________________ મારે પંજાબને પ્રવાસ [૨૨પ અને ખ્રિસ્તી પંથના લેક પૂરતા જ વિદ્યા અને ધર્મના અખાડાઓ હતા. આજે એમાં દૃષ્ટિકોણ બદલાયો છે. અમુક વર્ગ સાંપ્રદાયિક કે ધાર્મિક કલહમાં જરા પણ નથી માનતે. ઊલટું એમ માને છે કે રાષ્ટ્રકાર્ય સામે સંપ્રદાય, ધર્મ અને જાતિભેદને અભરાઈ પર મૂક્વા જોઈએ. આર્ય સમાજની પહેલાં જેવી ઉગ્રતા નથી રહી. મુસલમાન સાથે તેઓનું વૈમનસ્ય વધ્યું છે, પણ સનાતનીઓ સાથે ઘટયું છે. પહેલાં જે શિક્ષિત તરુણોનું અને ઘણે સ્થળે તો કોલેજિયન યુવકેનું ધ્યાન સાંપ્રદાયિક ભાવ તરફ હતું તે આજે માત્ર રાષ્ટ્રીય ભાવ તરફ વળ્યું છે. સાદાઈ અને ખાદીનું તત્વ પ્રમાણમાં થોડું છતાં મજબૂત રીતે પંજાબમાં પણ દાખલ થયું છે. કેટલાક શિક્ષિત યુવક છેડામાં થડે પગાર લઈ ખાદી–ઉત્પત્તિ અને ખાદી–પ્રચારનું કામ કરી રહેલા જોવામાં આવે છે. ધાર્મિક કલહે પંજાબની પ્રકૃતિમાંથી સહેજે ભૂલાવા કઠણ છે, છતાં તેની પ્રતિષ્ઠા તો બહુ જ ઓછી થઈ ગઈ છે. હવે સમાપ્તિમાં એ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ટૂંક વખતમાં ધૂળ અવેલેન કે નિરીક્ષણ ઉપરથી બાંધેલા અભિપ્રાયો કાંઈ છેવટના જ હોય એમ ન કહી શકાય. વધારે અનુભવ અને વધારે માહિતી મળતાં ઘણું ઊલટું પણ દેખાય; છતાં મારે સ્વપ અનુભવ આગળ કોઈને આ દિશામાં પ્રેરવા સહાયક થશે તો આ કથન માત્ર પ્રતીકનું સ્થાન નહિ રહે. –પ્રસ્થાન, પુત્ર 2, અં 4, 5, પુ 3, અંક 1, 2. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org