Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 17
________________ શિલાલેખની માહિતી. મથુરાને સિહજ શિલાલેખ સં. ૧૮૬૯માં ગુજરાતના પ્રથમ ઐતિહાસિક વિદ્વાન્ શ્રીયુત હૈં. ભગવાનલાલ ઇંદ્રજીએ શોધી કાઢ્યો હતો. એ શીતળાદેવીના મંદિરના પગથીઆમાં ગોઠવાયેલો પડ્યો હતો. હૈ. ભગવાનલાલ ઇંદ્રજીએ ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે સૌથી મોટું કામ આ શિલાલેખની શોધખોળનું કર્યું છે. ૧૮૮૮માં ડૅભગવાનલાલ ઇંદ્રજીનું મૃત્યુ થયું ત્યારે તે આખા સિહવજ શિલાલેખને લંડનના “બ્રીટીશ મ્યુઝીયમ” માં લઈ જવામાં આવ્યો. અત્યારે ત્યાંના બુદ્ધિસ્ટ રૂમમાં પડેલ છે. ડે. ભગવાનલાલજી, શિલાલેખ બ્રીટીશ મ્યુઝીયમને અર્પણ કરવાનું પોતાના વિલમાં લખાવી ગયા હતા. આજે એ શિલાલેખ ઇગ્લેંડમાં લંડનના મ્યુઝીયમમાં ભારતની જાહોજલાલી અને સંસ્કૃતિને ગૌરવપૂર્વક શોભાવી રહ્યો છે તે શિલાલેખવાળો સિંહધ્વજ Lion capital ૧ ફૂટ ૭ ઇંચ ઉંચો છે, અને ૨ ફૂટ ૮ ઈંચ પહોળે છે. તેની બંને તરફ બે સિહો પરસ્પર પીઠ મેળવીને બેઠેલા છે. બન્નેની વચમાં આરપાર એક મોટું છિદ્ર છે, તે નીચેના છિદ્ર સાથે અંદરના ભાગમાં વચમાંથી જોડાયેલ છે. તે આખો શિલાલેખ પછીલિપિમાં લખાયેલો છે. તેની લખવાની રચના બહુ વિચિત્ર અને પંક્તિઓને સંબંધ જોડવામાં બહુ મુશ્કેલીવાળી છે. તે સિંહાકૃતિના જુદા જુદા ભાગોમાં બધી તરફ લખાયેલો છે. ખરેષ્ઠી લિપિમાં હસ્વ દીર્ધનો ભેદભાવ ન હોવાથી શિલાલેખના કેટલાક નામ લખવામાં ગોટાળો થાય છે, પરંતુ તે માટે આપણે નિરૂપાય છીએ. તે શિલાલેખ ઉપર ઘણુ વિદ્વાનોએ શોધખોળ અને વિચારણાઓ કરી છે. Dr. H. W. Thomas, Dr. A. Barth, Prof. R. D. Banerji, Dr. V. A. Smith, Dr. H. Lūders, Dr. L. Barnett, Sir, J. H. Marshall, Dr. E. J. Rapson. Cañia facia અને છેલ્લે છેલ્લે Dr. Sten Konow એ તેના ઉપર બારીક વિચારણુપૂર્વક, ગૂઢ મનન કરીને ભવ્ય રીતે નિર્ણય આપ્યા છે. તેના એક એક અક્ષર ઉપર ખૂબ ઉંડો વિચાર કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56