SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી હરિકેશ. ચંડાલનો પુત્ર છે. નામ છે હરિકેશ, પણ ભારે બળવાન. એટલે સહુ એને બળિયો કહે. બળિયો જેવો બળવાન એવો તોફાની. આખા ગામમાં એના નામની ફેં ફાટે. ગાળ વિના તે ભાગ્યે જ વાત કરે. તેની રંજાડનો પાર નથી. તેની સાથે રમવા આવનાર બળિયાના હાથનો સ્વાદ ચાખ્યા વિના ભાગ્યે જ જાય. કોઈને તમાચો, કોઈને મુકી તો કોઈને બચકું એમ દરેકને કાંઈ ને કાંઈ જરૂર ચખાડે છે. એટલે સહુને તેના તરફ તિરસ્કાર છે. કોઈને આંખે દીઠોય તે ગમતો નથી. એક વખત વસંત ઋતુ આવી. આખું જગત આનંદથી ઊભરાવા લાગ્યું. બધાં ઝાડ નવાં પાંદડાંથી શોભવા લાગ્યાં. ફૂલઝાડ પરથી ફૂલ લચી પડવા લાગ્યાં. કોયલો આંબા પર ટહુકાર કરવા લાગી. હંસ ને બતકો નદી-સરોવરનાં નીરમાં તરવા લાગ્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy