા પ્રેમથી વાતો કરે છે! ધન્ય છે આવા મહામુનિને, જેણે જાતનું અભિમાન, મનનો અહંકાર ને કાયાની માયા વિસારી છે ! મહાત્માને શાંત કરવા તે વિદ્યાર્થીઓ બોલ્યા : 'હે મહાત્મા ! અમારો જે કાંઈ ગુનો થયો હોય તે માફ કરો. આપ તો કૃપાના ભંડાર છો. આ મૂર્ખાઓને આપના પ્રભાવની ખબર નહિ.” For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ આ સાંભળી મુનિ બોલ્યાઃ “હે ભાઈ! મને તો તમારા પર પહેલાં પણ ક્રોધ ન હતો ને અત્યારે પણ નથી.' આ સાંભળી રુદ્રદેવ ને ભદ્રા બોલ્યાં : “હે પૂજ્ય ! તમે તો મહાત્મા છો, જ્ઞાની છો. અમે જાણીએ છીએ કે જ્ઞાની ક્રોધ કરે જ નહિ. અમારે ત્યાં અન રાંધેલું છે, માટે આપ પધારો ને અમને લાભ આપો.” મુનિરાજે સાધુને લેવા લાયક અન્ન લીધું ને પારણું કર્યું. પછી મુનિરાજે મીઠા વચને તેમને સમજાવ્યું : “સાચો યજ્ઞ આવો ન હોય. તપ રૂપી લાકડા સળગાવી તેમાં બધી મલિન વાસનાઓ હોમી દેવી જોઈએ. અહિંસા, તપ, ત્યાગ ને જ્ઞાનમાં મસ્ત રહેવું તે જ ખરો યજ્ઞ છે.” યજ્ઞ ત્યાં જ અટકી ગયો. જેઓને ઉમંગ થઈ આવ્યો તેમણે ત્યાં દીક્ષા લીધી. જેનાથી એ ન થયું તેમણે પોતાની શક્તિ પ્રમાણે વ્રત લીધાં અને સંયમના માર્ગે રહેવા લાગ્યા. આ પ્રમાણે પોતાના નિર્મળ ચારિત્રથી ને સાચા ઉપદેશથી મુનિશ્રી હરિકેશે ઘણા ઉપર ઉપકાર કર્યા; અનેક જાતના ખોટા વહેમોનો નાશ કર્યો. ચંડાળ કુલમાં ઉત્પન્ન થવા છતાં તેઓ જગતમાં સઘળે પૂજાવા લાગ્યા. છેવટે પૂરા પવિત્ર થઈ નિર્વાણ પામ્યા. મુનિશ્રી હરિકેશનું જીવન આપણને પોકારીને કહે છે : For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ - - - - - - જગતના દરેક જીવને આત્મકલ્યાણ કરવાનો સરખો અધિકાર છે. જે મહાપ્રભુએ દરેક મનુષ્યને આત્મકલ્યાણ કરવાનો સરખો હક છે એમ જાહેર કર્યું તેમને અમારા અગણિત વંદન હો ! शिवमस्तु सर्वजगतः। For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર રાજા નંદનું રાજ ચાલે. એ વખતે ધરતી પર એવું બીજું રાજ નહિ. દેશના દેશ જીતીને સોનું, રૂપું, હીરા, માણેક, જર, ઝવેરાત એકઠાં કરેલાં. સાત તો સોનાની ડુંગરીઓ બાંધેલી. કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ ! સંખ્યાનો શબ્દ જ ન મળે, એટલું દ્રવ્ય એકઠું કરેલું. લોકો એને મહાપદ્મ નંદ કહેતા. આમ સંપત્તિનો પાર નહિ. શૂરવીરતાનો પાર નહિ. સરવાળે અભિમાનનો પણ પાર નહિ. નંદરાજા ક્ષત્રિય રાજાઓનો કાળ ગણાતો. રાજા નંદને શકટાલ નામના મહામંત્રી હતા. એ વખતે શક લોકોનાં પરદેશી ધાડાંઓ આપણા દેશમાં લૂંટવા આવતાં. મંત્રી શકટાલે તેઓની સાથે લડાઈ કરી તેમને હાંકી કાઢેલા. મંત્રી શકટાલ પૂરા સ્વામીભક્ત ને પૂરા વિશ્વાસુ હતા. એમના કુટુંબમાં પેઢીઓથી રાજસેવા ઊતરતી આવતી હતી. જીવન For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી ઋષભદેવ ૧૭. કે મૃત્યુ – રાજ કે પ્રજાની સેવામાં – આ એમનો મુદ્રાલેખ હતો. મહામંત્રી શકટાલને બે પુત્ર ને સાત પુત્રીઓ હતાં. પુત્રનાં નામ સ્થૂલિભદ્ર ને શ્રીયક. પુત્રીઓનાં નામ-યક્ષા, લક્ષદિના, ભૂતા, ભૂતદિન્ના, સેના, વેણા, રેણા. દીકરાઓ બૃહસ્પતિના અવતાર જેવા, દીકરીઓ જીવતી સરસ્વતી જેવી. મહામંત્રીનો મોટો પુત્ર સ્થૂલિભદ્ર ભારે દેખાવડો હતો. રૂપવાન ને ગુણવાન પણ એવો. એ ભયો-ગણ્યો, કાવ્યકલાપમાં નિપુણ થયો; નૃત્ય, ગીત ને સંગીતમાં અજોડ બન્યો, પણ વ્યવહારનું જ્ઞાન ન આવ્યું. મંત્રીના પુત્ર માટે તો દુનિયાના વ્યવહાર, કૂડકપટ, આચારવિચાર જાણવા સહુ પ્રથમ જરૂરી. એ વેળા પાટલીપુત્રમાં કોશા નામની પ્રસિદ્ધ ગણિકા રહેતી હતી. એ પંડિતા, વિદુષી ને સર્વકળાકુશળ હતી. એ વખતે આજના જેવી ગણિકાઓ ન હતી. એ શિક્ષણનું કામ કરતી, સેવાશુશ્રષાનું કામ કરતી, રાજની એલચી બનીને પણ જતી. રાજકુમારો, રાજકુમારીઓ, શ્રેષ્ઠિપુત્રો વગેરે આવી ગણિકાઓને ત્યાં શિક્ષણ લેવા જતાં. સ્થૂલિભદ્રને કોશાની પાસે કેળવણી લેવા મૂક્યો, પણ પરભવની કોઈ લેણદેણ હશે : ગણિકા કોઈની ન થાય, એ ગણિકા સ્થૂલિભદ્રની બની ! એણે તન, મન, ધન અર્પણ કરી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૭ દીધાં. સ્થૂલિભદ્ર પણ બધું છોડી એના આવાસે રહ્યો. પિતાને આ ન રુચ્યું, પણ બહુ તાણે તૂટી જાય એમ સમજી ધીરજ ધરી રહ્યા. ધનનો બેમાંથી એકેને તૂટો નહોતો. ભોગીવલાસ, રંગરાગ, સંગીત-નૃત્ય, હેલિકા-પ્રહેલિકામાં બાર બાર વર્ષ મહિનાની જેમ વીતી ગયાં. - બાર વર્ષમાં તો કાંઈ અવનવા બનાવો બની જાય. આસમાની સુલતાની થઈ જાય. સવળાનું અવળું થઈ જાય. મહામત્રી શકટાલને પણ એવું બન્યું. એમના ઉપર રાજાનો કોપ ઊતર્યો. અને રાજાનો કોપ એટલે શું ન કરે ! પોતે તો ઠીક, વંશવેલો, કુટુંબકબીલો બધું સાફ કરી નાખે. - સમજણ કરવા જતાં ગેરસમજણ વધે તેમ હતું. મહામંત્રીએ રાજાની શંકાને પોતાના લોહીથી ધોવાનો નિર્ણય કર્યો. એમણે પુત્ર શ્રીયકને બોલાવ્યો ને કહ્યું : “બેટા ! સર્વનાશ ઊભો થયો હોય તો અર્ધનાશથી એને બચાવી લેવો. રાજા કોપ્યો છે. એ આપણો સંહાર કરે તે પહેલાં કાલે તારે હાથે ભરસભામાં મારું માથું વાઢી લેજે !” પિતાની હત્યા કરું ? ના. પિતાના કુળની રક્ષા કર.' શ્રીયક આજ્ઞાંકિત પુત્ર હતો. બીજે દિવસે ભરસભામાં For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૭ પિતાનું માથું વાઢી રાજા પાસે મૂક્યું ને કહ્યું : “લો, તમારા કહેવાતા ગુનેગારનું મસ્તક !” - રાજા પોતાના વહાલા મંત્રીને આ રીતે મૃત્યુ પામેલા જોઈ ખિન્ન થયો. એના મનની શંકાની તમામ વાદળીઓ દૂર થઈ ગઈ. એણે ઘણો શોક કર્યો. વિરોધી વાતો કરનારને સખત શિક્ષા કરી. પછી રાજા નંદ કહે : “શ્રીયક, મંત્રીની મુદ્રા તું લે, ને રાજનો વહીવટ સંભાળ.” શ્રીયક કહે : મારા મોટા ભાઈ સ્થૂલિભદ્ર છે. તેમને મંત્રી બનાવો.” રાજાએ સ્થૂલિભદ્રને તેડાવ્યા. અહીં તો કોશાના સાત માળના મહેલમાં બન્ને જણાં સોનાના સોગઠે રમી રહેલાં. અર્ધી બાજી પૂરી થઈ હતી, ત્યાં તેડું આવ્યું. આ તો નંદ જેવા રાજાનું તેડું. ચોપાટ અધૂરી રાખી ચૂલિભદ્રજી ઊઠ્યા. હમણાં આવીને રમીશું, કહી બહાર નીકળ્યા. મારગમાં બાર વર્ષના વર્તમાન પૂછ્યા. પિતાજીની સગા પુત્રને હાથે હત્યા સાંભળી. અરે, પિતાજીના દુઃખના વખતે પણ હું કાંઈ સેવા ન કરી શક્યો ! સ્થૂલિભદ્ર વિચાર કરતાં રાજસભામાં હાજર થયા. રાજા નંદે પ્રેમપૂવર્ક પાસે બેસાડી કહ્યું : ‘તમારા પિતાનું પદ શોભાવો !' For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર સ્થૂલિભદ્રજીની આંખોમાંથી આંસુ વહી રહ્યાં. એમણે રાજાને કહ્યું : “મને એકાંતમાં જઈને વિચાર કરવા દો. મારું મન મૂંઝાઈ ગયું છે !’ તેઓ એકાંતમાં ગયા. રાજ-બાગમાં બેસી વિચારમાં ચડ્યા. પોતાનું જીવન એળે ગયાનો અફસોસ થયો. ૨૧ વળી, હવે રાજપ્રપંચમાં પડીશ, તો તો સાવ એળે જશે. તો શું કરવું ? એમને પોતે જોયેલા શાંતિના અવતાર ને અપરિગ્રહી જૈન મુનિ યાદ આવ્યા. બસ, એ જ ક્ષણે એમણે સાધુ થવાનો નિશ્ચય કર્યો. થોડી વારમાં તો મુનિવેશ ધારણ કરી, રાજદરબારમાં ‘ધર્મલાભ’ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ કરતા હાજર થયા. મુનિ થયેલાને રાજા પણ શું કહે ? સ્થૂલિભદ્રજી બીજી ક્ષણે વન તરફ વળી ગયા. આ વખતે ભગવાન મહાવીરની પાટે શ્રી સંભૂતિવિજયસૂરિજી હતા. તેમના નમ્ર શિષ્ય થઈ રહ્યા. શ્રી યૂલિભદ્રજી નમ્ર સાધુ બની રહ્યા. ગર્વમાત્ર ગાળી નાખ્યો છે. મોહમાત્ર ટાળી નાખ્યો છે. જીવસેવા, ગુરુસેવા ને ધર્મસેવામાં લીન બન્યા છે. એકદા ચાતુર્માસનો વખત આવ્યો છે. એક શિષ્ય ગુરુદેવને કહ્યું : “આજ્ઞા હોય તો ચાર માસના અપવાસ કરી સિંહની બોડ પાસે કાયોત્સર્ગ કરું.” બીજા શિષ્ય કહ્યું : “હું મહાવિષધર સાપના રાફડા પાસે ચાતુર્માસ ગાળવા ઇચ્છા રાખું છું.' ત્રીજા શિષ્ય કહ્યું : “હું પનિયારીઓના કૂવાના કાંઠે રહી ચાતુર્માસ ગાળવા ઇચ્છું છું.' સ્થૂલિભદ્રજી કહે : “આજ્ઞા હોય તો અનુરાગી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા ઇચ્છું છું. કામદેવના ઘરમાં રહી કામદેવને જીતવાની ભાવના છે.” જ્ઞાની ગુરુદેવે સહુને આજ્ઞા આપી. સહુ સહુને ઠેકાણે ચાતુર્માસ ગાળવા ચાલ્યા. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩ આચાર્ય શ્રી ધૂલિભદ્ર . . . . . . કોશા દિવસોથી આકુળ-વ્યાકુળ હતી. એનું મન મનાવવા અનેક જણા આવી ગયા, પણ એકેને એ મન આપતી નથી. એને તો સ્થૂલિભદ્રજી પર અંતરનો અનુરાગ છે. પતિના વિયાગે સતી સ્ત્રી ઝૂરે, એમ ઝૂરતી કોશા એક દિવસે બેઠી છે ને ધૂલિભદ્રજી આવ્યા. આકાશમાં મેઘ છે. હવામાં ઠંડી છે. ધીમી ધીમી ગર્જના થાય છે. એવે ટાણે પોતાનો પ્રેમી પોતાને આંગણે ! કોશા તો ગાંડી થઈ ગઈ. ચિત્રશાળામાં ઉતારો આપ્યો. બત્રીસાં પકવાન રાંધ્યાં. નૃત્ય, સંગીત ને હાવભાવની રેલમછેલ કરી. પણ ધૂલિભદ્રજી તો જળમાં કમળની જેમ હતા. એમણે કોશાને કહ્યું : “અગ્નિમાં ઘી નાખે અગ્નિ બુઝાશે નહિ. અગ્નિ બુઝાય એ માટે કાંઈક કર ! એ માટે જળનો સ્વભાવ ધારણ કર ! શાંત થા ! સંસારને સમજતી થા !' સ્થૂલિભદ્રજીએ કોશાને ખૂબ ઉપદેશ આપ્યો. જીવ ઊંચો હતો. એને સાચું ભાન થયું. એણે બાર વ્રત લીધાં. શ્રાવિકા બની. શ્રમણોપાસિકા બની. આ પ્રસંગનું વર્ણન એક કવિએ સુંદર રીતે કર્યું છેઃ શ્રી સ્કૂલિભદ્ર મુનિગણમાં સિરદાર જો, ચોમાસું આવ્યા કોશાગાર જો For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જેને બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૭ هههههههه ચિત્રામણશાળાએ જપ-તપ આદર્યા જો ! આદરિયાં વ્રત આવ્યા છો અમ ઘેર જો, સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો; અમ તુમ સરીખો મેળો આ સંસારમાં જો. સંસાર મેં જોયું સકલ સ્વરૂપ જા, દરપણની છાયામાં જેવું રૂપ જો; સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વરસની માયા છે મુનિરાજ જો; તે છોડી કેમ જાઉં હું આશા ભરી જો. આશા ભરિયો ચેતન કાળ અનાદિ જો, ભમ્યો ધરમને હીન થયો પરમાદી જો; ન જાણી મેં સુખની કરણી જોગની જો. જોગી તો જંગલમાં વાસો વસિયા જો, વેશ્યાને મંદિરિયે ભોજન રસિયાં જો; દીઠા એવા તમને સંજમ સાધતાં જો. સાધશું સંજમ ઇચ્છારોધ વિચારી જો, કુમ પુત્ર થયા નાણી દરબારી જા; For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર પાણી માટે પંકજ કોરુ જાણિયે જો. જાણી એ તો સઘળી તુમારી વાત જો, મેવા મીઠા રસવંતા બહુ જાત જો; અમરભૂષણ નવનવલી ભાતે લાવતા જો. લાવતા તો તુ દેતી આદરમાન જો, કાયા જાણુ સંધ્યારગ સમાન જો ! ઠાલીને શી કરવી એવી પ્રીતડી જો ! પ્રીતલડી કરતા ને રંગભર સેજ જો ! રમતા ને દેખાડતા ઘણુ હેત જો ! રિસાણી મનાવી મુજને સાંભર જો. સાંભરે તો મુનિવર મનડું વાળે જો, ઢાક્યો અગ્નિ ઉઘાડચો પ્રજાળ જો; સંજમ માંહી એ છે દૂષણ મોટકું જો. મોટકું આવ્યું'તું નંદનુ તેડુ જા, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો; મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યા જો. મોકલ્યા તો મારગ માંહી મળિયા જો ! સંભૂતિ આચારજ જ્ઞાને બળિયા જો ! For Personal & Private Use Only પ Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૭. - - - સંજમ દીધું સમકિત તેણે શીખવ્યું જો ! શીખવ્યું તો કહી દેખાડો અમને જો, ધરમ કરતાં પુય વડે તેમને જો; સમતાને ઘેર આવી વેશ્યા ઈમ વદે જો ! વદ મુનિસર શંકાને પરિહાર જો ! સમક્તિ મૂલે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક સ્કૂલથી ઉચર જો. ઉચરે ત્યાં વીત્યું છે ચોમાસું જો ! આણા લઈને આવ્યા ગુરુની પાસે જો ! શ્રતનાણી કહેવાયા ચાંદપૂર્વો જો ! પૂર્વી થઈને તાય પ્રાણી થી ક જો ! ઉજ્જવળ ધ્યાને તેહ ગયા દેવલોક જો; ઋષભ કહે નિત તેને કરીએ વંદણાં જો ! સ્થૂલિભદ્રજી ચાતુર્માસ ગાળી પાછા આવ્યા. બીજા શિષ્યો પણ પાછા આવ્યા. સિંહગુફાવાસીએ સિંહને જીત્યો હતો, નાગગુફાવાસીએ નાગને, ને પનિયારીના કૂવાવાળાએ લોકાપવાદ જીત્યો હતો. આ ત્રણે શિષ્યોને એમની સફળતા પર અભિનંદન આપતાં ગુરુદેવે કહ્યું: તમે ખરેખર દુષ્કર કાર્ય કર્યું, અને પછી ગુરુદેવે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર સ્થૂલિભદ્રજીની પ્રશંસા કરતાં કહ્યું : ‘પણ તમે તો દુષ્કરમાં દુષ્કર કાર્ય કર્યું છે.' સ્થૂલિભદ્રજીની આ પ્રશંસા ત્રણે શિષ્યોને ખટકી. શિષ્યોએ માન્યું કે મોટા ઘરના પુત્ર છે માટે ગુરુ બહુમાન કરે છે. મહેલમાં રહેવું, મનભાવતાં ભોજન જમવાં, નૃત્યગીત જોવાં ને રાણી વેશ્યાને રીઝવવી, એમાં તે શી ધાડ મારવાની હતી ! પણ હવે વળી વખતે વાત. બીજું ચોમાસું આવતાં સિંહગુફાવાસી મુનિએ ગુરુદેવ પાસે કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ માટે જવાની રજા માગી. ગુરુદેવ તો કુશળ હતા. શિષ્યને રાજી થઈને રજા આપી. :: ૨. કે . ' ' S For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૭ કોશાએ તો મુનિ જોઈને આદરમાન આપ્યું. રહેવા ચિત્રશાળા કાઢી આપી, ખાવા બત્રીસાં પકવાન્ન કર્યાં. તેમને રીઝવવા નૃત્ય-ગીત કરવા માંડી ! મુનિનું મન ફરી ગયું. અરે ! મુનિપણું પાળી, મરીને સ્વર્ગમાં જઈ અપ્સરાને વરવું, એના કરતાં જીવતાં જીવ આ અપ્સરા મળે એ કેવું ! એમણે કોશાને કહ્યું : મારો સ્વીકાર કર !’ વેશ્યાની પાસે સ્વીકાર કરાવવો હોય તો પહેલાં ધન જોઈએ.’ મુનિ પાસે ધન કેવું ?” ધન વિના ન ચાલે. જુઓ, નેપાળના મહારાજા મુનિઓના અનુરાગી છે. જે મુનિ ત્યાં જાય તેને લાખ સોનામહોરની રત્નકંબલ દાનમાં આપે છે. તે લઈ આવો.’ બાપ રે ! કયાં આવ્યું નેપાળ ! પણ વિકારમાં અજબ જોશ હોય છે. મુનિ નેપાળ જવા ઊપડ્યા. ખૂબ હેરાન થયા. ચોરોએ પકડીને માર્યા, પણ મહામહેનતે રતનકંબલ લઈ આવ્યા. કોશાએ એ કંબલ લીધી, ને પોતાના પગ લૂછી ખાળમાં નાખી દીધી. મુનિ તો બેબાકળા થઈ ગયા : અરે, આ શું કર્યું ?' ‘કશું નવું નથી કર્યું ! તમે તમારો અમૂલખ મુનિધર્મ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્કૂલિભદ્ર GAR : O અને ઉચ્ચ જીવનરત્ન એક ગણિકાના ચરણમાં કાંકરાની જેમ ફેંકી દેવા તૈયાર હો, પછી આ રતનકંબલની તે શી વિસાત !' | મુનિ પોતાની ભૂલ સમજ્યા. સિંહની બોડમાં સૂવું સારું હતું, પણ એક જુવાન વેશ્યાના ઘરમાં ખાતાંપીતાં, નૃત્યનાટક જોતાં રહેવું મુશ્કેલ હતું. તેઓ ગુરુ પાસે આવ્યા, ને પ્રાયશ્ચિત્ત ગુરુએ કહ્યું : “આ તો તારો મદ ઉતારવા મેં રજા આપી. બાકી હું તો જાણતો હતો, કે ચોરાસી ચોવીસી સુધી કામવિજેતા તરીકે સ્થૂલિભદ્રજીનું નામ અમર રહેશે.” For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ ..هههههههه દેશકાળ ઘણો ફરી ગયો. નંદરાજાનું જડાબીટ નીકળી ગયું. રાજા ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યો. એ વેળા બાર દુકાળી પડી. સાધુઓને ભિક્ષા મળવી મુશ્કેલ થઈ. તેઓ દૂર દૂર દરિયાકિનારે ચાલ્યા ગયા. લાંબે ગાળે પાછા ફર્યા, ત્યારે ઘણા જ્ઞાની સાધુઓ ગુજરી ગયા હતા. ઘણા જ્ઞાન ભૂલી ગયા હતા. આ માટે શ્રી સંઘે વિચાર કર્યો, આચાર્ય શ્રી સ્થૂલિભદ્રસૂરિજીએ બધા સાધુઓને પાટલીપુત્રમાં એકઠા કર્યા. જૈન ધર્મશાસ્ત્રના મૂળભૂત ૧૧ અંગોનો ઉદ્ધાર કર્યો. પણ હવે બારમું અંગ, જેનાં ચૌદ પૂર્વ હતાં, તેનું જ્ઞાન બાકી રહ્યું. એ વખતે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી જ તે જ્ઞાનના જાણકાર હતા, અને તેઓ નેપાળમાં ધ્યાન કરી રહ્યા હતા. - શ્રી સંઘના આગ્રહથી શ્રી ચૂલિભદ્રજી પાંચસો સાધુઓ સાથે નેપાળ ગયા, પણ કઠિન એવી નેપાળયાત્રા ને એથી કઠિન બારમા અંગનો અભ્યાસ. આચાર્ય સ્થૂલિભદ્રસૂરિજી સિવાય ૪૯૯ સાધુ થાકી થાકીને ચાલ્યા ગયા. દસ પૂર્વ નેપાળમાં ભણી, શ્રી ભદ્રબાહુસ્વામી સાથે આચાર્ય સ્થૂલિભદ્રજી પાટલીપુત્ર આવ્યા. સંઘે જ્ઞાનીઓને ભારે આદરમાન આપ્યાં. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર * સ્થૂલિભદ્રજીની સાત બહેનો સાધ્વી થઈ હતી. એક દિવસ તે આ પ્રતાપી ભાઈને વાંદવા આવી. શ્રી ભદ્રબાહુસ્વામીને પૂછ્યું, કે અમારા ભાઈ કયાં છે ? તેમણે કહ્યું કે પેલા જીર્ણ દેવાલયમાં સ્વાધ્યાય કરે છે. ૩૧ બહેનો જીર્ણ દેવાલયમાં ગઈ, પણ જુએ છે તો ત્યાં ભાઈના બદલે સિંહ બેઠેલો. તેઓ શોક કરતી પાછી આવીને સ્વામીને પૂછવા લાગી : અમારા ભાઈને સિંહે મારી તો નાખ્યા નહિ હોય !’ સ્વામીએ કહ્યું : ‘એ સિંહ નથી, પણ તમારો સહોદર છે. ફરી જાઓ.’ સાધ્વીઓ ફરી ગઈ. તો ભાઈ પોતે બેઠેલા ! એમણે કહ્યું : એ તો મારી વિદ્યાની હું પરીક્ષા કરતો હતો.’ આ પછી શ્રી ભદ્રબાહુસ્વામીએ આગળ ભણાવવાની ના કહી. એમણે કહ્યું કે જ્ઞાનીને મદ શોભે નહિ. તમને વધુ જ્ઞાન નહિ મળે. શ્રી સ્થૂલિભદ્રજીએ પોતાના અપરાધની ક્ષમા માગી, પણ ગુરુએ આખરે બાકી રહેલાં ચાર પૂર્વ મૂળ શીખવ્યાં. ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પછી શ્રી સ્થૂલિભદ્રજી For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૭ દશપૂર્વધર થયા. કાળના પ્રભાવે આગમશાસ્ત્રો અહીંથી ન્યૂન થયાં. આ પછી ઘણાં સેવાનાં કાર્ય કરી, આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજી વૈભારગિરિ પર પંદર દિવસ અનશન કરી સ્વર્ગે ગયા. વંદન હો કામવિજેતા સ્થૂલિભદ્રજીને ! For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ કુિલ પુસ્તક ૧૦]. ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસારજ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ मोमिन्दा णमोआयरिया તવણી ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે, એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્ક જીવનમાં સંસ્ક induliyuIIIM . Serving Jin Shasan For Personal & Private Use Only