________________
૨૨૨]
દર્શન અને ચિંતન રહમ હૈ અબ દરવાજે તક આ . અબ તક તુને મજૂરી કર્યો નહીં ઘટાઈ હમ તે અધિક ખર્ચ કર નહીં સકતે, તું ચલે જા. હમારી કસરત ભી હે ગઈ ઔર પૈસે ભી બચ ગ.” તેણે કહ્યું: “સબ પઢે લિખે બઈમાન હોતે હૈ. ગાંધી ટોપી ઔર ખાદી પહનકર તુમ સબ લોગને મજૂરોંકા પૈસા માર દિયા,' એમ કહી અનેક ગાળાની અમૃતવર્ષા વરસાવતિ તે નિરાશ થઈ ચાલે ગયે.
- સંતેજી ગ્રામર પણ આથી ઊલટી સ્થિતિ તદ્દન નાનાં સ્ટેશનના મજુરની હોય છે. ત્યાં ગ્રામસુલભ સરલતા અને સંતોષ દેખાય છે. તેનું એક અજબ ઉદાહરણ હું ક્યારેય નહિ ભૂલું. બડેદ સ્ટેશનથી ગામ લગભગ માઈ લેક દૂર હશે. બધે સામાન સાત પૈસામાં સંબી મજૂરે ઉઠાવ્યો. રસ્તામાં વાત ચાલી. તે છોકરો જુલાહે હતા. તેના કુટુંબનું કામ પડ વણવાનું છે. મેં તેને પૂછયું: “ગાડી ઉપર ન આવે અગર મંજૂરી ન મળે ત્યારે શું કરે છે?' તેણે કહ્યું : “મા બાપ સાથે વણવાનું અને કયારેક બીજું કામ.” છોકરાના કદ કરતાં સામાન વધારે હતો. રસ્તે લાંબો. તે પિતાની અશક્તિ કે અણગમે જરાયે પ્રગટ ન કરે. જયારે ખૂબ થાકે ત્યારે કહેઃ “બાબુજી.
ડી દેર સામાન નીચે ઉતારીએ.” અમે જોયું આ છોકરે કેટલે પ્રમાણિક અને કેટલે પુરુષાથી છે. બીજા અનેક પ્રતિસ્પધી મજૂરના છોકરાઓએ આ છોકરાને થોડા પૈસામાં અમારો સામાન લઈ જવા બદલ ગાળો દેવા માંડેલી, મારવાને ભય પણ બતાવ્યો, પણ આ છોકરે એકનિષ્ઠાથી ચાલી રહ્યો હતો. મારું મન સાધુસંત પ્રત્યે આકર્ષાય તેથીયે વધારે આકર્ષાયું. પિલા પ્રતિસ્પધી છોકરાઓને ખૂબ ધમકાવી દૂર કર્યા અને મેં તથા મારા સાથીએ તેની પાસેથી કેટલેક સામાન ઉપાડી લઈ તેને બોજે તન નહિવત કર્યો, પણ અમારી આ વૃત્તિ તે છોકરાથી સહન જ ન થઈ. તે કહે : “બાબુજી, આપ કર્યો. ઉઠાતે હૈ ? મેં ધીરે ધીરે સબ સામાન અકેલા હી પહુંચા દૂગા.” ખરેખર, આ છોકરાના ઉદ્દગારો તે વખતે હદયને હચમચાવતા. છેવટે ગામમાં પહોંચ્યા અને જ્યારે ત્યાં પણ ઘણું કામ લીધા પછી અમે બે જ પૈસા વધારે આપ્યા ત્યારે તેના સંતોષને પાર ન રહ્યો. કયાં દિલ્હીનો જમ જે મજુર અને ક્યાં બડોદને સરલ–સંત મજુર એ સ્થિતિ મજૂરામાં છે તે જ બધા વર્ગના માણસમાં ઓછેવત્તે અંશે જોઈ શકાય છે.
-પ્રસ્થાન: પુસ્તક ૩: કાર્તિક ૧૯૮૩ અંક ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org