Book Title: Mathurano Sinhdhwaj Author(s): Vijayendrasuri Publisher: Yashovijay Granthmala View full book textPage 8
________________ આ “ સિંહબ્રજ ' ની હકીકત “ પ્રાચીન ભારતવર્ષ '' પુસ્તકમાં વાંચતાં મને પહેલાં ખૂબ આશ્ચર્ય થયેલું. કારણ કે મારી એ જૂની માન્યતા હતી કે તે “ શિવજ ” બોદ્ધોને છે; પરંતુ ડૉ. શાહ કહે છે તેમ ખરે ખર એ રતૂપ જૈનેને હોય અને તે ઈતિહાસથી સિદ્ધ થાય તે માટે મન એક બહુ ગૌરવની વાત હતી. જૈનધર્મને ઉત્કર્ષ થાય અને કંકાળીટીલાના અવશેષોની માફક બીજાં સ્થાનાં અવશે ને સ્તૂપો પણ જેનાં હેય કે સાબીત થાય એ જૈન ધર્મના આચાર્ય તરીકે મને તો બહુ પ્રસન્નતા ને પ્રેરણાદાયક બને. એટલે એ આ વિષય હું ફરીથી બારીક દષ્ટિએ તપાસી ગયે, એટલું જ નહીં પણ ઇતિહાસના જાણકાર ભારતીય અને યુરોપના મારા કેટલાક જૂના મિત્રોને “ સિંહ ધ્વજ ” ની હકીકત ફરીને તપાસવાની અને તપાસીને તેમના શો અભિપ્રાય છે તે જાણવાની કોશીશ કરી. પરિણામે તેમણે જે અભિપ્રાય ને મંતવ્યો મને મોકલ્યાં છે તે આ પુસ્તકના ત્રીજા વિભાગમાં તેમના મારા ઉપરના કાગળાજ જેમના તેમ છપાવી દીધા છે. તેમાં ડો. થોમસ, પ્રો. રેસન, સર જોહન માર્શલ, ડે. સ્ત્રીને કોને, ડૉ. ડી. આર, ભંડારકર, ડૉ. આર મુકરજી, ડૉ. બી. સી. લા. શ્રીયુત કે, એન, દીક્ષિત, ડીરેકટર જનરલ આ લેજીકલ ડીપાર્ટમેન્ટ વિગેરે ઇતિહાસના વિષયમાં એંર્થોરિટી સત્તા ગણાય છે તે બધાને મત છે કે “ પ્રસ્તુત સિંહધ્વજ બૌદ્ધોને છે. ” “ સિંહ ધ્વજ ' નો શિલાલેખ સ્વયં બતાવે છે કે તે બૌદ્ધોને છે. એવી અવસ્થામાં તેને માટે બીજા મંતવ્યો રજૂ કરવાં એ ભ્રમણ નળ છે. જયાંસુધી દતિહાસ એક વસ્તુ સિદ્ધ કરી ને આપે ત્યાંસુધી આપણે અંગદ મંતવ્યને કશો અર્થ નથી. વસ્તુ પોતેજ શું બોલે છે–બતાવે છે તેને સ્વીકાર કરવો ઘટે. તેને અનુસરીને મંતવ્યો રજુ કરવામાં આવે તેજ સાચે ઇતિહાસ મળી શકે. આ પુસ્તકમાં આપેલે સિહધ્વજને ફોટો લંડનવાળા મારા મિત્ર મ. આર્થર પ્રસ્થને બ્રીટીશ ન્યૂઝીયમમાંથી લઈને મને મોકલાવી આપે છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ પુસ્તક લખવામાં શ્રીયુત ફત્તેચંદ બેલાણી-ન્યાય-વ્યાકરણ-તીર્થ–એ કેટલાક અંશે સહાયતા કરી છે. જરૂરી પુસ્તકે પૂરાં પાડવા માટે ફલોધી (મારવાડ ) ના સંઘને ધન્યવાદ ઘટે છે. ) ફલેધી ( મારવાડ ) કાર્તિક, ૧૯૯૪ ધર્મ. સં. ૧૬ વિવે. વિજયેન્દ્રસૂરિ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56