Book Title: Maro Punjabno Pravas Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ **] દર્શન અને ચિતન ત્યાં બજારને મડી કહે છે અને તેમાં અનાજની મડીએ ખૂબ મોટી છે, ગુજરાત અને કાફિયાવાડના અનેક માણસે એ મડીએમાં દેખાય છે. તેઓ લાખાના ધંધા કરે છે. લીબડીના એક વેપારી જૈન ગૃહસ્થને મેં પૂછ્યું કે પંજાબમાં તમને કેવું માફક આવે છે. તેઓએ કહ્યું કે આ દેશમાં અમારે ખાસ રહેવાનું કે ખાવાપીવાનું ઠેકાણું-ઘર જેવુ નથી. જંગલ જેવા સ્થાનમાં બારે માસ વા–વરાળિયા ચાલતા હૈાય ત્યાં ઝૂંપડાં આંધી ઘણી વાર તે બચ્ચે ચારચાર વિસ માત્ર ચણા ખાઈ રહીએ છીએ, છતાં આરોગ્ય ઘણું સારું રહે છે. પંજાબમાં આવ્યા પછી કાઠિયાવાડનું એકવડિયું શરીર બદલાઈ ગયું છે અને પેદાશ પણ સારી છે. હું હતા તે દરમિયાન જૈન સમાજમાં એ ત્રણ મરણ થયેલાં. તે બાબત પૂછ્તાં જણાયું કે ત્યાં મરણ થયા પછી અમુક જાતને ઉત્સવ મનાવવાની રીત છે. જો વૃનું મરણુ હોય તે મરનારના કુટુંબની સ્ત્રીએ! ખાસ કપડાં પહેરે છે અને ગુલાલ ઉડાડે છે. રાવા-પીટવાની ત્યાં રીત નથી. પંજાબમાં વર્ણભેદ નહિ જેવા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વચ્ચે તે ખાવાપીવાના વ્યવહારમાં ભેદ નથી જ એમ કહીએ તેા ચાલે. આ રસાયે બ્રાહ્મણ હોય અને પીરસનાર બીજા વર્ણના હોય તેા કાઈ ને વાંધા ગણાતા નથી. ચોખ્ખાઈ ત્યાં નથી એમ કહેવુ જોઈએ. સયુક્ત પ્રાંત, બિહાર, બંગાળ, અને દક્ષિણ કરતાં ગુજરાતમાં અસ્વચ્છતા હોવાની ફરિયાદ સભળાય છે. પણ પુજાબ તે સૌને આંટે એવું છે. જ્યાં બેસે ત્યાં જ થૂકે, -ગમે તેવી જમીન ઉપર ખાવાનુ મૂકીને ખાય અને હેઠે પડી ગયેલું લઈ ને ખાવામાં બિલકુલ સકાય નહિ, જે ધનવાનોને ત્યાં ચાંદીનાં વાસણા હતાં તેને ત્યાં પણ અસ્વચ્છતા પૂરી જેવામાં આવી. ભીતા ઉપર દીવેલના લપેડા અને રેલા, વાસણા જમીને મૂકી દેવાનાં, ઊટકનાર ગમે તેવાં ઊટકે, બિહાર, સંયુક્ત પ્રાંત વગેરેમાં મચ્છીમાર જેવી હલકી વર્ણ પેાતાનાં વાસણે ડાઘા વિનાનાં રાખે છે. ડાઘાવાળા ઝામને એઠું સમજી ત્યાં તેએ ખાવાનું નહિ લે. પણ અહીં તે! એ સંબધી કી સૂગ જ નથી. છાશ દહીંની વાપર બહુ છે. હંમેશાં નાહતી વખતે એટલું બધું અને એવું સારું દહીં આવે કે મારા જેવાની તે તેને સ્નાનમાં વાપરવાની હિંમત જ ન ચાલે. છાશ કચ્છના જેવી જાડી, મેળી અને તાજી મળે છે. ભોજન પછી છાશ પીવાને ત્યાં બહુ જ રિવાજ છે, છાશને તેઓ લસી કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25