Book Title: Maro Punjabno Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 18
________________ ૨૧૮] દર્શન અને ચિંતન આવા મફતિયા વર્ગમાં જે બાવા-ફકીરેને વર્ગ હોય છે, તેઓ તે પરમેશ્વરના ધામમાં જ જવા રેલવેનાં બધાં કષ્ટ સહન કરતા હોય છે. એટલે એ સહિષગુતા એ જ તેઓને ટિકિટમાર્ગ. દેશને એવો કોઈ ખૂણે. છે કે જ્યાં તીર્થસ્થાન નહિ હોય ? અને કોઈ એવું તીર્થસ્થાન છે કે જ્યાં જવા રેલવે ન હોય? એટલે ગમે તે રેલવેમાં બેસો તો ત્યાં આવા તીર્થસ્પર્શ યાત્રીઓ મળવાના જ. અને તેમને નભાવી લેવા જેટલી સાધુભક્તિ હજી આટલા વધી ગયેલ નાસ્તિક શિક્ષણના વાતાવરમાં પણ સ્ટેશન ભારતમાં રહી ગયેલી બહુધા નજરે પડે છે. ઉગ્ર ચંડીઓ અને સર્વે રેલવેને અભુત અને કીમતી તમાશે મનુષ્યત્વના ઉગ્ર અને પ્રચંડ, સ્વરૂપને છે. મનુષ્યના હૃદયમાં દ્ધ અને ચંડી ન વસતાં હતા તે તેઓએ દેવકોટિમાં કદી સ્થાન ન મેળવ્યું હોત. ગાડીમાં ખાસ કરી સ્ટેશને. સ્ટેશને અનેક જંગમ ચંડીઓ અને જંગમ નો પરિશ્ય થાય છે. બે નવા પેસેંજરે આવવાના હોય કે અંદરના મુસાફરે “જગા નથી,” “કયાં બેસશે,” “આગળ જાઓ,” “શું એક જ જગા છે' વગેરે વગેરેથી. તેઓનું આતિથ્ય કરે છે. આવનાર પેસેંજરે જો નબળા હોય તો “ભાઈ આવવા દો ઊભાં રહીશું,” “તમને અડચણ નહિ આવે,’ ‘વખત થઈ ગયે. છે” વગેરે વગેરે. દયાજનક શબ્દોથી અંદરના પેસેંજરનાં હુલ્ય પિગળાવવા પ્રયત્ન કરે છે. પણ જે નવા આગંતુક પેસેંજરે ઉગ્ર હોય તો પછી દૃશ્ય જોવા જેવું બને છે. કોઈ બારણાને બહાર તરફ ને કેાઈ અંદર તરફ ખેંચે છે. વિલંબ થવા લાગે છે અને તે પૈસા આપ્યા છે તો શું મે નથી આપ્યા?” એ સમાનતાનો ઉપદેશ પૂરા વેગથી શરૂ થાય છે. લાચારીથી કે બળજેરીથી અંદર દાખલ થયા પછી પેસેંજરે પેસેંજરો વચ્ચે વળી બેઠક માટે હુંસાતુંસી, ગાળાગાળી કે મારામારીનો કલીયુગ શરૂ થાય છે. દાખલ થવા ને થવા પછીના આ કલીયુગમાં હિંદુધર્મનું વૈરાગ્યશાસ્ત્ર એ એક જ ત્યાં માત્ર આશ્વાસન રૂપે દેખા દે છે. કાઈ બહેન કહે : “ઓ ભાઈ, શા માટે લડે છે ? કેટલો વખત રહેવું છે? પંખીઓનો મેળો છે, હમણાં છૂટા પડી જઈશું.” આવો તાત્વિક ઉપદેશ પછી ઘણું મોટેથી સાંભળવામાં આવે છે, પણ તેટલામાં તે એ ઉપદેશને ન ગણકારે તેવી મહિષાસુર કાં તો બેઠક માટે કાં તો એક બીજાને હળી જવા માટે, કાં તે આઘોપાછો સામાન મૂકવા માટે લડવા ઊભા થાય છે. ગુજરાતના ભાગમાંથી રેલવે પસાર થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25