Book Title: Mathurano Sinhdhwaj Author(s): Vijayendrasuri Publisher: Yashovijay Granthmala View full book textPage 7
________________ પ્રસ્તાવના. ભારતના વિદ્વાન અને પ્રાચીન આચાર્યો, ઇતિહાસ તરફ કેટલેક અંશે ઉપેક્ષિત રહ્યા છે. એ ઉપેક્ષા-બેદરકારીને ભારતના ઇતિહાસને, સંસ્કૃતિને ભારે અન્યાય આપ્યો છે. ઐતિહાસિક રીતે આપણે કોઈ વસ્તુને રક્ષી શકયા નથી. તેનું બહુ ઉદાહરણ આ “સિંહધ્વજ ” છે. જેની એક મંદિર જેટલી મહત્તા ગણાવી જોઈએ તે શીતળાદેવીના પગથીઆમાં ગોઠવાયે. સુદર્શન તળાવની હસ્તિની લાંબાકાળ સુધી તો કોઈને ખબરજ પડી નહીં એ આપણી અજ્ઞાનતાની એક સીમા છે. આવાં ઘણાંય અવશેષો દટાયેલા પડયાં હશે જેની આપણને ખબર નથી. ભારતનું કેટલુંય પ્રાચીન સાંદર્ય અને મહત્ત્વ, જમીન અને પહાડોની બખોલમાં પડયું હશે. કેટલુંય દેષ, ઈર્ષ્યા ને અજ્ઞાનતાથી નષ્ટ કરાયું છે–નષ્ટ થયું છે. પરસ્પર ધાર્મિક કટ્ટરતા અને વૈમનસ્યથી અપૂર્વ સાહિત્ય, કળાના નમૂના, મૂર્તિઓ ને મંદિરો, સ્તૂપો ને શિલાલેખો, તત્કાલીન રીતરિવાજોના અવશેષો નષ્ટ કરી નાખ્યાં, બાળી નાખ્યાં, તોડી નાખ્યાં, જળચરણ કર્યા. ઈતિહાસનું મહત્ત્વ આપણામાં તે કાળે હતું જ નહીં એમ કહું તો ખોટું નથી. કોઈપણ સંસ્કૃતિની વિશેષતા અને ગૌરવ એ ભારતની વિશેષતા અને ગૌરવ હતાં, એવી વિશાળ દષ્ટિ આપણામાં આવી નહીં અને તેનું જ એ પરિણામ છે કે આપણી સામે આપણો ભૂતકાળ ઘણા કાળસુધી અંધકાર ભર્યો રહ્યો. અત્યારે પણ, જ્યારે કે ઐતિહાસિક દષ્ટિ અમુક અંશે આપણામાં ખીલી છે તે વખતે પણ તેને માટે આપણે કશ વિશેષ કરતા નથી. આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. 3. ભગવાનલાલ દિ જેવા કે હૈં. જયસ્વાલ જેવા બહુજ ઓછા વિદ્વાનો છે કે જેમણે નવી શોધ જગત સમક્ષ મૂકી - હતી. આપણે સાહિત્યને ને ઈતિહાસને નવરાશનો વખત ગાળવાના ગંજીફાની રમત જેવા માની લીધા છે. રમત એટલે પણ રસ તેમાં આપણે માનતા નથી. શુષ્ક, નીરસ ને નવરાઓની પ્રવૃત્તિ જેવા માની લધા છે. એ અત્યંત ખેદનો વિષય છે. જેના પાયા ઉપર આપણા જીવનની રચના થઇ છે તે નકામો સમજી બેઠા છીએ એ આપણું શિક્ષણની ને સંસ્કારની મોટામાં મોટી ખામી છે. તેનું જ એ પરિણામ છે કે આપણે ભૂતકાળને બહુ જુદી રીતે ને ખોટી રીતે કલ્પીએ છીએ. આપણી પાસે સિલસિલાવાર તવારીખો નથી, તો બીજી તરફ કેટલુંય અતિશયોક્તિભર્યું વર્ણન છે અને તે બધામાંથી ઇતિહાસ તારવી કાઢવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. તેમાં પણ જ્યારે ખોટા ધાર્મિક કે સાંપ્રદાયિક મતાહે ભળે છે ત્યારે અનર્થની પરંપરા વધી જાય છે અને ઇતિહાસ અપ્રામાણિક બને છે. ખરી હકીકત આપણે મેળવી શકતા નથી.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56