________________
મુનિશ્રી હરિકેશ
- - - - - - થઈ નાચ કરવા લાગ્યો. નાચતાં નાચતાં તે સ્ત્રીઓના ટોળામાં પડ્યો ને અનેક જાતનાં અડપલાં કર્યા.
તેનો પિતા આ જોઈને ખૂબ ગુસ્સે થયો. તેણે બીજા ચંડાળોને આજ્ઞા કરી: “આ બેવકૂફ બળિયાને પકડીને પાંસરો કરો.”
બળિયાને ઠીકઠીક માર્યો. પછી તેના પિતાએ કહ્યું : નાલાયક ! તારું કાળું મોં મને બતાવીશ નહિ. તારી મરજી પડે ત્યાં ચાલ્યો જા.'
બહુ સારું ” કહી બળિયો ચાલ્યો; થોડે દૂર ઉકરડાના ઢગલા ઉપર જઈ બેઠો. બધા ચંડાળોને હરખ થયોઃ હાશ ! આજે દુષ્ટ બળિયાના હાથમાંથી છૂટ્યા.
બધા ચંડાળો ફરીથી આનંદ કરે છે, ત્યાં દૂર ફૂફાડો સંભળાયો. એકે બૂમ મારી : “અલ્યા, ઝેરી સાપ !” બધા ઊઠીને ઊભા થઈ ગયા, એક બાજુ ઊભા રહ્યા.
સાપ જરા પાસે આવ્યો એટલે બે જુવાનોએ લાકડી મારી તેને પૂરો કર્યો. બધા બોલી ઊઠ્યા : “ઠીક કર્યું. આ સાપ કોઈને કરડ્યો હોત તો મોત જ થાત ને!” વળી તે આનંદ કરવા લાગ્યા. એવામાં ફરી બૂમ પડી : “સાપ ! સાપ !” ફરી બધા ઊભા થઈ ગયા, પણ જોયું તો ઝેર વિનાનો સાપ ! એટલે એક બોલ્યો : “અલ્યા, કોઈને કરડે તેમ નથી. નાહક
ભકબાક, ઝેરર ફંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org