________________
સ્થૂળ દેહે ત્યાં નહેાતા; ભૂમક સ્થૂળ દેહે ત્યાં નહાતા તા ક્યા દેહે ત્યાં હતા એ પણ અતાવવું તે હતું.
આવી અગમ નિગમની વાતા કરી, ખાટા તૃત ઉભા કરવા અને ઇતિહાસનું નામ આપવું એ ખીજે ચાલી શકે ખરૂ કે ? જે માણસનું તે વખતે અસ્તિત્વજ નહાતું તેને પ્રતિનિધિ તરીકે માકલ્યા એમ કહેવું એ કયા ઇતિહાસ ?
લેખક એક સ્થળે લખે છે કે (C
મથુરા લાયન કેપીટલ પીલર જૈનધર્મી હાવાનું વિદ્વાનોએ સ્વીકાર્યું છે. અને તેમાં સ્વસ્તિકનું ચિહ્ન હેાવાથી...આ સર્વે ક્ષત્રા અને મહાક્ષત્રા પરદેશી હાવા છતાં તેમણે જૈનધર્મજ અપનાવેલ હાવા જોઇએ. ’’
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૭૯
એક સ્વસ્તિકના નિશાન માત્રથી સૌને એક ધર્મ ના ગણી લેવા કે માની લેવા એ વાહીયાત કલ્પના નથી ? સ્વસ્તિકના ચિહનથીજ બધાને જૈન માનવા હાય તેા આખા જમની દેશને જૈન હાવાનું કેમ ન લખ્યું ? જનીનું રાષ્ટ્ર ચિહ્ન સ્વસ્તિક છે, અને ભારતમાં બીજા ઘણા સ્વસ્તિક ચિહ્ન રાખે છે તા શું જે જે સ્વસ્તિક રાખે તે બધા જૈન સમજી લેવા કે ? અને એ એવી કલ્પના કરીને ઇતિહાસ લખતે હેય તા એના વું થાય કે જો બહુ નખ લાંબા કરે તા મૂળ નખને પણ ઉખાડી નાખે. વસ્તુ ખાટી રીતે વધારવા જાય તા મૂળ પણ ઉખડી જાય. લેખકને પાતાના ઘેનમાં આટલી સાદી સીધી વાત પણ નથી સમજાતી કે?
આ પ્રકરણની સાથે સિંહધ્વજના મૂળ શિલાલેખ તથા તેના હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અનુવાદો પણ આપ્યા છે, આવા ઉઘાડા સત્યને ઢાંકવાની--સૂરજને છાબડે ઢાંકવાની-લેખકની વૃત્તિ કેટલી માલિશતાભરી ને હાસ્યજનક છે ?
વળી લેખકની કલ્પના છે કે તે સિહધ્વજ અગ્નિમિત્રે તાડી નાખ્યા વિગેરે વિગેરે તેમાં પણ કાઇ સત્યાંશ નથી લાગતા. પુષ્યમિત્ર—કલ્કિ ને અગ્નિમિત્રના ભેદ જ કદાચ તેમનાથી ઉકલ્યા નહીં હાય. કારણ કે ઘણીય પુષ્યમિત્રની હકીકતા તેમના પુસ્તકમાં અગ્નિમિત્ર
ઉપર ચડાવી દેવામાં આવી છે.
તે ઉપરાંત બીજી પણ મથુરા સંબંધી કેટલીય હકીકતા અસત્ય આલેખી છે. પ્રાચીન ભારતવર્ષ નાં ત્રીજા ભાગમાં ૨૩૨ પૃષ્ટ ઉપર ‘ આમેાહી ’ નામની એક પરા તરીકે ગણના કરી છે. વાસ્તવમાં તે શબ્દ અમેાહિની છે અને તે એક સ્ત્રીનું નામ હતું. વળી તેનાજ ર૪૪ અને ૨૫૮ પૃષ્ટ ઉપર Euddhist India ના ૩૬-૩૭ પૃષ્ટનું એક અવતરણ લીધું છે તેમાં ભાષાના શબ્દોના અર્થ જ ફેરવી નાખ્યા છે. પર ંતુ એ બધુ અહીં આલેખવામાં ઘણુ લખણુ થઈ જાય તેમ છે એટલે એ બધી બાબતને અહીંજ ટુકાવુ છું.
: ૨૦ :