________________
૨૨
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭
કરતા હાજર થયા. મુનિ થયેલાને રાજા પણ શું કહે ? સ્થૂલિભદ્રજી બીજી ક્ષણે વન તરફ વળી ગયા.
આ વખતે ભગવાન મહાવીરની પાટે શ્રી સંભૂતિવિજયસૂરિજી હતા. તેમના નમ્ર શિષ્ય થઈ રહ્યા.
શ્રી યૂલિભદ્રજી નમ્ર સાધુ બની રહ્યા. ગર્વમાત્ર ગાળી નાખ્યો છે. મોહમાત્ર ટાળી નાખ્યો છે. જીવસેવા, ગુરુસેવા ને ધર્મસેવામાં લીન બન્યા છે.
એકદા ચાતુર્માસનો વખત આવ્યો છે. એક શિષ્ય ગુરુદેવને કહ્યું : “આજ્ઞા હોય તો ચાર માસના અપવાસ કરી સિંહની બોડ પાસે કાયોત્સર્ગ કરું.”
બીજા શિષ્ય કહ્યું : “હું મહાવિષધર સાપના રાફડા પાસે ચાતુર્માસ ગાળવા ઇચ્છા રાખું છું.'
ત્રીજા શિષ્ય કહ્યું : “હું પનિયારીઓના કૂવાના કાંઠે રહી ચાતુર્માસ ગાળવા ઇચ્છું છું.'
સ્થૂલિભદ્રજી કહે : “આજ્ઞા હોય તો અનુરાગી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા ઇચ્છું છું. કામદેવના ઘરમાં રહી કામદેવને જીતવાની ભાવના છે.”
જ્ઞાની ગુરુદેવે સહુને આજ્ઞા આપી. સહુ સહુને ઠેકાણે ચાતુર્માસ ગાળવા ચાલ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org