SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] દર્શન અને ચિંતન અને મહાવીરના ભક્તો તદ્દન પડેાશમાં રહેવાતાં અને અનેક વ્યાવહારિક બાબતામાં સવન ગાળવા છતાં એક ખીજાના માન્ય પુરુષો વિષે સાચી માહિતી ઉદાર દષ્ટિથી ન મેળવે એ જ હિ ંદુસ્તાનની જ્ઞાનપામરતા. જ્ઞાન ગમે તે દિશામાંથી આવે પણ તે મેળવવું જ જોઈ એ. પણ આપણી સકીતા એટલે સુધી વધી છે કે એક જ મહાવીરને માનનાર શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણ ફિરકાએના અનુયાયીઓ પણ આવે પ્રસગે ભાગ્યે જ એકત્ર થાય છે. મહાવીરના જીવનનાં અનેક અસાધારણ રહસ્યો છતાં ખીજા કેટલાંયે ધ્વનોપયોગી એવાં હસ્યા છે કે જેને ખાતર રામ, કૃષ્ણ અને બુદ્ધના જીવનના ઊંડા તથા તાત્ત્વિક અભ્યાસ કરવા જોઇ એ. એ જ વાત રામ, કૃષ્ણ અને મુદ્દના ભક્તને મહાવીરના જીવનના અભ્યાસ વિષે કહી શકાય. બુદ્ધ અને મહાવીરે લગભગ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમરે સ્ત્રીપુત્રાદિક કુટુંબ છોડી સાધના માટે જંગલને મંગલમય માર્ગ સ્વીકાર્યો ત્યારે રામ અને કૃષ્ણે તે પેાતાના આદર્શો કુટુંબ, પ્રશ્ન અને રણાંગણુ વચ્ચે જ ધાડ્યા હતા. આધ્યાત્મિક અને વ્યાવહારિક જ્બનના ભિન્ન ભિન્ન સંસ્કાર ધરાવનાર જનસમાજને એ મહાપુરુષાતા એ તત્ત્વ વિના ન ચાલે. સ્વામી ધ્યાનંદ આર્યસમાજના સ્થાપક છે, તે કાંઈ જૈન નથી એમ ધારી તેનું જીવન આપણે ન તપાસીએ તે! મહાવીરના અને તેના પ્રતિનિધિ અન્ય આચાર્યાંના જન્માત્સવ પ્રસંગે આપણે આસમાને શી રીતે નાતરી શકીએ ? ખરી રીતે આર્યસંસ્કૃતિના પૂર્ણ અભ્યાસ કરવા માટે શ્રમણ સંસ્કૃતિના એ પ્રધાન પુરુષ મહાવીર અને બુદ્ધ તથા બ્રાહ્મણુ સંસ્કૃતિના પ્રતિનિધિ રામ અને કૃષ્ણ એ ચારે ક્ષત્રિય છતાં યથાર્થ બ્રાહ્મણેાની જીવનકથાના નિષ્પક્ષ અને ઉદારભાવે અભ્યાસ કરવા જ જોઈ એ. અને તે માટે જે જે પ્રસ ંગે મળે તેને કદી જતા ન જ કરવા જોઈ એ. હું જૈન છું છતાં રામ, કૃષ્ણ અને બુદ્ધનાં જીવનતત્ત્વા સમજવાના પહેલેથી જ પ્રયત્ન કરતા આવું છું, તેથી મારી મહાવીર વિષેની દૃષ્ટિ ઊલટી તક્ષ્ણ અને શ્રદ્ધાળુ બની છે. ‘ચૈત્રની શુક્લ ત્રયેાદશી એ મહાવીરના જન્મદિન. ચૈત્ર જ રામના જન્મમાસ. ખુદ્દ વૈશાખ શુક્લ પૂનમે જન્મ્યા અને કૃષ્ણુ શ્રાવણુમાં. મહાવીરના જન્મને લગભગ ૨૫૦૦ વર્ષ થયાં. એ રાજકુમારે માતાપિતા કે વડીલ ભાઈની અવગણના કરી ત્યાગમાર્ગ નહેાતે! સ્વીકાર્યાં; ઊલટું વડીલેાની સેવા કરતાં ત્યાગને આત્મામાં કેળવી તક આવે તત્કાલીન ત્યાગના ધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249302
Book TitleMaro Punjabno Pravas
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size432 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy