Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: શ્રી કાંતિલાલ કેરાએ આ ગ્રંથને સુશોભિત કરવા માટે કિંમતી સુચને આપ્યા છે, તે માટે તેમને આભાર માનવાની તક લઈએ છીએ.
શ્રી સારાભાઈ મણિભાઈ નવા પ્રકાશિત "Jain Mantrashastra' પુસ્તકમાંથી પૂ. મુનિશ્રી મેહનલાલજી મહારાજની મંત્રશક્તિ વિષે લેખ પ્રગટ કરવા માટેની પરવાનગી આપવા માટે આભાર વ્યક્ત કરવાની જરૂર ખરી ?
આ ઉપરાંત શ્રી વલ્લભસૂરિ સ્મારકગ્રંથમાંથી ચિત્રો અને ફોટાઓની રજૂઆત આ ગ્રંથમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી અમે કરી શક્યા છીએ, એ માટે તેમના ત્રાણી છીએ.
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલભાઈએ આ ગ્રંથના આગળના ભાગના તમામ બુફે તપાસી આપી ગ્રંથને સમયસર તૈયાર કરી આપવા માટે જે ખંતભર્યો સહકાર આપ્યું છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
અંતમાં આ ગ્રંથ માટે જે જે પૂજ્ય મુનિવર્યો તથા વિદ્વાન લેખકબંધુઓએ પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને વિદ્વત્તાપૂર્ણ લેખ લખી આપ્યા છે, એ બધા માટે એમનો આભાર કયા શબ્દોમાં માનવે? અગાઉથી સભ્યો થઈ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર સૌ કઈ ભાઈઓ, બહેન, જુદા જુદા ટ્રસ્ટો, દેરાસરે, પુસ્તકાલયને આભાર માનતા અમને આનંદ થાય છે.
મુંબઈ તા. ૧-૧૨-૬૪
લિ. જયંતિલાલ રતનચંદ શાહ મનસુખલાલ તારાચંદ મહેતા
માનદ મંત્રીઓ : શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ–પ્રકાશન સમિતિ.
4.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org