Book Title: Maro Punjabno Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249302/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મારા પંજાબના પ્રવાસ [3] ઉનાળાની આ રજા પજાબમાં ગાળવાના પ્રસંગ આવ્યે . તેથી મારી ઉત્સુકતા અને આનવૃત્તિ ખૂબ વધ્યાં. પંજાબને આ પ્રવાસ ચાથી વખતના હતા. પહેલાં ત્રણ વાર હું ત્યાં ગયેલા પણ તે વખતે તેટલા દૃષ્ટિઉન્મેષ ન હતા. આ વખતના પ્રવાસમાં મારાં ખાસ ત્રણ દષ્ટિબિંદુ હતાં: (૧) પ્રાંતિક વિશેષતા નિહાળવાનુ'; (૨) આર્ય લોકેાની પ્રથમ આવી વસવાટ કરવાની ભૂમિ તરીકે તેની વિશેષતા જોવાનુ: અને (૩) અસહયાગ પહેલાંની અને ત્યાર પછીની તે ભૂમિની સ્થિતિ અવલાકવાનુ મારો છા આખા પંજાબમાં ફરવાની ન હતી, પણુ ગુજરાનવાલા, અમૃતસર્વગેરે જેવાં ખાસ સ્થળેા જ નિહાળવાની હતી. પંજાબના હત્યાકાંડ વખતે ત્યાંની ખરી હકીકત મેળવવા નિમાયેલી તપાસમિતિ તરફથી જે રિપેટ બહાર પડ્યો છે તેના વાચકે ને ગુજરાનવાલા સ્મરણેામાં હાવું જ જોઈએ. અમૃતસર તે જગજાણીતું છે. પહેલાં હું ગુજરાનવાલાની વાત કહી દઉં. ગુજરાનવાલા અમદાવાદથી તા. ૪ એપ્રિલે અપેારે કાસ્ટમાં નીકળી દિલ્હી અને લાહોર થઈ તા. ૬ એ ગુજરાનવાલા પહોંચ્યા. આ શહેરની વસ્તી લગભગ સાઠ હજારની હશે. પત્નબ પેાતાનાં સુંદર હવાપાણી માટે પ્રસિદ્ધ છે; અને તેની સરસ આબોહવા માટે જે કેટલાંક ખાસ સ્થળેા પ્રસિદ્ધ છે તેમાં ગુજરાનવાલા પણ એક ગણાય છે. જેમ ત્યાંનું પાણી પાષક અને પાચક છે તેમ ત્યાં પાણીની છૂટ પણ ખૂબ જ છે. લગભગ દરેક ઘરે અને દરેક સ્થળે જમીનમાંથી સીધા પપ મૂઢેલા હોય છે. ત્યાં જમીનમાં પાણી દાઢ એ હાથ ભાગ્યે જ ઊંડુ હશે. આથી ગમે ત્યાં બેસી પપ ચલાવીએ કે ધાધમાર પાણી આવ્યે જ જાય. આખા શહેરમાં આ પપની પદ્ધતિને લીધે નળની વ્યવસ્થા દાખલ થઈ નથી. જ્યારે પીવાનું કે નાહવાનું મન થાય ત્યારે સીધુ. જમીનમાંથી પાણી Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] દેશન અને ચિંતન કાઢી લેવાનું; એટલે એ જેટલું તાજું તેટલું જ ઠંડું. સ્નાન કરનારને ખાસ કરીને ગુજરાતીને—પહેલાં તે પાણી હિમ જેવું ઠંડું લાગે ને ગભરાવી-થથરાવી મૂકે, પણ એકવાર તે થેાડી ડેલ પેાતાના શરીર પર જીવ માટ કરી રેડી દે કે પછી પપ નીચેથી ઊડવાનું મન જ ન થાય; એટલી આ પાણીની બલપ્રતા અને તાજાપણાની શક્તિ. કેટલાંક વર્ષ અગાઉ જમીનમાં પાણી આટલું... ઉપર ન હતું, પણ જ્યારથી ત્યાં નહેર આવી ત્યારથી પાણી વધ્યું. એ નહેર સતલજ નદીમાંથી લેવામાં આવી છે. ત્યાંની નહેર ગુજરાતની એક મેટી નદી સાથે સરખાવી શકાય. તે નહેરના પુત્ર લગભગ ૧૧૦ કામ જેટલે લાંબો છે, અને તેટલા પહોળા પટમાં ખૂબ ઊંડુ પાણી વહ્યા કરે છે. એ નહેરથી ત્યાં લાભ થયેા છે તેમ જ હાનિ પણ થઈ છે. ણેખરે સ્થળે પાકમાં વધારા થયા છે, પણ પાણીના સ્મૃતિ વહેણને લીધે આજુબાજુનાં કેટલાંક ગામેનાં ખેતરની ફળદ્રુપતા એછી થઈ છે અને ક્વચિત ચિત નાશ પણ પામી છે. જમીનના ક્ષાર ભાગ ઉપર આવી જવાથી જ્યાં પાણી પડયુ હોય ત્યાં તે જલદી સૂકાતુ નથી; તેથી ખેતી કરવામાં પણ ઘણી અડચણ આવે છે. જમીનમાં પાણી બહુ ઉપર આવી જવાથી મકાનેાની સ્થિરતાને ધક્કો લાગ્યા છે અને ખુદ ગુજરાનવાલામાં ઘણાં પાકાં અને મજબૂત મકાને એ જ કારણથી માં તા જમીનદોસ્ત થયાં છે કે કાં તે ફાટી ગયાં છે. નવી ઇમારતે બધાવવા ઇચ્છનાર કેટલાક દી દર્શીએ આ કારણથી હાલ તા વિચારમાં પડી ગયા છે. ત્યાંની ખાસ નીપજ ઘઉં, ચણા, અડદ અને ચોખાની છે. શ્વાસ પણ પુષ્કળ થાય છે. પહેલી ત્રણ ચીજો તે ત્યાંના લેાકા ખાસ વાપરે છે. ચોખા ખાવાનો રિવાજ ત્યાં નામ માત્રના છે. સારા શ્રીમંત ગૃહસ્થને ત્યાં ચાખા વારતહેવારે જ ર્ધાય. આ ચૈાખા બહુ સારા અને કિંમતી હોય. છે. આપણા અમદાવાદની બજારમાં મળતા ખાસમતી અને વાંસીના ચાખા તે જ આ ચેાખા, સારામાં સારા ચેખાની કિંમત ત્યાં જ આપણા મણના દશ રૂપિયા પડે છે. ત્યાંના લોકોને પૂછીએ કે ‘ તમે ભાત કેમ ખાતા નથી? ત્યારે જવાબમાં હસીને કહેઃ ! એ તમને ભાતખાઉ પેચા ગુજરાતીઓને સાંધ્યું. અમારાં આ હુડ એથી કાંઈ થોડાં જ ભરાય ? ’ ત્યાંના લોકાના મુખ્ય ખારાક ઘઉં અને અડદ છે. ત્યાં અડદને એટલે Page #3 -------------------------------------------------------------------------- ________________ માપ જાઅને પ્રયાસ [ ૨૦૩ બધા વપરાશ છે કે તુવરને લાકેા ઓળખતા જ નથી એમ કહું તે ખાટુ નથી, આ વાત એક રસિક હકીક્તથી સ્પષ્ટ કરી દઉં. t હું જ્યારે અમદાવાદથી નીકળવાના હતા ત્યારે ગુજરાનવાલામાં વસતા. મારા એક ગુજરાતી મિત્રે એ ચીજ સાથે લાવવા તાર કર્યાં. આ મિત્ર ગુજરાતી હોઈ તુવરની દાળ અને કાકમને અભાવે તેમ જ અડદની દાળના હંમેશના વપરાશથી ખૂબ કંટાળ્યા હતા. તેમનાં શિક્ષિત પત્ની તે તુવરની દાળને સ્વપ્નમાં પણ ઝંખતાં. એટલે તેઓએ મારા ઉપર તાર મુકાબ્યા : ‘ તુવર્ અને કાકન લેતા આવશે.' પણ્ તારમાસ્તર પાખી હોવાથી તુવર અને કાકન એ શું તે તે જાણતા ન હતા. તેથી તેણે તારમાં લખ્યું : સુવર અને કાકેન લેતા આવશે.' આ તાર વાંચી હું તે સમજી ગયે કે તારમાસ્તરની ભૂલ છે—ભૂલ શાની, સમજફેર છે——કારણ, હુ જાણુતા હતા કે તાર કરનાર વ્યક્તિ ગુજરાતી હોઈ જરૂર અડદથી કંટાળ્યા હરશે. એટલે તુવર નામ ભલેને તારમાસ્તરથી અજાણ્યું હોય પણ સુવરથી તે તે જરાએ અરિચત ન જ હોય. ત્યાં તો ગાળ જ · સાલે મુવર’ની હોય છે; અને સુવાની સંખ્યા પણ ત્યાં સારી છે. હિંદુ માંસભક્ષી હોય. તે સુવરનું માંસ તેણે ચાખેલુ પણ હોય. વળી પંજાબમાં ખટાશ આમચૂરની વપરાય છે, એટલે કાક્રમ એવું તેા નામ જ નથી. માસ્તર કાકેનને તે જાણે, કારણ કે એક ફી ચીજ તરીકે પોતાના અભ્યાસમાં તે આવ્યુ જ હોય. આ કારણથી તુવર અને કાષ્ઠમને બદલે સુવર અને કાકેનનેા તાર થયેલા.. ' અસ્તુ. આપણે ત્યાં અદ જેટલા ભારે ગણાય છે તેટલા જ તે પંજાબમાં હલકા ગણાય છે. આ ત્યાંના પાણીના પ્રભાવ. ત્યાં એટલા બધા પાર્ક છે કે તેના શ્રેષ્ટ ખારાકને લીધે ત્યાંના ધોડા મજબૂત રહે છે. હું ત્યાં હતા ત્યારે ચણાના છેડવા પાકેલ દાણાના ઘાસની માફક વેચાતા અને તે જ ખરીદી લાકા ધાડાને નીરતા. ચણા ખૂબ જ પશુઓ પ્રમાણમાં ઘણાં છે અને પુષ્ટ પણ છે. ગાયાની સખ્યા ઓછી. છે એટલે તેને અવેજ વાળવા હોય તેમ ભેસેની સંખ્યા ખૂબ જ છે.. મારી મુસાફરી દરમ્યાન એવી એક પણ ભેંસ કે ખીજુ` àાર માલૂમ નં. પપ્પુ' કે જેનાં હાડકાં અહીંની માફક દેખાતાં હોય. દૂધ પણ તેટલું જ ઘટ્ટ અને સ્વાદિષ્ટ. જો કે અહીંની જેમ માથુ ત છે જ છ્તાં ત્યાં ગમે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દર્શન અને ચિ તન ત્યારે અને ગમે ત્યાં ચેખ્ખુ મળી શકે છે. સરેટના બેગની તે શંકા જ નથી. પશુઓની પુષ્ટિ બાબતમાં એક જ વાત કહેવી ખસ થશે કે ત્યાંની બકરીઓ લગભગ અહીં'ની નાનકડી ગાય જેવી હોય છે. શરૂઆતમાં જોનારને આ બકરી છે એવું ભાન પણ ન થાય. ખારાકની બાબતમાં ત્યાંની રીત બહુ જુદી છે. તેઓ ટી અને ાળ ખાય છે. રેાટી ખાસ કરી તંદુરની રાટી કહેવાય છે. તંદુર એ એક લંબચેારસ પેટી જેવા ચૂલા હોય છે જેમાં સખત ભા। સળગે ત્યારે તેની ચારે બાજુની બીતા ઉપર એકીસાથે પચીસ પચાસ રેટીઓ મૂકવામાં આવે છે અને તેને પાકતાં પુરી પાંચ મિનિટ પણ નથી લાગતી. એક સાથે પચીસ જણુ જમવા એડા હોય તેા એક જ રસાયે! દરેકને ગરમ રોટી પૂરી પાડી શકે છે. આ રાટીમાં જરાપણ માણુ હોતુ નથી, છતાં તે ત્યાં હલકા ખારાક જ ગણાય છે. બજારમાં અનેક દુકાનો આ રોટીઓની હોય છે. ત્યાં ગમે ત્યારે, જોઈ એ તેટલી શકી અને દાળ તાજા મળી શકે છે. ભાવ પણુ સસ્તા. આ સગવડથી ઘણાંખરાં કુટુંબે રાંધવાની ખટપટ કરતાં નથી અને યુરોપની પેઠે તેમને ઘેર દુકાનેથી ખાણાં આવે છે, અને ઘણા દુકાને જઈ ને જ ખાઈ આવે છે. સેવાના મુલક અઘાનિસ્તાન નજીક હોવાથી ત્યાં મેવા પુષ્કળ આવે છે, પણ પ્રમાણમાં જેટલા સાંધા અને ઉત્તમ મળવા જોઈ એ તેટલા મળતા નથી. તેનુ કારણ એ છે કે તેનું નૈવેદ્ય પહેલુ' રાજકર્તાઓને ધરાય છે. ત્યાંના પહેરવેશ ખાસ જુદા છે. સ્ત્રીઓ પાયામા પહેરે છે. કેટલીક સ્ત્રીઓ પાયજામા ઉપર ખૂલતા લેધો પહેરે છે, અને તે ઉપર અહીંના મુસલમાનની પેઠે એક લાંબું પહેરણ અને ઉપર ચારસા જેવુ ઓઢે છે. પુષ! પણ માર્ટ ભાગે પાયજામા પહેરે છે. ગરમ કપડુ−ખાસ કરી કાશ્મીરી કિમતી કપડુ–વધારે વપરાય છે. આનું કારણ કાશ્મીરનું નજીકપણુ અને ઠંડીની સખ્તાઈ છે. ત્યાં ટાટ એટલી બધી પડે છે કે મારા ગુજરાતી મિત્રનાં પત્ની તે જ કારણે ત્યાંના વસવાટથી કંટાળી જ ગયાં લાગતાં હતાં. ગરમી પણ એટલી જ સખત પડે છે. આટલી ગરમી અને શરદી છતાં ત્યાંના લોકા ખૂબ નીરોગી અને પુષ્ટ છે. ત્યાં ઊઁકટરો અને વૈદ્યોની સંખ્યા પ્રમાણમાં બહુ જ થાડી છે. અમદાવાદની જેમ જ્યાં જુએ ત્યાં વા વેચનારા નથી દેખાતા. ઊલટુ' જેને મળે! તે મજબૂત, હસતા અને ખુમિજાજી દેખાય Page #5 -------------------------------------------------------------------------- ________________ મારા ધજાબના પ્રવાસ [૨૦૧ છે. ત્યાંના બાળકામાં કાંઈક એવું સૌ છે જે અહીં રહેનારાને ન જ સમાય. ત્યાંની બનાવટમાં ત્રાંબા-પિત્તળનાં વાસણે ખાસ ગણાવવા જેવાં છે. તેની ધાતુ ઉત્તમ, આકાર સુંદર અને મજબૂતાઈ તથા નશાને લીધે તે કિંમતી હોય છે. પણ ત્યાંની એક પ્રથાથી અમને અહુ જુગુપ્સા થઈ. ત્યાં વેશ્યાની સંખ્યા, બહુ જ વિષમ છે. દરેક ખાણાની દુકાન ઉપર અથવા પાસે એક વૈશ્યાની. દુકાન પણ હોય છે. ત્યાંના લોકાની પ્રકૃતિ સરળ તો ખરી જ, પણ તેટલી જ ખતાંધ અને જડ. આ કારણથી તેઓમાં ધાર્મિક ઝનુન તીત્ર છે. હિંદુએટ અને મુસલમાન વચ્ચે જ વિખવાદ છે એમ નહિ, પણ સનાતની અને આસમા”, સનાતની અને જૈન, આર્યસમાજી અને જૈન, જૈતામાં પણ સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક, શાખા અને ઔા સંપ્રદાયે એ બધા વચ્ચે ધાર્મિક વાદવિવાદો અને ઝધડાઓ બારે માસ ચાલ્યા જ કરે છે. લગભગ ૧૭ વરસ પહેલાં સનાતન અને જૈન સંપ્રદાય વચ્ચે એક મહાન શાસ્ત્રાર્થ થયા હતા. તે વખતે એક મારા ખાસ મિત્ર જૈન સમાજ તરફથી ગયેલા અને સનાતન સમાજ તરફથી તે સમાજના અતિ પ્રસિદ્ધ પતિ ભીમસેન, જ્વાલાપ્રસાદ અને ગોકુલચંદ્ર દિવસના સે। સે। અને પાણાસા પાણાસાની ફીએ ગયેલા. આ શાખા નિમિત્તે એક માસ સુધી ઝધડે ચાલેલા. આવા ઝધડા માટે ત્યાં બ્રહ્મ અખાડા નામનું સ્થાન છે. તે સ્થાન જોવાની મારી ઉત્કટ ઇચ્છા હતી. રાત્રે નવ વાગે ગયા ત્યારે એક સનાતની પંડિત ખીન્ન સંપ્રદાયોનું ખંડન કરવા ભાષણ આપતા હતા. શ્રાદ્ધ પિતૃઓને મળે છે, તીર્થાં ખાટાં નથી, જાતિભેદ ખરે છે વગેરે માત્ર પારલૌકિક વિષયે ઉપર જ તે ખેલતા હતા. અને એ પચીસ પચાસ શ્રોતાએને આગ્રહપૂર્વક કહેતા હતા કે મારા પછી ખેલવા ઊઠનાર દરેક બ્રહ્મચારી-વિદ્યાર્થી સંસ્કૃતમાં જ મેલરી. તમે તેઓને સાંભળી તેના સંસ્કૃત જ્ઞાન વિશે જાણા એમ હું ઇચ્છું છું. આ શ્રોતાઓમાં કાઈ સંસ્કૃત જાણુતા હાય એમ મને લાગતું નહેતુ. અલબત્ત, સત્કૃત અભ્યાસની આટલી બધી મહત્તા અને સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનનું આટલું બધું ગૌરવ જે આજકાલ પંજાબમાં દેખાય છે તેનું માન સ્વામી ધ્યાનંદ અને આર્ય સમાજને ધરે છે; પણ સાથે સાથે જે ત્યાં વાદવિવાદની ઘેલછા જાગેલી જોવાય છે તેનુ માન પણ તેને જ ધરે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ **] દર્શન અને ચિતન ત્યાં બજારને મડી કહે છે અને તેમાં અનાજની મડીએ ખૂબ મોટી છે, ગુજરાત અને કાફિયાવાડના અનેક માણસે એ મડીએમાં દેખાય છે. તેઓ લાખાના ધંધા કરે છે. લીબડીના એક વેપારી જૈન ગૃહસ્થને મેં પૂછ્યું કે પંજાબમાં તમને કેવું માફક આવે છે. તેઓએ કહ્યું કે આ દેશમાં અમારે ખાસ રહેવાનું કે ખાવાપીવાનું ઠેકાણું-ઘર જેવુ નથી. જંગલ જેવા સ્થાનમાં બારે માસ વા–વરાળિયા ચાલતા હૈાય ત્યાં ઝૂંપડાં આંધી ઘણી વાર તે બચ્ચે ચારચાર વિસ માત્ર ચણા ખાઈ રહીએ છીએ, છતાં આરોગ્ય ઘણું સારું રહે છે. પંજાબમાં આવ્યા પછી કાઠિયાવાડનું એકવડિયું શરીર બદલાઈ ગયું છે અને પેદાશ પણ સારી છે. હું હતા તે દરમિયાન જૈન સમાજમાં એ ત્રણ મરણ થયેલાં. તે બાબત પૂછ્તાં જણાયું કે ત્યાં મરણ થયા પછી અમુક જાતને ઉત્સવ મનાવવાની રીત છે. જો વૃનું મરણુ હોય તે મરનારના કુટુંબની સ્ત્રીએ! ખાસ કપડાં પહેરે છે અને ગુલાલ ઉડાડે છે. રાવા-પીટવાની ત્યાં રીત નથી. પંજાબમાં વર્ણભેદ નહિ જેવા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વચ્ચે તે ખાવાપીવાના વ્યવહારમાં ભેદ નથી જ એમ કહીએ તેા ચાલે. આ રસાયે બ્રાહ્મણ હોય અને પીરસનાર બીજા વર્ણના હોય તેા કાઈ ને વાંધા ગણાતા નથી. ચોખ્ખાઈ ત્યાં નથી એમ કહેવુ જોઈએ. સયુક્ત પ્રાંત, બિહાર, બંગાળ, અને દક્ષિણ કરતાં ગુજરાતમાં અસ્વચ્છતા હોવાની ફરિયાદ સભળાય છે. પણ પુજાબ તે સૌને આંટે એવું છે. જ્યાં બેસે ત્યાં જ થૂકે, -ગમે તેવી જમીન ઉપર ખાવાનુ મૂકીને ખાય અને હેઠે પડી ગયેલું લઈ ને ખાવામાં બિલકુલ સકાય નહિ, જે ધનવાનોને ત્યાં ચાંદીનાં વાસણા હતાં તેને ત્યાં પણ અસ્વચ્છતા પૂરી જેવામાં આવી. ભીતા ઉપર દીવેલના લપેડા અને રેલા, વાસણા જમીને મૂકી દેવાનાં, ઊટકનાર ગમે તેવાં ઊટકે, બિહાર, સંયુક્ત પ્રાંત વગેરેમાં મચ્છીમાર જેવી હલકી વર્ણ પેાતાનાં વાસણે ડાઘા વિનાનાં રાખે છે. ડાઘાવાળા ઝામને એઠું સમજી ત્યાં તેએ ખાવાનું નહિ લે. પણ અહીં તે! એ સંબધી કી સૂગ જ નથી. છાશ દહીંની વાપર બહુ છે. હંમેશાં નાહતી વખતે એટલું બધું અને એવું સારું દહીં આવે કે મારા જેવાની તે તેને સ્નાનમાં વાપરવાની હિંમત જ ન ચાલે. છાશ કચ્છના જેવી જાડી, મેળી અને તાજી મળે છે. ભોજન પછી છાશ પીવાને ત્યાં બહુ જ રિવાજ છે, છાશને તેઓ લસી કહે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ મા પંજાબને પ્રવાસ [ ર૦૭ રઈ પકવવા વગેરેનું કામ ચૂલા ઉપર થાય છે. અહીંની પેઠે ત્યાં આવીને ઉપયોગ થતો નથી. ત્યાંના દૂધમાં, ત્યાંની રસોઈમાં કાંઈક ઓર જ મીઠાશ આવે છે. અમૃતસર ગુજરાનવાલામાં ૧૧ દિવસ રહીને અમે અમૃતસર આવ્યા. અમૃતસરની બજારે ને શેરીએ ગુજરાનવાલા કરતાં બહુ જ ચાખી હતી. અહીંનું પ્રથમ જોવા જેવું સ્થાન શીખેનું સુવર્ણ મંદિર હતું. એ મંદિરની ભવ્યતા જાણીતી છે. મંદિર વિશાળ, સેનાથી જડેલું અને તળાવની વચ્ચે શહેરના મધ્યભાગમાં છે. આ તળાવનું પાણી અમુક દિવસ પછી કાઢી નાખી બીજું તાજું પાણી ભરવામાં આવે છે. મંદિરમાં શીખેને ગ્રંથ સાહેબ એ જ પ્રધાન પૂજ્ય વસ્તુ છે. ગ્રંથસાહેબની ચોમેર ભક્ત સ્ત્રી-પુરુષોનું એક મોટું મંડળ સતત વીંટળાયેલું હોય જ અને ખૂબ જ ગાનવાદન ચાલતું હોય. હાર નિયમે તો ત્યાં પણ જૈન મંદિરની પેઠે એટલે બધે પગપેસારો કર્યો છે કે આપણા પ્રાચીન સુંદર અને ઉરસાદી વાદ્યોને સ્થાન રહ્યું નથી. નવાં વાદ્યોની પેઠે ગાને પણ એવાં ક્ષુદ્ર થઈ ગયાં છે કે પંજાબની એ પ્રાચીન કઠેકળા અને હદય-બળ આજે વિરલ જ છે. મંદિરના ચેકમાં હલવા (શીરા) ની પ્રસાદી ચાખી બહાર નીકળ્યા. ડા દિવસ પહેલાં શીખો અને વૈષ્ણવ વચ્ચે ધાર્મિક ખેંચતાણ થયેલી. કેટલાક વૈષ્ણવોને શીખ મંદિરમાં જતા સાંભળી તેઓને વૈષ્ણવ ધર્માચાર્યોએ ઉશ્કેર્યા. પરિણામે એ સુવર્ણ મંદિર જેવું બીજું વૈષ્ણવે સુવર્ણ મંદિર બંધાયું. આ મંદિર “દૂરગ્યાના” સ્થાન ઉપર શહેરના બહારના ભાગમાં આવેલું છે. આ મંદિર સ્પર્ધાજનિત હોઈ તેમાં સોનું વાપરવામાં આવ્યું છે. મંદિરની રચના, તેનું પ્રમાણ એ બધું શીખમંદિર જેવું જ છે. તળાવ પણ તેવું જ, બલકે વધારે વિશાળ છે. એક તરફના ભાગની લંબાઈ ૨૫૦ કદમથી વધારે છે. શીખમંદિર કરતાં આ મંદિરની વિશેષતા અને એ જણાઈ કે અહીં લંગરશ્રી છે. લંગરશ્રી એટલે ભેજનગૃહ. તેમાં વિદ્યાર્થીઓ, પંડિતો કે સાધુ-સંતોને ખાવાપીવાની સગવડ છે. સાથે એક સંસ્કૃત પાઠશાળા પણ છે. આ મંદિરનું ઉત્થાપન મારા ગયા પહેલાં ઘડા દિવસ અગાઉ જ પંડિત માલવિયાએ કરેલું. જે કે અમૃતસરમાં જનારને એકને બદલે બે મંદિર જેવાનાં થયાં એ આનંદની વાત છે, પણ આ મંદિરમૃષ્ટિ ધાર્મિક ઝનૂનમાંથી ઉત્પન્ન થયેલી હોવાને લીધે તેટલી જ દુઃખકારક છે. અમૃતસરમાં મારે એક પંડિતની Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૯] દૃન અને ચિ'તન મુલાકાત કરવાની હતી. અલબત્ત, એ પતિ બહુ સારા વિદ્રાન છે પણ તે વામમાગી અને પેાતાના સિદ્ધાન્ત વિશે તેટલા જ પાકા અને નિશ્ચિત છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માંસ અને મદ્ય વેદમાં ન હોવાનું કહેવું એ વેદ અને સનાતન ધર્મનું તદ્દન અજ્ઞાન સૂચવે છે. અલબત્ત, અમૃતસરમાં સંસ્કૃત વિદ્યાનો કઈક સારું પ્રચાર કહેવાય. જો કે આજકાલના શિક્ષણમાં વતાપયાગી તત્ત્વ અને ઉપયેાગીતાવાદને સ્થાન નથી. શિક્ષણ માત્ર મૌખિક અને મુખ્ય ભાગે વિવાદની દિશામાં પ્રેરનારુ હાય છે, છતાં વિદ્યાર્થીઓ અને પડતાની સંખ્યા સારી છે. શીખેાની વતી અહીં ખૂબ હોય એ સ્વાભાવિક છે; કારણ કે એ શીખોનું મુખ્ય ધામ છે. ગમે તેવા શીખ અહી સરદાર જ કહેવાય છે. અને ‘સરદાર’સએધન રસ્તામાં ઘણીવાર સંભળાય છે. અહી પણ કદાવર અને બળવાન શરીર જેવા મળે છે. મારા ઉતારાની નજીકમાં એક સાધુમાગી ઓના ઉપાશ્રમ હતા. તેને ચેાથે માળે સાધુઓ રહેતા. ત્યાં લગભગ પાણાસા વરસના એક વૃદ્ધ તપસ્વી સાધુ હતા. મેં તેઓને કેટલાક પ્રશ્નો કર્યા. તેના ઉત્તરમાં સત્ય કરતાં સાંપ્રદાન યિકતા અને સમભાવ કરતાં ઝનૂન વિશેષ હતાં. એ પ ંજાખી પ્રકૃતિનું પ્રતિબિંબ મને ત્યાં પણ જણાયું મિનાલી અને ખડાદ અમૃતસરથી સહરાનપુર થઈ મેરડ જિલ્લાના એક બિનેલી ગામમાં જવાનું હતું. ત્યાં જતાં ખાસ વિશેષતા ફળની અને સ્થળાની અનુભવાઈ. ફ્ળમાં ખાસ કરીને લુકાટ હતાં. આ ફળ મેટા ભેર જેવુ હોય છે અને ગરમીમાં થાય છે, તે ખટુમધુરું, સ્વાદિષ્ટ તથા પુષ્ટિકારક હોય છે. એ ફળા ત્યાં એટલાં બધાં પાર્ક છે કે આ તરફ જેમ નાગપુરી સતરાં પ્રસિદ્ધ છે તેમ ત્યાં સહરાનપુરી લુકાત પ્રસિદ્ધ છે. શેરડી પણ તેટલી જ થાય છે. ઘણાં વર્ષો પહેલાં એકવાર મારા મિત્રે મને કહેલું કે સહરાનપુરનું બજાર કાળા રંગનુ છે. કારણ, ત્યાં શેરડીને લીધે ચેામેર નાખીએ. વાયેલી હોય છે. મા ઉપરાંત આંબાના પાક પણ પુષ્કળ છે. આ પ્રદેશ ગગાયમુનાની મુષ્યના છે. ત્યાં જ્યાં જુએ ત્યાં નહેર માલૂમ પડે છે. નહેરા હેવાને લીધે વરસાદની ખાસ જરૂર રહેતી નથી. અનેક જાતની પેદાશ છતાં ત્યાંના લેાકેામાં કંગાલિયત તેટલી જ છે. અંદરોઅંદર લડવાનું, કોર્ટે ચડવાનું, Page #9 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૨૯ અને દારૂ વગેરે કેફી ચીજે પીવાનું પરિણામ શિક્ષણ સાથે જ વધ્યું છે અને વધતું જાય છે. ત્યાં જાટની પુષ્કળ વસ્તી છે, પણ તેઓ કાઠિયાવાડના ગિરાસદારની પેઠે વ્યસનમાં અને કોર્ટમાં ખુવાર થઈ ગયા છે, અમે બડેદ સ્ટેશને ઊતર્યા. બડેદ એ એક કસબ છે. ત્યાં પ્રમાણમાં જેની વસ્તી સારી છે. ત્યાંના કોઈ પણ જૈનો જ છે. તેમાંયે દિગંબર સંપ્રદાય મટે છે. એ લેકેની એક હાઈસ્કૂલ ચાલે છે. બડેદની ભાગળમાં થઈ બિલી જવા નીકળ્યા ત્યારે એક બાજુ એ હાઈસ્કૂલના મેદાનમાં વિદ્યાથીઓનું સંગીત દૂરથી સંભળાયું. એ સંગીતની ઢબ ઉપરથી જ એ દિગંબરની કોઈ સંસ્થા હોવાનું મેં કપેલું. જે પાછળથી સાચું પડયું. એ વખતે ત્યાં કોઈ ઉત્સવ ઊજવાતો હતો. એ હાઈસ્કૂલ ત્યાંને એક જમીનદાર દિગંબર ગૃહસ્થ ચલાવે છે. થોડીક સરકારી ગ્રાન્ટ બાદ કરતાં બાકીનો બધો ખર્ચ તે જ પૂરો પાડે છે. એને જ અંગે એક ઐડિગ પણ છે, જેમાં માત્ર જૈન વિદ્યાથી એ જ રહે છે. વિલાસ માટે વાનપ્રસ્થ એક તરફ વિદ્યાપ્રેમી ગૃહસ્થની સન્માર્ગે ઉદારતા અને બીજી તરફ વિલાસવી જમીનદારને દુર્બસનોની પાછળ સર્વસ્વ ત્યાગ એ બને મને એક જ સાથે આ પ્રવાસમાં અનુભવાયાં. એક મોટી આવકવાળા દિગંબર જમીનદાર જેને બાળબચ્ચાં નથી અને ધારે તે બે ત્રણ હાઈસ્કૂલે સ્વતંત્ર ચલાવી શકે તેને પણ તે તરફ જ જે. એનું કામ નવી નવી તરુણીઓ શોધવાનું અને તેને અંગે આવશ્યક વ્યસનો કે ખટપટ સેવવાનું સાંભળ્યું ત્યારે જાતિ અને ધર્મમાં દાખલ થયેલ વિષનું ખરું ભાન થયું. લગભગ વીસ વર્ષ પહેલાં આરા શહેર (બિહાર) ગયેલો ત્યારે એક સંસ્કૃત વિદ્યાના અભ્યાસી દિગંબર વિદ્યાથીને મિત્રભાવે પરિચય થયેલો. એ વ્યક્તિ એક મોટા જમીનદારો પુત્ર છે. તેણે કઈ વાર પિતાના વતનમાં આવવા મને કહેલું. અચાનક મેરઠ જિલ્લા તરફ આવવાનું બનવાથી, એવી ધનાઢયા સ્થિતિમાં પણ ખાસ કરીને તેના સંસ્કૃત વિદાના રસને લીધે મળવાનું મન થયું. પણ પૂછપરછ કરતાં તેની વિષમ સ્થિતિ કાને પડી. આજે તો એણે સંસ્કૃત વિદ્યાનાં પિથાં ફેંકી દીધાં છે, બીજાં પણ સામાજિક કે ધાર્મિક કામોથી વાનપ્રસ્થ મેળવ્યું છે, અને હવે તો તેમણે વિલાસ માટે જ સંન્યાસ લીધો હૈઈ બધી સંપત્તિ બરબાદ કરવા માંડી છે. આ વ્યક્તિ ૧૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] ક્રેન અને ચિ’તન સાહસપુરને એક જમીનદાર છે. આ બધી સ્થિતિ સાંભળતાં અને જોતાં દેશની દશા ઉપર અનેક વિચાર આવ્યા. દેશની ગરીબી તા એવી કે ઘણાકને એ વાર ખાવા પણ ન મળે. એટલું જ નહિ, પણ એક વાર પૂરું પેટ ન ભરી શકનાર કાડે છે. બીજી બાજુ નેરાને પાન અને સીડીની પૈઠે મૂકી દેનાર વર્ગ ઊભા છે. એ વર્ગ પૈસા, લાગવગ અને સત્તાને લઈ પ્રતિષ્ઠિત ગણાય છે. રાજક્ષેત્રમાં, સમાજમાં, ધાર્મિક ક્ષેત્રમાં એની જ હાક વાગે છે. જેટલું શિક્ષણ અત્યારે મળે છે તે બધું તેને પાતાને અને તેના આશ્રિતોને માટે ઝેર રૂપે પરિણમે છે. આ રાજસત્તાના અનેક મજબૂત સ્તામાં આવે. આત્મભાન વિનાના, પીધેલા નિક વર્ગ એ એક મજબૂત સ્તંભ છે. આડત આપત આત અડાદમાં અનેક વસ્તુઓની ખાસ મડી છે. સાકર આજુબાજુથી તૈયાર થઈ પુષ્કળ આવે છે ને પરદેશ ચડે છે. પાછળથી એળખાણમાં આવેલા એક મારવાડી શિાહી સ્ટેટ તરફના વતની જૈન ગૃહસ્થે મને કહ્યું કે અહીં મારી સ્માતની દુકાન છે ને હું બાર મહિને લાખો રૂપિયાનું સાકર, ગાળ ને અનાજ પરદેશ રવાના કરું છું. સાકર અમે ખાધી, ખૂબ મીઠી. આપણા દેશમાં શેરડી, ગૈાળ અને સાકરની પેદાશનાં પૂરાં સાધ છતાં આજે પરદેશથી લાખા રૂપિયાની તેની આયાત થઈ રહી છે. તેનાં કારણા ઉપર નથી વ્યાપારીઓ વિચાર કરતા કે નથી દેશી રાજાનું ધ્યાન. ખરી રીતે આવા અનેક ઉદ્યોગે। તુરત પગભર થઈ શકે તેવી સ્થિતિ આપણા દેશના ઘણા ભાગની છે; પણ પરદેશીએ સાથે હરીફાઈમાં ટકવા માટે જે સગીન વ્યવસ્થા, શિક્ષણ, ધન અને રાજરક્ષણ જોઈએ તે નથી. આ દેશમાં વ્યાપારીએ નવીન પરિસ્થિતિમાં ટકી શકે એવું શિક્ષણુ નથી અને પૈસાપાત્ર લેાકાને પૈસાના ઉપયોગ કયાં અને ક્રમ કરવા એનુ જ્ઞાન, સાહસ, વિશ્વાસ કે ત્યાગ નથી; તેથી જ જ્યાં દેખે! ત્યાં માત્ર આડત, આડત ને આડત જ નજરે પડે છે. કથાયે મૂળ ઉત્પાદક ધંધો નથી જણાતે. પ્રવાસના વર્ણનમાં આ કથન અપ્રાસંગિક જેવું ગણવાની કાઈ ભૂલ ન કરે. મારી દિષ્ટ તે જેટલું જાણી શકાય તેટલું જાણવાની જ હતી. એટલે આ પ્રસંગે એ ન જણાવું તે ઊલટા સંકુચિતપણાના દોષ જ વહારું. અસ્તુ. Page #11 -------------------------------------------------------------------------- ________________ સારા પજાખને પ્રવાસ [ ૨૧૧ એ પ્રદેશમાં કળાની પેદાશ વિષે એટલું જ કહેવું બસ છે કે ખાસ મેાસમેામાં દાડમ, સંતરાં વગેરે માંધાં ગણાતાં જ ત્યાં તદ્દન સસ્તાં થ જાય છે અને એક મારા અનારસના પરિચિત, હમણાં દિગંબર જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષકનું કામ કરતા પંડિતે મને કહ્યું, કે હું મારે દેશ દેલખંડ છેડી અહી રહ્યો છું તેનાં ખાસ કારણેામાં ફળની સુલભતા પણ એક છે, તેથી જ હું પુષ્ટ રહું છું. જીવનમાં યોગવાસિષ્ઠ ખડેથી ચાલી નવ માઈલ ઉપર બનેલી જવાનું હતું. સામાન ત્યાં જ વિશ્વસ્ત સ્થળે રાખી ચાલ્યા. તડકા, ભૂખ અને ચાલવાના શ્રમ એ અધાં એકત્ર મળ્યાં અને અમને પાણી માટે પ્રેર્યાં. લગભગ ત્રણ માઈલ ચાલ્યા હઈશું ત્યાં એક વિસામા આવ્યો. એક કૂવા, ઉપર દેરડીવાળી ડોલ, પાસે બગીચા, આંબાનાં ઝાડા અને એક કુટિરમાં ખાવા. પાણી પીધા પહેલાં સુગંધથી લલચાઈ ગભરામણું દૂર કરવા ગુલાબના ફૂલ તરફ ધ્યાન ગયું. ભાણુ–ન માગું એ વિકલ્પમાંથી પસાર થઈ છેવટે આવાજી પાસે એક માત્ર ફૂલ માગ્યુ. કાં તે ધમકી કે ચીપિયા ઉગામવાના ભય અને કાં તા એ ખાવાની સહજ પ્રસન્નતા ! એમણે કહ્યું: ‘ આખા બગીચા તમારા જ છે ને ? પ્રભુએ આ સૃષ્ટિ સૌના સુખ માટે સર્જી છે. ફૂલ શું, જે જોઈએ તે લે. ખરેખર, બાવાજીના આ હાર્દિક ઉદ્ગારથી જે થાક દૂર થયા તે ગુલાબના ફૂલોથી કે ખીજી વસ્તુઓથી કદી જ દૂર ન થાત. અર્અસ્તાનનું આતિથ્ય વખણાય છે, પણ અનુભવ્યું નથી. કાઠિયાવાડના અને ખીજા ભાગાના આતિથ્યના અનુભવ છે, પણ ખાવના એ ઔદાયે તે અમને જુના ભારતના આતિથ્ય અને સહજ સરલપણાની યાદ આપી. આવાજીની પાસે યોગવાસિષ્ઠનું પુસ્તક પાળ્યુ' હતું. પ્રેસના ભૂતને પ્રતાપે એવાં ધર્મ પુસ્તકાની પહેાંચ તે આજે ઘરેઘરે છે. એ પુસ્તકા ઉપર આઇવિકા કરતા હજારો આવા, બ્રાહ્મણ અને ખીજા ધર્મગુરુઓને જોયા છે, પણ જીવનમાં જ યોગવાસિષ્ઠ ઊતર્યું હોય, એવા બાવાએ તે બહુ વિરલ જ જોયા છે. તેમાંના આ ખાવા. આ ખાવાને જોઈ કાકા કાલેલકરના હિમાલયના પ્રવાસમાંના પ્રવ્રુત્તિમાર્ગે કર્મયોગી ખખડધજ ખાવાનું સ્મરણ થઈ આવ્યું. અમારે હજી છ માઈલ ચાલવાનું હતું. ઊડવા માંડ્યુ. પણ બાવાજીએ કહ્યું: ' રાત પડશે, અહી રહી જાઓ. દૂધ વગેરે અહીં પ્રસાદી મળશે.' અમે તે કૃતઘ્નતાપૂર્વક નમસ્કાર કરી બિનલી તરફ આગળ વધ્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] દાન અને ચિંતન રાત્રે ત્યાં પહોંચ્યા. બિનેલી એ એક તદ્દન નાનુ ગામ છે, જેમાં મુખ્યભાગ જૈનોને અને તેમાંય સ્થાનકવાસી જૈનાના છે. એ ગામની થાડે દૂર બે નદીએ ખૂબ વહે છે. કૂવાએ પુષ્કળ છે. આંબાના માટા મોટા બગીચાઓ છે. ઘઉં, શેરડી, વગેરે પુષ્કળ પ્રમાણમાં પાકે છે. વાવૃદ્ધ કીતિપ્રસાદજી મારા ઉતારે એક મેટા જમીનદારને ત્યાં હતા, એ ચાર ભાઈ આમાં એ વકીલ અને તેમાંયે એક તેા અસહચાગ વખતે વકીલાત હેાડી છે.. વકીલાત છેડા પછી તેઓનું જીવન તદ્દન અલાઈ ગયું છે. આજે એ વયેવૃદ્ધ પ્રતિપ્રસાદજી ગુજરાનવાલા જૈન ગુરુકુળના અવૈનિક અધિષ્ટાતા છે. તે અર્ધો કલાક તેા રેંટિયા ફેરવે જ. તેમણે શરૂઆતમાં ડિસ્ટ્રીકટ બાઈ મારફત અનેક નિશાળેમાં રેંટિયા અને શાળા દાખલ કરાવેલાં. એ બાબુજી તે હજી પણ મહાત્મા”ના સિદ્ધાન્તામાં તેટલા જ પાકા છે. પાંચ અને દશ વર્ષ પહેલાંના તેમના પરિચય વખતે મારી સામાન્ય એવી કલ્પના થયેલી કે પ ંજાબ અને યુ. પી. ના લેકામાં બંગાળ, દક્ષિણ કે ગુજરાત જેવું બુદ્ધિમત્વ નથી હતું. આ પના કદાચ ખાટી કે એકદેશીય હરો. ગમે તેમ હા પણ આ વખતના એ બાબુજીના પરિચયે નારા ઉપર જુદી જ છાપ પાડી. તેમના પરિચયથી હું એમ માનતા થયા કે શિક્ષણ અગર અભ્યાસનું પ્રમાણ જરાયે ન વધ્યું હોય, પ્રથમ જેટલું જ હોય અને છતાં જો મનુષ્યના ચારિત્રમાં વિકાસ થાય તે એ શિક્ષણ અને અભ્યાસ બહુ દીપી ઊઠે છે, એટલું જ નહ પણ તેમાં ઊંડાણું માલૂમ પડે છે. ખરી રીતે ચારિત્ર શિક્ષણની સુવાસ છે. જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ બિનાલીમાં મારે મુખ્ય જેને મળવુ હતુ તે હતા જૈનાચાય વિજય વલ્લભસૂરિ. એએત્રી જન્મે ગુજરાત અને વડાદરાના છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીના એએ શિષ્ય છે. તેઆનું મુખ્ય જીવન પાળમાં વ્યતીત થયું છે. તેઓના વિચારમાં સીઅે સાધુ સમાજની છાપ બહુ જ ઓછી છે. આજે જૈનને શું જોઈ એ છે એ, તે પ્રમાણમાં ા કરતાં કીક સમજે છે; તેથી જ સ્થળે સ્થળે વિદ્યા, કાઇ પણ જાતની વિદ્યાના પ્રચાર માટે જ તેઓ મહેનત કરે છે. મુબાઈનુ મહાવીર જૈન વિદ્યાલય અને ગુજરાનવાલાનુ' ગુરુકુળ એ તેએની વિદ્યાપ્રિયતાના નમૂનાઓ છે. આ Page #13 -------------------------------------------------------------------------- ________________ મારા પાને પ્રયાસ [૧૩ અરસામાં ત્યાં ચૈત્ર સુદ ૧૩ આવી એટલે મહાવીર જયંતીના દિવસ. જૈનાચાર્ય વિરાજમાન અને જૈન સંપ્રદાયના પ્રધાન પુરુષ ભગવાન મહાવીરની જયંતી એટલે સામાન્ય રીતે જ તે વખતે મારે કાંઈક એવું એવી માગણી થ. તેમના અતિ આગ્રહને વશ થઈ તે પ્રસ ંગે જે થાડુંક હું એણ્યા હતા તેને ટૂંક સાર પ્રસ્થાનના વ્યવસ્થાપકના તેટલા જ આગ્રહ હેાવાથી વિષય અહાર હોવા છતાં અત્રે આપું છું. મહાવીરજયંતી પ્રવચન હિંદુસ્તાનમાં માત્ર દેવપૂજા નથી, તેમાં પુરુષપૂજા પણ છે, અને અત્યારે તે મુખ્ય છે. જે પુરુષોની પૂજા અસાધારણપણે ચાલે છે તે ચારે ક્ષત્રિય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર એ યારે ક્ષત્રિય પુરુષો આય જાતિના વિશિષ્ટ આદર્શોના આત્મા છે. રામે કુટુબમર્યાદા અને પ્રજાનીતિને આદર્શ પૂરા પાડી મર્યાદાપુરુષોત્તમ તરીકેની ખ્યાતિ મેળવી છે. કૃષ્ણે વિત્તિમાં માર્ગ કાઢવાની કુશાત્ર બુદ્ધિ દાખવી જગત સમક્ષ કર્મયોગ મૂક્યો છે. બુધ્ધે વૈયક્તિક જીવનની શાન્તિ માટે ધ્યાન અને સમષ્ટિ જીવનની શાન્તિ માટે ધ્યાને માર્ગ દાખવ્યો છે, ત્યારે મહાવીરે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રાણીને પણ પેાતાના તરફથી જરાએ ત્રાસ ન થાય એવી રીતે કંઢારતમ સંયમ અને તપેમાં વનમાં ઉતારી, હરેશ અગવડાનુ હસતે ચહેરે પાન કરી અહિં’સાને પાડે શીખવ્યે છે. આ વારસા માત્ર આતિનો નથી પણ તે કારા સમસ્ત વિશ્વના છે. આ રામની જન્મતિથિ . રામનવમીને જૈને પણ જાણે જ, કૃષ્ણની જન્માષ્ટમીને ન જાણનાર બાળક પણ અહીં નહિ હાય; પરંતુ મુદ્દની જન્મતિથિ જાણનાર વિદ્વાનો પણ આ દેશમાં કેટલા છે એ પ્રશ્નના ઉત્તર મેળવવા જનાર સહુને તે! આંસુ સારવાં પડે. મઢાવીરની જન્મતિથિ જાણનાર જના કહેરો કે બુદ્ધને અને અમારે લેવાદેવા શા છે? પણ જો તે રીતે એક મહાન પુરુષ વિષે ઉદાસીન રહેવા માગતા હોય તે પછી પેાતાના માન્ય મહાવીરને સાંભળવા ખીજાએ આવે એવી આશા રાખવી ખરેખર વધારે પડતી જ ગણાય. આપણા લોકેાની જ્ઞાનસકતા અને સંપ્રદાયાંધતા એ એ તત્ત્વએ જ આપણને સામાજિક, ધાર્મિક, કે રાજકીય ક્ષેત્રમાં ગુલામ બનાવી રાખ્યા છે. રામના ભક્ત કૃષ્ણ, ખુદ્દ કે મહાવીર વિષે કાંઈ ન જાણું:—અથવા માત્ર વિરાધની દૃષ્ટિએ જાણે, તેવી જ રીતે કૃષ્ણ, મુદ્દ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] દર્શન અને ચિંતન અને મહાવીરના ભક્તો તદ્દન પડેાશમાં રહેવાતાં અને અનેક વ્યાવહારિક બાબતામાં સવન ગાળવા છતાં એક ખીજાના માન્ય પુરુષો વિષે સાચી માહિતી ઉદાર દષ્ટિથી ન મેળવે એ જ હિ ંદુસ્તાનની જ્ઞાનપામરતા. જ્ઞાન ગમે તે દિશામાંથી આવે પણ તે મેળવવું જ જોઈ એ. પણ આપણી સકીતા એટલે સુધી વધી છે કે એક જ મહાવીરને માનનાર શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણ ફિરકાએના અનુયાયીઓ પણ આવે પ્રસગે ભાગ્યે જ એકત્ર થાય છે. મહાવીરના જીવનનાં અનેક અસાધારણ રહસ્યો છતાં ખીજા કેટલાંયે ધ્વનોપયોગી એવાં હસ્યા છે કે જેને ખાતર રામ, કૃષ્ણ અને બુદ્ધના જીવનના ઊંડા તથા તાત્ત્વિક અભ્યાસ કરવા જોઇ એ. એ જ વાત રામ, કૃષ્ણ અને મુદ્દના ભક્તને મહાવીરના જીવનના અભ્યાસ વિષે કહી શકાય. બુદ્ધ અને મહાવીરે લગભગ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમરે સ્ત્રીપુત્રાદિક કુટુંબ છોડી સાધના માટે જંગલને મંગલમય માર્ગ સ્વીકાર્યો ત્યારે રામ અને કૃષ્ણે તે પેાતાના આદર્શો કુટુંબ, પ્રશ્ન અને રણાંગણુ વચ્ચે જ ધાડ્યા હતા. આધ્યાત્મિક અને વ્યાવહારિક જ્બનના ભિન્ન ભિન્ન સંસ્કાર ધરાવનાર જનસમાજને એ મહાપુરુષાતા એ તત્ત્વ વિના ન ચાલે. સ્વામી ધ્યાનંદ આર્યસમાજના સ્થાપક છે, તે કાંઈ જૈન નથી એમ ધારી તેનું જીવન આપણે ન તપાસીએ તે! મહાવીરના અને તેના પ્રતિનિધિ અન્ય આચાર્યાંના જન્માત્સવ પ્રસંગે આપણે આસમાને શી રીતે નાતરી શકીએ ? ખરી રીતે આર્યસંસ્કૃતિના પૂર્ણ અભ્યાસ કરવા માટે શ્રમણ સંસ્કૃતિના એ પ્રધાન પુરુષ મહાવીર અને બુદ્ધ તથા બ્રાહ્મણુ સંસ્કૃતિના પ્રતિનિધિ રામ અને કૃષ્ણ એ ચારે ક્ષત્રિય છતાં યથાર્થ બ્રાહ્મણેાની જીવનકથાના નિષ્પક્ષ અને ઉદારભાવે અભ્યાસ કરવા જ જોઈ એ. અને તે માટે જે જે પ્રસ ંગે મળે તેને કદી જતા ન જ કરવા જોઈ એ. હું જૈન છું છતાં રામ, કૃષ્ણ અને બુદ્ધનાં જીવનતત્ત્વા સમજવાના પહેલેથી જ પ્રયત્ન કરતા આવું છું, તેથી મારી મહાવીર વિષેની દૃષ્ટિ ઊલટી તક્ષ્ણ અને શ્રદ્ધાળુ બની છે. ‘ચૈત્રની શુક્લ ત્રયેાદશી એ મહાવીરના જન્મદિન. ચૈત્ર જ રામના જન્મમાસ. ખુદ્દ વૈશાખ શુક્લ પૂનમે જન્મ્યા અને કૃષ્ણુ શ્રાવણુમાં. મહાવીરના જન્મને લગભગ ૨૫૦૦ વર્ષ થયાં. એ રાજકુમારે માતાપિતા કે વડીલ ભાઈની અવગણના કરી ત્યાગમાર્ગ નહેાતે! સ્વીકાર્યાં; ઊલટું વડીલેાની સેવા કરતાં ત્યાગને આત્મામાં કેળવી તક આવે તત્કાલીન ત્યાગના ધારી Page #15 -------------------------------------------------------------------------- ________________ મારા પ’જામને પ્રયાસ [૨૫ મા સ્વીકાર્યાં હતા. મહાવીર ક્ષત્રિય એટલે ક્રાન્તિકારી; જે કે એમાં બ્રાહ્મભુત્ત્વ પણ હતું. જ્યારે કર્મકાંડ યાજ્ઞિક કર્મકાંડનાં જડ જાળાંએએ માત્ર પશુ જ નહિ, પણ મનુષ્ય સુદ્ધાંના ગળાં રહેંસવા માંડ્યાં હતાં, જ્યારે સ્ત્રીએની આધ્યાત્મિક ભૂખને સમાવવાના કાંઈ રાજમાર્ગ ન હતા, જ્યારે બ્રહ્માદ્વૈતની ધેાણાના આદેશમાં ો માત્ર જાતિને કારણે ઉચ્ચ ધાર્મિક વન અને શાસ્ત્રજ્ઞાન મેળવવાના અધિકારથી વંચિત હતા ત્યારે એક મગધના ક્ષત્રિયને પ્રેરણા થઈ અને પર પરાગત આચારવિચારમાં સમયેાપયેગી તત્ત્વા દાખલ કરવા ખાતર અને તત્કાલીન `કાંડ, હઠયોગી તથા શુષ્ક તપસ્યાના પથામાં જીવન રેવા ખાતર તેણે લગભગ ૧૩ વર્ષ તપ કર્યું. મહાવીર એટલે મહાન તપસ્વી. એનું તપ એ માત્ર શુષ્ક લંધન કે શુષ્ક હયાગ ન હતે, પણ તેએના તપમાં સતત ધ્યાન અને સતત ચિંતનનું બળ હતુ તેથી જ તેઓએ ‘વર્ધમાન” એ મૂળ નામના સ્થાનમાં ‘મહાનવીર ” એવું સાર્થક નામ પ્રાપ્ત કર્યું. તપને અંતે મુખ્ય એ તત્ત્વાનુ નવનીત જગત સમક્ષ ધર્યું'. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંત, 3 * વિદ્યા અને આચરણથી સંપન્ન હોય તે બ્રાહ્મણ. એ બ્રાહ્મણુદાનિકાના કથનને માનીએ તે સાધક અવસ્થામાં ઉત્કટ પરાક્રમ દાખવનાર ક્ષત્રિય મહાવીર હવે આચાર અને વિદ્યાના પરાકાષાપ્રાપ્ત એ તત્ત્વોને મેળવી. બ્રાહ્મણ બન્યા, અને બ્રાહ્મણનું પદ લઈ અંતમા^ને વ્યવહારુ અનાબ્યા. તેમણે જાતિ અમર લિંગને કારણે કાઈ ના આધ્યાત્મિક અધિકાર એછે. ન માન્યા. હજારા સ્ત્રીએ અને કેટલાક જાતિદ્રોએ પણ ચે!ગ્યતાને અે મહાવીરનાં એ ઉક્ત તત્ત્વાનું પાન કર્યું. * પણ એ અહિંસાને વારસે ભગવનાર આપણે આજે તીર્થ કે ખીજા મતભેદના કારણે ધર્મને નામે લોકકલ્યાણુ સાધી શકાય એવી ત્રણે વસ્તુએ—સમય, મુદ્ધિ, સંપત્તિને નાશ કરી રહ્યા છીએ. આદર્શ પુસ્ત્રેાના જેવા થવાને બદલે મનુષ્યા આદર્શ પુરુષને જ અહુધા પોતાની પરિસ્થિતિ પ્રમાણે ઘડી કાઢે છે. એ માનનિળતાથી જૈનસમાજ પણ મુક્ત નથી અને તેથી દરેક ફિરકાવાળા મહાવીરને પોતાના બામાં ગાઠવવાને ઉપહાસાસ્પદ પ્રયત્ન કરી રહ્યા છીએ. ' ખીન્નને અહિ ંસાના પાડે શીખવવાની અનેક હિલચાલા કરનાર જો અંદરોઅંદર હિંસા કરે તો તેના જેવા ઢાંગી ખીજા ક્રાણુ હોઈ શકે? ' Page #16 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન રેલવેના અનુભવ પ્રવાસ વખતે બદલવી પડતી જુદી જુદી ટ્રેનમાં મને જેવો અનુભવ ચ તેવો અનુભવ પ્રસ્થાન'ના વાચકોને ભાગ્યે જ ન થે હોય, છતાં તે અનુભવ અહીં ટૂંકમાં આપું છું. તે એવા હેતુથી કે પરિચિત વસ્તુના વર્ણનમાંથી માણસ ધારે તે ઘણી વાર વધારે અને સ્પષ્ટ બોધ મેળવી શકે. રેલવેની મુસાફરીમાં સૌથી પહેલું દર્શન રદેશનનું. સ્ટેશન એટલે વિવિધરંગી મેદની અથવા પિલીસ, મજુર અને સ્ટેશનમાસ્તરોની સ્વતંત્ર રાજધાની. તેથી પણ સ્પષ્ટ વ્યાખ્યા કરવી હોય તે એમ કહી શકાય કે સ્ટેશન એટલે સ્વતંત્રતા અને પરતંત્રતાનું મિશ્રિત સ્થાન. જેને લાગવગ, પિસા અને જ્ઞાન હોય તે ત્યાં તેટલે અંશે સ્વતંત્ર અને જેને તેમનું કાંઈ હોય તે ત્યાં કાં તો પરતંત્ર, કાં તે પશુ. અમદાવાદથી ગુજરાનવાલા સુધીની સળંગ ટિકિટ સ્ટેશનમાસ્તરે જાણે મેટી મહેરબાની કરી હોય તે રીતે આપી તે ખરી. પણ નોટમાંથી ટિકિટના પૈસા કાપતાં વધારાના પૈસા પાછા આપતાં એક રૂપિયો ઓછો આ. મારા સહચારી શિક્ષિત હતા, તેથી પૈસા ગણી જોતાં જ્યારે એક રૂપિયે ઓછો છે ત્યારે તરત જ એ ગિરદીમાં રૂપિયા પાછા મેળવવા દિવ્યા. તેમણે પૂછ્યું : “માસ્તર સાહેબ, એક રૂપિયો ઓછા કેમ આપ્યો? જવાબમાં તેઓએ કહ્યું: “આવડી લાંબી ટિકિટ અહીંથી મલી ગઈ છે તે શું ભૂલી ગયા ? ' સાથીએ કહ્યું: “તેમાં શું ? તે તો તમારી ફરજ છે.' માસ્તર સમજી ગયા કે આ કોઈ ભેટ નથી એટલે બહારથી પ્રસન્ન પણ અંદરથી ઉદાસીન ચહેરે રૂપિયો પાછો ફેંકયો. સ્ટેશનમાસ્તર ઘણા ટિકિટ લેનારાઓને આપે છે, એ વાત જાણીતી છે. પેસેંજર અજાણ હોય અગર ગાડીને ટાઈમ ભરાઈ ગયો હોય અગર નિર્ભય ન હોય ત્યારે સ્ટેશનમાસ્તરને ઘીકેળાં. ઘણી વાર વધારે પૈસા લઈ લીધા બદલ વૃદ્ધ કે તરુણ સ્ત્રી-પુરુષો રેલવેમાં માસ્તરને ઉગ્ર આશીર્વાદ આપતા ની નજરે નહિ પડ્યા હોય ? ખંધા પેસેંજરે પેસેંજરોમાં પણ એક વર્ગ એવો હોય છે જે ટિકિટ લેવાની પણ નથી રાખતો. આ વર્ગમાં હિંદુ બાવા-બાવીએ કે મુસલમાન ફકીરને જ માત્ર સમાવેશ નથી થતો. પણ તેમાં કેટલાક ખંધાઓ પણ આવે છે. તે ખંધાઓ Page #17 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [ ૨૧ ગમે તે રીતે ટ્રેનમાં દાખલ થઈ જાય છે. અને ટિકિટ–કલેકટર આવવાની જ્યાં જ્યાં સંભાવના હોય ત્યાં ત્યાં તેઓ ચકાર દૃષ્ટિથી તરત જ સીટ ઉપરથી ઊઠી જાય છે. પણ આ વખતે દુનિયામાં જે ત્યાજય સ્થાન તે જ તેઓનું શરણધામ બને છે ! ડબામાં છુપાવાનું સ્થળ પાયખાનું. જેટલીવાર ગાડી ઊભી રહે તેટલી વાર પાયખાનું બંધ કરી તેમાં ભરાઈ રહેવું એ તેવાઓની યુક્તિ. આ સ્થિતિ ગાડીમાં પહેલી જ વાર અનુભવાઈ એક બલૂચી સ્ત્રી અને પુરુષ બંને વગર ટિકિટ બેઠેલાં. ભયને વખત આવે કે પેલી બાઈ પાયખાનામાં ઘૂસે. પણ આ પાપ ક્યાં સુધી છાનું રહે ? કારણ, બાઈ પાયખાનામાં જાય ત્યારે ભાઈ બહાર રહી જાય, અને ભાઈ છુપાય ત્યારે ખાઈ શ્રી પડી જાય. એક ને એક તે પકડાઈ જ જાય, આજીજી કે ટિકિટ-કલેકટરની હિંદુ જાતિ સુલભ દયાથી કદાચ મેક્ષ મેળવે તિ પિસેજોની કિકિયારીનું બંધન તેઓને શિરે ઊભું જ હોય. પાયખાનામાં છુપાયેલ માણસ ત્યાં વધારે વખત લે તેને નભાવી લેવાની ક્ષમા કાંઈ બધા પિજેરોમાં છેડી હોય? કોઈ કહે : “આટલી બધી વાર કેમ?” કોઈ કહે : “આ તો બીમાર રહે છે. એ પાયખાનામાં મૂછ આવી હોય. કોઈ કહે “ના, ના. એ તો ટિકિટ વિના જ બેઠેલ છે. કેટલાક કુતૂહલીઓ વિલંબ સહન ન કરી શકવાથી પાયખાનાને ધક્કા મારે, અને જે તેમાં પેલી બાઈ હોય તે કેટલાક મશ્કરીઆઓ બહારથી બરાઓને કહે કે જાઓ તમે ઊઘ-ડાવે. આ રીતે ટિકિટ બતાવવાના ભયમાંથી મુક્તિ મેળવવા ઇચ્છનાર પિલી બલૂચી બાઈ કે ભાઈને ઊલટાં કેટલાં બનાવતાં; અને કેટલી ગાલીઓ ખાતાં એ દષ્ય જેવામાં અને મનુષ્યપ્રકૃતિની વિવિધતાનું અંતર વિચારવામાં રેલવેનો ઘણો માર્ગ કપાઈ ગયો. વધારે આકર્ષક તો એ હતું કે જ્યારે પિલાં બને બહાર હોય અને અચાનક ચાલતી ગાડીએ ટિકિટ-કલેકટર આવે ત્યારે કઈ કઈ ભાષા જ ન સમજે ! ટિકિટ-કલેકટર બેલે હિંદી કે અંગ્રેજીમાં. ત્યારે તે બેલે બલૂચી ભાષામાં. કે કેને શું કહે છે એ જેવાના તમાશામાં જ પેસેંજરના-ખાસ કરીને મારા પૈસા વસૂલ થઈ જતા, અને સિનેમા નહિ જોવાનો ખેદ આમ શમી જ. જે કઈ ટિકિટકલેકટર પાકા ભેજાને આવતે તે જ આવા ૫ા ચેરોને ઉતારતે. નહિ તે એક બે ધમકી આપી ફરી આવું ન કરવાની મિથ્થા ચેતવણી આપી, ફરી આવું કરવાની જ કૃતિથી તાલીમ આપી જતો. શું બલૂચીઓ કે શું પઠાણે, જરા જબરા અને ખંધા તે રેલવેમાં સ્વતંત્ર. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] દર્શન અને ચિંતન આવા મફતિયા વર્ગમાં જે બાવા-ફકીરેને વર્ગ હોય છે, તેઓ તે પરમેશ્વરના ધામમાં જ જવા રેલવેનાં બધાં કષ્ટ સહન કરતા હોય છે. એટલે એ સહિષગુતા એ જ તેઓને ટિકિટમાર્ગ. દેશને એવો કોઈ ખૂણે. છે કે જ્યાં તીર્થસ્થાન નહિ હોય ? અને કોઈ એવું તીર્થસ્થાન છે કે જ્યાં જવા રેલવે ન હોય? એટલે ગમે તે રેલવેમાં બેસો તો ત્યાં આવા તીર્થસ્પર્શ યાત્રીઓ મળવાના જ. અને તેમને નભાવી લેવા જેટલી સાધુભક્તિ હજી આટલા વધી ગયેલ નાસ્તિક શિક્ષણના વાતાવરમાં પણ સ્ટેશન ભારતમાં રહી ગયેલી બહુધા નજરે પડે છે. ઉગ્ર ચંડીઓ અને સર્વે રેલવેને અભુત અને કીમતી તમાશે મનુષ્યત્વના ઉગ્ર અને પ્રચંડ, સ્વરૂપને છે. મનુષ્યના હૃદયમાં દ્ધ અને ચંડી ન વસતાં હતા તે તેઓએ દેવકોટિમાં કદી સ્થાન ન મેળવ્યું હોત. ગાડીમાં ખાસ કરી સ્ટેશને. સ્ટેશને અનેક જંગમ ચંડીઓ અને જંગમ નો પરિશ્ય થાય છે. બે નવા પેસેંજરે આવવાના હોય કે અંદરના મુસાફરે “જગા નથી,” “કયાં બેસશે,” “આગળ જાઓ,” “શું એક જ જગા છે' વગેરે વગેરેથી. તેઓનું આતિથ્ય કરે છે. આવનાર પેસેંજરે જો નબળા હોય તો “ભાઈ આવવા દો ઊભાં રહીશું,” “તમને અડચણ નહિ આવે,’ ‘વખત થઈ ગયે. છે” વગેરે વગેરે. દયાજનક શબ્દોથી અંદરના પેસેંજરનાં હુલ્ય પિગળાવવા પ્રયત્ન કરે છે. પણ જે નવા આગંતુક પેસેંજરે ઉગ્ર હોય તો પછી દૃશ્ય જોવા જેવું બને છે. કોઈ બારણાને બહાર તરફ ને કેાઈ અંદર તરફ ખેંચે છે. વિલંબ થવા લાગે છે અને તે પૈસા આપ્યા છે તો શું મે નથી આપ્યા?” એ સમાનતાનો ઉપદેશ પૂરા વેગથી શરૂ થાય છે. લાચારીથી કે બળજેરીથી અંદર દાખલ થયા પછી પેસેંજરે પેસેંજરો વચ્ચે વળી બેઠક માટે હુંસાતુંસી, ગાળાગાળી કે મારામારીનો કલીયુગ શરૂ થાય છે. દાખલ થવા ને થવા પછીના આ કલીયુગમાં હિંદુધર્મનું વૈરાગ્યશાસ્ત્ર એ એક જ ત્યાં માત્ર આશ્વાસન રૂપે દેખા દે છે. કાઈ બહેન કહે : “ઓ ભાઈ, શા માટે લડે છે ? કેટલો વખત રહેવું છે? પંખીઓનો મેળો છે, હમણાં છૂટા પડી જઈશું.” આવો તાત્વિક ઉપદેશ પછી ઘણું મોટેથી સાંભળવામાં આવે છે, પણ તેટલામાં તે એ ઉપદેશને ન ગણકારે તેવી મહિષાસુર કાં તો બેઠક માટે કાં તો એક બીજાને હળી જવા માટે, કાં તે આઘોપાછો સામાન મૂકવા માટે લડવા ઊભા થાય છે. ગુજરાતના ભાગમાંથી રેલવે પસાર થતી Page #19 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૧૯ હૈય ત્યારે આવી લડાઈમાં બહુધા ગાળાનું જ લેવેદ્ય હોય છે, પણ પંજાબ જેવા ભાગમાં તે મારામારીની મીઠાઈ જ નજરે પડે છે. એક વિદ્વાન. મિત્રે રેલવેની આ સ્થિતિનું એક સુંદર ઉપમા દ્વારા સ્પષ્ટીકરણ કરેલું. તેઓએ કહેલું કે પેસેંજર અને શ્વાનોની વૃત્તિ એક જેવી છે. નવો કૂતરા આવે તો જૂનાઓ તેને પોતાની હદમાં આવવા ન જ દે. આવનાર કુતરો. નિર્બળ હોય તે જમીન ઉપર આળોટી જાય અને જૂનાઓની મહેર મેળવે. બળવાન હોય તો લડી-ઝઘડીને હદમાં દાખલ થાય. એટલે પછી જૂના નવા. બધા એક જ. વળી આ બધા કૂતરા પોતાની હદમાં પાછી બીજા નવા આવનાર કુતરા સામે તે જ રીતે થવાના અને તેઓ વચ્ચે પાછી સમાધાની થવાની. નવા ચડનાર અને ચડી બેઠેલા પિસેંજરો વચ્ચે શ્વાનવૃત્તિ અનુભવાય છે. અને એ જ મનુષ્યહુદ્યની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર છે. જે જ્ઞાની હોય છે, જે રોજ પૂજાપાઠ કરનારો હોય છે, જે ઈશ્વરની બંદગીને ચાલુ ઢબે કરવા ભૂલતો નથી, રેલવેમાં પણ નમાજ પઢવા ચૂકતા નથી, જે સમગ્ર જીવસૃષ્ટિને એક જ બ્રહ્મના અંશો માને છે, જે અહિંસા અને દયામાં પિતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માને છે, તે બધાનું ધાર્મિક હદય મોટે ભાગે. રેલવેમાં યથાર્થ રૂપમાં જોવા મળે છે. કોઈ ઈશ્વરની કેટલી નજીક છે અને કે કેટલે દૂર છે એનું ભાન આપણને ત્યાં જ થાય છે. હું તો એમ પણ કહું કે શાંત અને ક્ષમામૂર્તિ ગણાતા સર્વ સંપ્રદાયના ધર્મગુરુઓને જે આવા પ્રસંગમાંથી પસાર થવું પડે તે જ તેઓની શાંતતા અને ક્ષમાશીલતા. યથાર્થરૂપે કસેટીએ ચડે. અસ્તુ. ખાનપાન રેલવેમાં બીજી બાબત ખાનપાનની છે. કેટલાક તે મુસાફરી દરમિયાન ખાતા નથી; એટલું જ નહિ પણ ચાલતી ગાડીએ પાણી પણ પીતા નથી. વધારે વખત ખેતી થાય એવે સ્ટેશને તેઓ નીચે ઊતરી પાણી પીએ છે. એટલે નળનું પાણી ન પીનાર સમ્પ્રદાયને તદ્દન નાશ કરવામાં હજી રેલવે. સફળ ન થઈ, પણ આવાં કટ્ટર માબાપની જ સંતતિ તે તેટલી ઉદાર થઈ જ ગઈ છે. ગમે ત્યાં, ગમે તે પળે, પૈસા હોય અને નવું આવ્યું એટલે ખરીદવું. નથી સ્વચ્છતાને વિચાર, નથી આરોગ્યની દૃષ્ટિ કે નથી, પેટની પરવા. તેઓ એમ કહે છે કે, રેલવેમાં બધું પચી જાય. ખુલ્લાં હવાપાણીમાં કાંઈ બંધન રાખવું એ બેવકૂફી છે. કદાચ આ જ ખાનપાનની ઉદારતા અને સમભાવશીલતાને લીધે વેચનારવર્ગ પણ ઉદાર અને સમ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૦] દર્શન અને ચિંતન ભાવશીલ થઈ ગયો હશે. ખારી પૂરીઓને ગરમાગરમ કહે, તેલની ચીજને ઘીની કરી કહે, કાચાપાકા વચ્ચે ભેદ નહિ, દૂધ અને પાણીની મિત્રતાનો ભંગ વેચનારાઓ કેમ જ કરાવે ? ખાનારના દાંત અને પેટની પરીક્ષા માટે કાંકરા અને ધૂળ કાઢવાનું તેઓ યોગ્ય જ ન લેખે અને સૌથી વધારે તે એ કે ભાવ દરેક ચીજના જોઈએ તે કરતાં દોટા અને બમણું. આ રીતે પૈસાની પુષ્કળ બરબાદી છતાં રેલવેમાં ખાવાનું કાંઈ જ સુખ નહિ. એ ‘દુઃખદ સ્થિતિની જવાબદારી આપણી અજ્ઞાનતા ઉપર જેટલે અંશે છે તે કરતાં વધારે અંશે રેલવે ડિપાર્ટમેન્ટ ઉપર છે. તેના કર્મચારીઓને જોઈતું મળે એટલે ગમે તે વેચનાર ગમે તેવું, ગમે તે ભાવે વેચી શકે. એક મીઠાઈવાળા આવ્યો. તેના ખૂમચામાંથી સ્ટેશનમાસ્તરે મીઠાઈ લઈ અગ્નિદેવને તર્પણ કર્યું અને ખુમચાવાળે “સાહેબ, સાહબ, યહ લીયે, યહ કલીકંદ તાજા હૈ” એમ કહી જાણે ભક્તિપૂર્વક તે જ પ્રસાદી ધરવા મંડી ગયો. જે ખાતામાં લગભગ આવી સ્થિતિ હોય તે ખાતાના અમલદારોની બધી સુખસગવડ અને આરામતલબી એ પેસેંજરોની અગવડતાને જ આભારી છે. દવા વેચનારા પણ રેલવેમાં જેમ બીમારીનાં સાધન ઘણું છે તેમ આરોગ્યના ઉપાયો પણ ઓછા નથી. ખુલાં અને વિવિધ હવા-પાણી, વઢવાડ અને કસરત ઉપરાંત જે અજીર્ણ રહ્યું હોય તો દવાઓ તૈયાર છે. નોટિસો વહેંચાય છે. એક દવામાંથી તેના ફાયદાઓનું મોટું લિસ્ટ સાંભળવા મળે છે. વર્ગનું કલ્પવૃક્ષ દવાની શક્તિઓમાં નજરે પડે છે. કેઈ કેઈ નેટિસબાજે એવા હોશિયાર અને વાચાળ હોય છે કે તે જ વક્તાનું કામ કરતા હોય તે લેકોને ખૂબ આકળી શકે. એક ખાસ દવા વેચનારની વાત કહું. આ માણસ દિલ્લી અને બડોદ વચ્ચેની રેલમાં આવ્યું. તેણે ઉદૂમાં ભાષણ શરૂ કર્યું. તેની પદ્ધતિ, તેની ભાષા, તેની દલીલબાજી, તેની સ્કૂર્તિ જોઈ મને ખરેખર એમ થયું કે આ માણસ ધારાસભામાં જાય તે અજબ પ્રભાવ પાડે. એક જાટે તેને કહ્યું : “તેં જે દવા મને આપી હતી તેથી આંખ ઊલટી બગડી, માટે શરત પ્રમાણે મારા પૈસા પાછા આપે.” આણે હાજરજવાબીથી કહ્યું: “તે હું નહિ, તમે બીજા કોઈ પાસેથી જ દવા લીધી હશે. હું બાર વર્ષ થયાં દવા જાતે બનાવું અને વેચું છું. એક પણ કેસ બગડ્યો નથી. તમને નુકસાન થાય જ કેમ ? આ બધા પેસેંજરેને પૂછો કે કોઈને મારી દવાથી નુકસાન થયું છે? વધારે ખાતરી માટે આજ મારી દવા Page #21 -------------------------------------------------------------------------- ________________ મારે પાઅનેા પ્રયાસ ખરીદે. મારા જેવાં કપડાં પહેરી ખીજા ઘણા માવે છે,' આ વેચનારની શિષ્ટ ઉર્દૂ ભાષા અને નમ્રતામાં પેલે વાંધા લેનાર જાટ તેા પીગળી. જ ગયે. જમતા સાક્ષાત્કાર ચારના ભાઈ ઘંટીચાર ’ એ કહેવત પ્રમાણે સ્ટેશન માતાના ખરા સાથીએ ત્યાંના મજૂરે છે. જમને ન મળ્યાની તૃષ્ણા જેઓને હાય તેએ.. દિલ્હી જેવા સ્ટેશનના મજૂરાથી એ તૃષ્ણા શમાવી શકે. ડબ્બામાંથી ઊતર્યાં ન ઊતર્યાં કે પહેલાં જ સામાન ઉપર મજૂરોને હાથ પડે. મજુરા છ-આઠ ગણાથી આછી મજુરી ન કહે, અને અમ ટાઈમ નહિ હૈ, રેલવે સીટી દે રહી હૈં, ’* દેર હોગી તા રહ જાઈ યેગા, ’પુલ ઊતરના પડેગા ’ બહુત હૈ' ' વગેરે વગેરે દેવટના ભયાથી પેસેજરાતે ગભરાવી મૂકે. સામાન વગેરે હાય કે મુસાફરીની માહિતી ન હોય અગર સ્ત્રી કે બળબચ્ચાં સાથે હોય તે મજુરોની આશા પૂરી ફળવતી. મારે દિલ્હી સ્ટેશને એક મજૂરને પ્રસંગ પાડ્યો તે ખૂબ આકર્ષક છે. મજૂરે કહ્યું: ‘ દેઢ રૂપિયા મજૂરી હાગી.’ મેં કહ્યુ હ ગરદી તુમ ન હમ ખુદ ઉઠા લેંગે,’તે મજૂર ન ત્રય અને ન ખીજાતે આવવા દે. મેં અને મારા સાથીએ નક્કી કર્યું કે હાથે જ સામાન ઉપાડવા. કથાં બે ત્રણ આનાની મજૂરી અને ત્યાં દાઢ રૂપિયા. અમે એછું પણ કેટલુ કહીએ, એટલે મૌન રહી સામાન ઉડાવવાનો યત્ન કર્યો. એક એક નગ ઉપાડી આંખે દેખી શકાય એટલે દૂર મૂકી, મન્ત્ર નંગ લઈ જવા અને વળી ત્યાંથી વધારે આવે એ જ રીતે ન પહોંચાડવા યત્ન કયાં. આ રીતે દિલ્હીના લાંબા પ્લેટફોર્મ ઉપર પાણા કલાકથી વધારે વખત અમારા ધા અને વજનદાર ન ગેએ લીધે. આટલી વખતમાં કેટલાયે મજૂરા આવ્યા અને ગયા, પણ એ બધાનું સગર્દન અદ્ભુત હતું. પ્રથમ મજુરે દોઢ રૂપિયાથી ઊતરી બાર આના કહેલા તે બીજા બધા મજૂરાની જાણુમાં, એટલે તે બધા આવી એમ જ કહે ઃ ‘ બારહ આને ાદા નહિ હૈ, કાઈ ઇસસે કમમેં નહિ આયેગા. અચ્છા, આપ કમ કથા દેગે ? કુછ તા ખેલિયે, કથા જબાન નહિ ?' એમ એ બધા વખત દમિયાન અમારી સાથે નજૂરાએ રકઝક કરી. ‘પ્લૅટફૉ` પરથી બહાર નીકળવાના દરવાજો પાસે આવ્યા ત્યારે શરૂઆતથી અત્યાર સુધી હાજર રહેલા પહેલા મજુર આવી બોલ્યો : અચ્છા મુઝે એક કાડી બી હરામ હૈ, કુછ ભી નહીં” ચાહિયે. યાંહી સામાન રખ દેતા હૈ.' એમ ગુસ્સા સાથે કહી અમારા સામાન હાથમાંથી ખેંચવાના પ્રયત્ન કર્યો. પણ અમે કહ્યું, · ભાઈ, t " ૨૨૧. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] દર્શન અને ચિંતન રહમ હૈ અબ દરવાજે તક આ . અબ તક તુને મજૂરી કર્યો નહીં ઘટાઈ હમ તે અધિક ખર્ચ કર નહીં સકતે, તું ચલે જા. હમારી કસરત ભી હે ગઈ ઔર પૈસે ભી બચ ગ.” તેણે કહ્યું: “સબ પઢે લિખે બઈમાન હોતે હૈ. ગાંધી ટોપી ઔર ખાદી પહનકર તુમ સબ લોગને મજૂરોંકા પૈસા માર દિયા,' એમ કહી અનેક ગાળાની અમૃતવર્ષા વરસાવતિ તે નિરાશ થઈ ચાલે ગયે. - સંતેજી ગ્રામર પણ આથી ઊલટી સ્થિતિ તદ્દન નાનાં સ્ટેશનના મજુરની હોય છે. ત્યાં ગ્રામસુલભ સરલતા અને સંતોષ દેખાય છે. તેનું એક અજબ ઉદાહરણ હું ક્યારેય નહિ ભૂલું. બડેદ સ્ટેશનથી ગામ લગભગ માઈ લેક દૂર હશે. બધે સામાન સાત પૈસામાં સંબી મજૂરે ઉઠાવ્યો. રસ્તામાં વાત ચાલી. તે છોકરો જુલાહે હતા. તેના કુટુંબનું કામ પડ વણવાનું છે. મેં તેને પૂછયું: “ગાડી ઉપર ન આવે અગર મંજૂરી ન મળે ત્યારે શું કરે છે?' તેણે કહ્યું : “મા બાપ સાથે વણવાનું અને કયારેક બીજું કામ.” છોકરાના કદ કરતાં સામાન વધારે હતો. રસ્તે લાંબો. તે પિતાની અશક્તિ કે અણગમે જરાયે પ્રગટ ન કરે. જયારે ખૂબ થાકે ત્યારે કહેઃ “બાબુજી. ડી દેર સામાન નીચે ઉતારીએ.” અમે જોયું આ છોકરે કેટલે પ્રમાણિક અને કેટલે પુરુષાથી છે. બીજા અનેક પ્રતિસ્પધી મજૂરના છોકરાઓએ આ છોકરાને થોડા પૈસામાં અમારો સામાન લઈ જવા બદલ ગાળો દેવા માંડેલી, મારવાને ભય પણ બતાવ્યો, પણ આ છોકરે એકનિષ્ઠાથી ચાલી રહ્યો હતો. મારું મન સાધુસંત પ્રત્યે આકર્ષાય તેથીયે વધારે આકર્ષાયું. પિલા પ્રતિસ્પધી છોકરાઓને ખૂબ ધમકાવી દૂર કર્યા અને મેં તથા મારા સાથીએ તેની પાસેથી કેટલેક સામાન ઉપાડી લઈ તેને બોજે તન નહિવત કર્યો, પણ અમારી આ વૃત્તિ તે છોકરાથી સહન જ ન થઈ. તે કહે : “બાબુજી, આપ કર્યો. ઉઠાતે હૈ ? મેં ધીરે ધીરે સબ સામાન અકેલા હી પહુંચા દૂગા.” ખરેખર, આ છોકરાના ઉદ્દગારો તે વખતે હદયને હચમચાવતા. છેવટે ગામમાં પહોંચ્યા અને જ્યારે ત્યાં પણ ઘણું કામ લીધા પછી અમે બે જ પૈસા વધારે આપ્યા ત્યારે તેના સંતોષને પાર ન રહ્યો. કયાં દિલ્હીનો જમ જે મજુર અને ક્યાં બડોદને સરલ–સંત મજુર એ સ્થિતિ મજૂરામાં છે તે જ બધા વર્ગના માણસમાં ઓછેવત્તે અંશે જોઈ શકાય છે. -પ્રસ્થાન: પુસ્તક ૩: કાર્તિક ૧૯૮૩ અંક ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ સારા ૫ જાખને પ્રવાસ ઉપસ હાર વર્ણનના ઉપસ ંહાર કરતાં મુસાફરી વખતે રાખેલાં ત્રણ દૃષ્ટિબિંદુએથી પંજાબના અનુભવનું ટૂંકમાં પૃથક્કરણ કરી લેવું એ યોગ્ય ગણાશે. ૧: પ્રાંતિક વિરોષતા ૨૨૩ (૧) શરીરનુ’કાવરપણું–આ બાબત સર્વવિદિત છે. કાઈ પણ પ્રાંતના અને કાઈ પણ તિને ઊંચામાં ઊંચા અને મજબૂત માણસ જોતાં જ લોકા તેને પ જામી કહી આખે છે. (ર) સરલતાઃ પ્રમાણમાં બીજા બધા પ્રાંતા કરતાં પંજાબીની પ્રકૃતિમાં સરલતાના વિશેષ ગુણ મને જણાય છે. આનું કારણ કદાચ ખુદ્ધિસ્થૂળતા હોય. બંગાળી, દક્ષિણ, ગુજરાત કે સંયુક્ત પ્રાંતના પ્રમાણમાં પંજાબીએની સામાન્ય બુદ્ધિ કાંઈક સ્થૂળ હોય છે. તેને નવી વસ્તુ લેતાં કે છેડતાં બહુ વાર નથી લાગતી, (૩) સંપત્તિ: પંજાબમાં ખાવાપીવાનું ખાસ દુ:ખ હોય એવી ગરીબી નથી, પણ તાલેવાન વર્ગ ખીજા પ્રાંત જેટલા મેટે નથી (૪) વ્યાપાર-ધંધાઃ ત્યાંની મુખ્ય પેદાશ અનાજની. ખાસ કરીને ઉં, અને નિકાશ પણ તેની જ છે. (૫) આચારવિચાર: ત્યાંના આચારવિચાર સયુક્તપ્રાંત કે બિહાર જેવા સાંકડા અને ચેાકાબદ નથી. ભારવાડ કે ગુજરાતની પેઠે ઉચ્છિષ્ઠ ભાજન પણ નથી. છતાં ખાનપાન, રસેાર્કની સ્વચ્છતા, પહેરવેશ આદિમાં મુસલમાન લોકાનુ સ્પષ્ટ પ્રતિબિંબ હોઈ જાતિબંધનની તેટલી કટ્ટરતા નથી. (૬) સ્ત્રીઃ સ્ત્રીએની પરાધીનતા હેાવા છતાં સંયુક્ત પ્રાંત જેવુ. પડદાનું સખત બંધન નથી. સુંદરતા અને કીમતી પહેરવેશમાં પંજાબી ચઢે ખરા. આર્યસમાજને બાદ કરીએ તે કેળવણીમાં પંજાબ ગુજરાત કરતાં ચડે નહિ, ૨: આય લેાકેાની પ્રથમ વસવાટ ઘેરવાની યાગ્યતા આરબ, ઇરાની અને યૂરોપિયના હિંદુસ્તાનમાં જળમાર્ગે આવ્યા, તે સિવાયની બધી જાતિએ શક, ક્રૂ, પડાણ, મુગલ વગેરે વાયવ્ય કાણુને ખૂણેથી જ આ દેશમાં આવેલી. આ લોકેા મધ્ય એશિયા કે બીજા કાઈ ભાગમાંથી આ દેશમાં આવ્યાના મતે સ્વીકારી લઈ એ તે તેને વાયવ્ય કાણમાંથી જ આવેલા માનવા પડે છે. જે જે વાયવ્ય કાણુમાંથી ખરઘાટમાં થઈ હિંદુસ્તાનની ભૂમિમાં ઊતર્યાં તે બુધાની નજરે પહેલું મેદાન પાળતુ પડ્યું. જેમ આ મેદાન પહેલું તેમ તે ધણી બાબતે માં શ્રેષ્ઠ પણ તેવું જ. આબેહવા જુએ તા પંજાબથી વધારે સારી કાંયની Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] દર્શન અને ચિંતન નથી. જળની પ્રચૂરતા, સ્થળની વિશાળતા અને વનસ્પતિની વિપુલતા. આ પ્રાકૃતિક રમણીયતા બહારની આગંતુક જાતિઓને ત્યાં રાખવાને લલચાવવા બસ હતી. ત્યાંની ફળદ્રુપતા પણ કાયમના વસવાટનું મુખ્ય પ્રલોભન થઈ પડ્યું. પંજાબની પાંચ બેટી નદીઓ અને તેની પ્રાચીન કાળમાં ચાલતી નહેર જાણીતી છે. દૂર દૂરને અંતર ઉપર નહિ આવેલી આ વિશાળ નદીઓ ઉપર નભતી ખેતીને લીધે પંજાબ દેશને નદીમાત્રિક દેશ તરીકે કિરાતકાવ્યમાં યુધિષ્ઠરના દૂત વનચરે (ભલે ઓળખાવ્યા છે. પંજાબ એ મારવાડ, કાઠિયાવાડ કે કચ્છ, વાગડ જેવો દેવમાત્રિક (વરસાદ ઉપર નભનાર) દેશ નથી. તે તો સતત વહેતી નદીઓ ઉપર નભે છે. એટલે જ્યારે દુષ્કાળ પડે ત્યારે પણ પંજાબીઓ કદી વાગડ, મારવાડ કે ઝાલાવાડના કોની પેઠે પિતાનાં ઘરબાર છોડી દેશાવરમાં ભટકતા નથી જણાતા. આ બધી પ્રાકૃતિક વિભૂતિ પંજાબને એટલા બધા પ્રમાણમાં મળી છે કે ત્યાં વસવા માટે કઈ પણ લલચાઈ જાય. એટલે માત્ર આર્ય જતિ જ નહિ, પણ અતિહાસિક યુગની બહારથી આવેલી બધી જાતિઓએ પંજાબમાં રહેવું પસંદ કર્યું અને ત્યાં રહી તેઓએ શારીરિક વિકાસ પણ સા. બહારથી આવનારી જાતિઓના જુદા જુદા રંગો કે કદે પંજાબની પિષક ભૂમિમાં એકરંગી અને એકસરખાં બની ગયાં. આજે પંજાબમાં વસ્તી અને કયારેક દૂર દૂરના ભાગમાંથી આવેલી જાતિઓ લગભગ બધી પંચઠ્ઠી કાઠી જ ધરાવે છે. જે પૈબરઘાટના વિકટ માર્ગમાંથી પસાર થઈ અને પરસેવે રેબઝેબ થયેલી જાતિઓને પંજાબનું પ્રાકૃતિક આશ્વાસન ન મળ્યું હોત અને મારવાડનાં વેરાને સાંપડ્યાં હોત તો કદાચ હિંદુસ્તાનમાં આટલી વિદેશી જાતિઓનું મિશ્રણ જ ન થયું હેત. ૩ અસહકાર પહેલાંની અને પછીની સ્થિતિ અસહકાર પહેલાં પંજાબમાં જે કટ્ટરના, ધર્માન્જતા હતી તે આજે કાંઈક ઓસરી છે. પાંચ વર્ષ પહેલાં પંજાબમાં દાખલ થનાર કોઈને કહે કે “હું પંડિત છું ” તો એવું સાંભળનાર એમ જરૂર પૂછતો કે, “તમે કયા સંપ્રદાયના છે અને ક્યાં શાસ્ત્રાર્થ માટે જાઓ છો?” આજે એ સ્થિતિ મોળી પડી છે. હજુ એટલું અવશ્ય અને કદાચ વધારે પ્રમાણમાં છે કે જે હિંદુ પંડિત હોય તો તેને એમ પૂછે કે તમે હિંદુ સંગઠનમાં માને છો કે નહિ ? પાંચ વર્ષ પહેલાં આર્ય સમાજ, સનાતન, જૈન, શીખ, મુસલમાન Page #25 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૨પ અને ખ્રિસ્તી પંથના લેક પૂરતા જ વિદ્યા અને ધર્મના અખાડાઓ હતા. આજે એમાં દૃષ્ટિકોણ બદલાયો છે. અમુક વર્ગ સાંપ્રદાયિક કે ધાર્મિક કલહમાં જરા પણ નથી માનતે. ઊલટું એમ માને છે કે રાષ્ટ્રકાર્ય સામે સંપ્રદાય, ધર્મ અને જાતિભેદને અભરાઈ પર મૂક્વા જોઈએ. આર્ય સમાજની પહેલાં જેવી ઉગ્રતા નથી રહી. મુસલમાન સાથે તેઓનું વૈમનસ્ય વધ્યું છે, પણ સનાતનીઓ સાથે ઘટયું છે. પહેલાં જે શિક્ષિત તરુણોનું અને ઘણે સ્થળે તો કોલેજિયન યુવકેનું ધ્યાન સાંપ્રદાયિક ભાવ તરફ હતું તે આજે માત્ર રાષ્ટ્રીય ભાવ તરફ વળ્યું છે. સાદાઈ અને ખાદીનું તત્વ પ્રમાણમાં થોડું છતાં મજબૂત રીતે પંજાબમાં પણ દાખલ થયું છે. કેટલાક શિક્ષિત યુવક છેડામાં થડે પગાર લઈ ખાદી–ઉત્પત્તિ અને ખાદી–પ્રચારનું કામ કરી રહેલા જોવામાં આવે છે. ધાર્મિક કલહે પંજાબની પ્રકૃતિમાંથી સહેજે ભૂલાવા કઠણ છે, છતાં તેની પ્રતિષ્ઠા તો બહુ જ ઓછી થઈ ગઈ છે. હવે સમાપ્તિમાં એ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ટૂંક વખતમાં ધૂળ અવેલેન કે નિરીક્ષણ ઉપરથી બાંધેલા અભિપ્રાયો કાંઈ છેવટના જ હોય એમ ન કહી શકાય. વધારે અનુભવ અને વધારે માહિતી મળતાં ઘણું ઊલટું પણ દેખાય; છતાં મારે સ્વપ અનુભવ આગળ કોઈને આ દિશામાં પ્રેરવા સહાયક થશે તો આ કથન માત્ર પ્રતીકનું સ્થાન નહિ રહે. –પ્રસ્થાન, પુત્ર 2, અં 4, 5, પુ 3, અંક 1, 2. 15