Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 26
________________ પ્રાચીન ભારતવર્ષમાં પણ તેના ત્રણ ભાગમાં મથુરાના “સિંહધ્વજ” શિલાલેખ સંબંધી લેખકે ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમાં તેમની એ શિલાલેખની માન્યતાઓમાં ઘણે ફેર છે. સંભવ છે કે તેમણે એક જૈન સ્તૂપને જ આ “સિંહધ્વજ ” માની લીધો હોય. કારણ કે મથુરામાં મળી આવેલા અવશેષમાં જે બરાબર ધ્યાનપૂર્વક અન્વેષણ કરવામાં ન આવે તો બહુ ભૂલ થઈ જવાને સંભવ છે. લેખકે કોને શું માન્યું હશે તે ખબર નથી, પરંતુ સિંહધ્વજ વિષયક તેમનું લખાણ ઘણું વિપરીત છે. તેમાં એક સ્થળે એમ લખવામાં આવ્યું છે કે જ્યારે મથુરાનાં પ્રાચીન અવશેષ, નથી વૈદિક ધર્મનાં કે નથી બદ્ધધર્મનાં ત્યારે તે પછી તે સમયના ત્રણ ધર્મો અથવા સંસ્કૃતિ-વૈદિક શૈદ્ધ, અને જૈન–પૈકી બાકી રહેલ ત્રીજાનાંજ એટલે જૈન ધર્મનાં જ હોઈ શકે છે. ” પ્રા. ભા. પુ. ૩. પૃ. ૨૫૫. મથુરામાં એક વખત જેમ જેનેનું પ્રાધાન્ય હતું, તેમ જૈદ્ધોને કાળ પણ તેના ઉપર વીતિ ગયો છે. સાથે સાથે કૃષ્ણ વિગેરે યાદ પણ તેના ઉપર પ્રભુત્વ ભેગવી ગયા છે. જ્યાં જે કાળે જેનું પ્રભુત્વ કે પ્રાધાન્ય હોય ત્યાં તેમનાં કાંઈ ન કોઈ અવશેષ, ચિહ્નો, નિશાને, સ્મૃતિઓ અવશ્ય રહે છે. કાળાંતરે તે નાશ પામે અને ખંડિયર બની રહે. એટલે જેમ જેનેનાં અવશે મોટા પ્રમાણમાં ત્યાં મળી આવ્યાં છે તેમ બોદ્ધોનાં અને વેદિક ધર્મના અવશેષો પણ મળી આવ્યાં છે--મળી આવે છે. અલબત મથુરાનગરીમાં મેટેભાગે જૈનસંસ્કૃતિને સેથી પ્રાચીન અને સૌથી વધારે પ્રભાવ રહ્યો છે. તે સાથે સાથે બૈદ્ધ સંસ્કૃતિનાં* ચિહ્નો પણ Lion Capital વિગેરે મળી આવે છે. * મથુરામાં બૌદ્ધ સંસ્કૃતિની પણ અસર ઠીકઠીક હતી. सर्वास्तिवादियोंने मथुरा पहुंच कर अपने त्रिपिटक को ब्राह्मणों की प्रशंसित संस्कृत भाषामें कर दिया ।...यवन राजा अधिकांश में बौद्ध थे; इसलिए उनके उज्जैन के क्षत्रप सांची के स्थविरवादियों पर तथा मथुरा के क्षत्रप सर्वास्तिवादियों पर बहुत स्नेह और श्रद्धा रखते थे। मथुरा उस समय एक क्षत्रप की राजधानी ही न थी, बल्कि पूर्व और दक्षिण से तक्षशिला के वणिक-पथपर व्यापार का एकसुसमृद्ध प्रधान केन्द्र थी; इस लिये सर्वास्तिवाद के प्रचार में बडी सहायक हुई। मगध के सर्वास्ति वाद से इस में कुछ अंतर हो चूका था; इस लिये यहां का सर्वास्तिवाद आर्यसर्वास्तिवाद के नामसे प्रसिद्ध हुआ। बुद्धचर्या प्रस्तावना पृ. -॥ : ૧૪ :

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56