Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૭ પિતાનું માથું વાઢી રાજા પાસે મૂક્યું ને કહ્યું : “લો, તમારા કહેવાતા ગુનેગારનું મસ્તક !” - રાજા પોતાના વહાલા મંત્રીને આ રીતે મૃત્યુ પામેલા જોઈ ખિન્ન થયો. એના મનની શંકાની તમામ વાદળીઓ દૂર થઈ ગઈ. એણે ઘણો શોક કર્યો. વિરોધી વાતો કરનારને સખત શિક્ષા કરી. પછી રાજા નંદ કહે : “શ્રીયક, મંત્રીની મુદ્રા તું લે, ને રાજનો વહીવટ સંભાળ.” શ્રીયક કહે : મારા મોટા ભાઈ સ્થૂલિભદ્ર છે. તેમને મંત્રી બનાવો.” રાજાએ સ્થૂલિભદ્રને તેડાવ્યા. અહીં તો કોશાના સાત માળના મહેલમાં બન્ને જણાં સોનાના સોગઠે રમી રહેલાં. અર્ધી બાજી પૂરી થઈ હતી, ત્યાં તેડું આવ્યું. આ તો નંદ જેવા રાજાનું તેડું. ચોપાટ અધૂરી રાખી ચૂલિભદ્રજી ઊઠ્યા. હમણાં આવીને રમીશું, કહી બહાર નીકળ્યા. મારગમાં બાર વર્ષના વર્તમાન પૂછ્યા. પિતાજીની સગા પુત્રને હાથે હત્યા સાંભળી. અરે, પિતાજીના દુઃખના વખતે પણ હું કાંઈ સેવા ન કરી શક્યો ! સ્થૂલિભદ્ર વિચાર કરતાં રાજસભામાં હાજર થયા. રાજા નંદે પ્રેમપૂવર્ક પાસે બેસાડી કહ્યું : ‘તમારા પિતાનું પદ શોભાવો !' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36