________________
૨૨૪]
દર્શન અને ચિંતન નથી. જળની પ્રચૂરતા, સ્થળની વિશાળતા અને વનસ્પતિની વિપુલતા. આ પ્રાકૃતિક રમણીયતા બહારની આગંતુક જાતિઓને ત્યાં રાખવાને લલચાવવા બસ હતી. ત્યાંની ફળદ્રુપતા પણ કાયમના વસવાટનું મુખ્ય પ્રલોભન થઈ પડ્યું. પંજાબની પાંચ બેટી નદીઓ અને તેની પ્રાચીન કાળમાં ચાલતી નહેર જાણીતી છે. દૂર દૂરને અંતર ઉપર નહિ આવેલી આ વિશાળ નદીઓ ઉપર નભતી ખેતીને લીધે પંજાબ દેશને નદીમાત્રિક દેશ તરીકે કિરાતકાવ્યમાં યુધિષ્ઠરના દૂત વનચરે (ભલે ઓળખાવ્યા છે. પંજાબ એ મારવાડ, કાઠિયાવાડ કે કચ્છ, વાગડ જેવો દેવમાત્રિક (વરસાદ ઉપર નભનાર) દેશ નથી. તે તો સતત વહેતી નદીઓ ઉપર નભે છે. એટલે જ્યારે દુષ્કાળ પડે ત્યારે પણ પંજાબીઓ કદી વાગડ, મારવાડ કે ઝાલાવાડના કોની પેઠે પિતાનાં ઘરબાર છોડી દેશાવરમાં ભટકતા નથી જણાતા. આ બધી પ્રાકૃતિક વિભૂતિ પંજાબને એટલા બધા પ્રમાણમાં મળી છે કે ત્યાં વસવા માટે કઈ પણ લલચાઈ જાય. એટલે માત્ર આર્ય જતિ જ નહિ, પણ અતિહાસિક યુગની બહારથી આવેલી બધી જાતિઓએ પંજાબમાં રહેવું પસંદ કર્યું અને ત્યાં રહી તેઓએ શારીરિક વિકાસ પણ સા. બહારથી આવનારી જાતિઓના જુદા જુદા રંગો કે કદે પંજાબની પિષક ભૂમિમાં એકરંગી અને એકસરખાં બની ગયાં. આજે પંજાબમાં વસ્તી અને કયારેક દૂર દૂરના ભાગમાંથી આવેલી જાતિઓ લગભગ બધી પંચઠ્ઠી કાઠી જ ધરાવે છે. જે પૈબરઘાટના વિકટ માર્ગમાંથી પસાર થઈ અને પરસેવે રેબઝેબ થયેલી જાતિઓને પંજાબનું પ્રાકૃતિક આશ્વાસન ન મળ્યું હોત અને મારવાડનાં વેરાને સાંપડ્યાં હોત તો કદાચ હિંદુસ્તાનમાં આટલી વિદેશી જાતિઓનું મિશ્રણ જ ન થયું હેત.
૩ અસહકાર પહેલાંની અને પછીની સ્થિતિ
અસહકાર પહેલાં પંજાબમાં જે કટ્ટરના, ધર્માન્જતા હતી તે આજે કાંઈક ઓસરી છે. પાંચ વર્ષ પહેલાં પંજાબમાં દાખલ થનાર કોઈને કહે કે “હું પંડિત છું ” તો એવું સાંભળનાર એમ જરૂર પૂછતો કે, “તમે કયા સંપ્રદાયના છે અને ક્યાં શાસ્ત્રાર્થ માટે જાઓ છો?” આજે એ સ્થિતિ મોળી પડી છે. હજુ એટલું અવશ્ય અને કદાચ વધારે પ્રમાણમાં છે કે જે હિંદુ પંડિત હોય તો તેને એમ પૂછે કે તમે હિંદુ સંગઠનમાં માને છો કે નહિ ? પાંચ વર્ષ પહેલાં આર્ય સમાજ, સનાતન, જૈન, શીખ, મુસલમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org