SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી હરિકેશ મહાજ્ઞાની ને મહાતપસ્વી થયા. હવે તેમને નગરમાં જવાની અટકાયત નથી. દેવમંદિરમાં જવાની મનાઈ નથી. તેઓ ફરતાં ફરતાં એક વખત સિંદુક નામના બગીચામાં આવ્યા. ત્યાં હિંદુક્યક્ષનું મંદિર હતું. તેના મંડપમાં ધ્યાન ધરીને ઊભા. આ મુનિના ઉગ્ર તપના પ્રભાવથી તે યક્ષ તેમનો ભક્ત બન્યો. U એક વખત એ મંદિરમાં તે નગરની રાજકુમારી ભદ્રા પોતાની સખીઓ સાથે દર્શન ક૨વાને આવી. તેમણે યક્ષનાં દર્શન કર્યાં ને પછી મંડપમાં ૨મત ૨મવાની શરૂઆત કરી. દરેક સખીએ ‘આ મારો પતિ’ એમ કહી જુદા જુદા થાંભલા પકડી લીધા. ત્યારે આ મારો પતિ’ એમ કહી રાજકુમારી હરિકેશ મુનિને વળગી પડી. તરત જ તેને લાગ્યું કે આ થાંભલો ન હોય એટલે સામું જોયું. ત્યાં કદરૂપા ને બેડોળ શરીરવાળા સાધુને જોયા. એટલે થૂ થૂ કરતી રાજકુમારી દૂર ભાગી. મુનિના ભક્ત યક્ષથી આ ન ખમાયું, એટલે તેણે રાજકુમારીને ભોંય નાખી દીધી, તેનું મોઢું મરડી નાખ્યું, શરીર કદરૂપું બનાવી દીધું. બધાં ગભરાઈ ગયાં : હવે શું થાય ? રાજાને ખબર પડી એટલે તે ત્યાં આવ્યા. ત્યારે કોઈએ કહ્યું : યક્ષ કોપ્યો લાગે છે. જો આ કુંવરી આ મુનિને પરણે તો જ તેને જિવાડશે.’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy