Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ મથુરામાં સંસ્કૃતિ. મથુરા એ અતિ પ્રાચીન નગરીઓમાંની એક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવનારી નગરી છે. એટલું જ નહીં પણ ભારતની મહાન સંસ્કૃતિઓનું કેન્દ્ર બની ચૂકી છે. જેનઅનુશ્રુતિ પ્રમાણે જેનેના સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથના વખતથી તે નગરીનું પ્રાધાન્ય ગણાય છે. અને તીર્થભૂમિ તરીકે પ્રખ્યાત છે. તે પછી ત્રેવીશમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ થયા અને તેમના વખતમાં મથુરા એ જેને સંસ્કૃતિનું ધામ બન્યું. તે પછી ભગવાન મહાવીર થયા તે વખતે પણ મથુરા જૈન સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતું. ભગવાન મહાવીર પછી તેર વર્ષ શ્રી અપભટ્ટસૂરિ થયા તેમણે એ તીર્થન કનાજનો આમ રાજા જે બપ્પભટ્ટસૂરિનો શિષ્ય હતો તેનાથી ઉદ્ધાર કરાવ્યું. વિ. સં. ૮ર૬ માં વીર તીર્થ તરીકે મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે મથુરા જૈન તીર્થ તરીકે વિખ્યાત હતું. જેને સંસ્કૃતિના મંડાણ પછી ત્યાં વેદિક સંસ્કૃતિની જમાવટથઈ. અને તેમનું પ્રભુત્વ જામ્યું. ત્યાર બાદ બૈદ્ધ સંસ્કૃતિ પણે ત્યાં ખૂબ ફાલી ફળી. છતાં ઘણી વખત પહેલા સુધી એમ મનાતું કે મથુરા એ વૈદિક સંસ્કૃતિનું સ્થાન છે, પરંતુ શોધ ખોળ થતી ગઈ અને મેંદુ ધર્મના અવશે મળતાં ગયાં ત્યારે લોકોને એમ માનવાનું કારણ મળ્યું કે બેદસંસ્કૃતિ પણ ત્યાં ફેલાઈ અને પ્રભુત્વને પામી હતી. છેલ્લી શોધખોળે એમ પણ બતાવી આપ્યું કે ત્યાં જેમ વૈદિક ને દ્ધસંસ્કૃતિના અવશેષ મળે છે તેમ જેનેનાં અવશે પણ વિશેષ મળ્યાં છે. અને તેથી એમ પણ નિશ્ચિત થયું કે એક કાળે મથુરામાં જેનસંસ્કૃતિનું કેન્દ્ર હતું અને જેની ખૂબ જાહોજલાલી હતી. મથુરામાં જેનેને ડંકો વાગતો હતો. સ્કંદિલાચાર્યના વખતમાં આગમસૂત્રની વાચના ત્યાં થઈ જે માથરીવાચના તરીકે જેનોમાં પ્રસિદ્ધ છે. કંકાળીટીલામાં જૂનાં, __ + तओ वीरनाहे सिद्धिं गए साहिएहिं तेरससाएहिं वरिसाणं बापहटिसूरी उप्पण्णो। तेण वि एयं तित्थं उद्धरिअं । पासजिणो पूआविओ...संघेण इट्टाओ खसंतीओ मुणित्ता पत्थरेहिं वेढाविओ उक्खिल्लाविउमाढत्तो ધૂમો . વિ૦ તીર્થવ૫ પૃ. ૧૮. | * પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૮૭ તથા પુ. ૨, પૃ. ૪૦૦ ઉપર આમ રાજાને ઇંદ્રાયુધ ગણ્યો છે તે પણ ખોટું છે. તે વ્યક્તિઓ જૂદી જૂદી છે. જૂઓ, THistory of Kanauj. P. 882.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56