________________
મારે પંજાબને પ્રવાસ
[ ૨૧ ગમે તે રીતે ટ્રેનમાં દાખલ થઈ જાય છે. અને ટિકિટ–કલેકટર આવવાની
જ્યાં જ્યાં સંભાવના હોય ત્યાં ત્યાં તેઓ ચકાર દૃષ્ટિથી તરત જ સીટ ઉપરથી ઊઠી જાય છે. પણ આ વખતે દુનિયામાં જે ત્યાજય સ્થાન તે જ તેઓનું શરણધામ બને છે ! ડબામાં છુપાવાનું સ્થળ પાયખાનું. જેટલીવાર ગાડી ઊભી રહે તેટલી વાર પાયખાનું બંધ કરી તેમાં ભરાઈ રહેવું એ તેવાઓની યુક્તિ. આ સ્થિતિ ગાડીમાં પહેલી જ વાર અનુભવાઈ
એક બલૂચી સ્ત્રી અને પુરુષ બંને વગર ટિકિટ બેઠેલાં. ભયને વખત આવે કે પેલી બાઈ પાયખાનામાં ઘૂસે. પણ આ પાપ ક્યાં સુધી છાનું રહે ? કારણ, બાઈ પાયખાનામાં જાય ત્યારે ભાઈ બહાર રહી જાય, અને ભાઈ છુપાય ત્યારે ખાઈ શ્રી પડી જાય. એક ને એક તે પકડાઈ જ જાય, આજીજી કે ટિકિટ-કલેકટરની હિંદુ જાતિ સુલભ દયાથી કદાચ મેક્ષ મેળવે તિ પિસેજોની કિકિયારીનું બંધન તેઓને શિરે ઊભું જ હોય. પાયખાનામાં છુપાયેલ માણસ ત્યાં વધારે વખત લે તેને નભાવી લેવાની ક્ષમા કાંઈ બધા પિજેરોમાં છેડી હોય? કોઈ કહે : “આટલી બધી વાર કેમ?” કોઈ કહે : “આ તો બીમાર રહે છે. એ પાયખાનામાં મૂછ આવી હોય. કોઈ કહે “ના, ના. એ તો ટિકિટ વિના જ બેઠેલ છે. કેટલાક કુતૂહલીઓ વિલંબ સહન ન કરી શકવાથી પાયખાનાને ધક્કા મારે, અને જે તેમાં પેલી બાઈ હોય તે કેટલાક મશ્કરીઆઓ બહારથી બરાઓને કહે કે જાઓ તમે ઊઘ-ડાવે. આ રીતે ટિકિટ બતાવવાના ભયમાંથી મુક્તિ મેળવવા ઇચ્છનાર પિલી બલૂચી બાઈ કે ભાઈને ઊલટાં કેટલાં બનાવતાં; અને કેટલી ગાલીઓ ખાતાં એ દષ્ય જેવામાં અને મનુષ્યપ્રકૃતિની વિવિધતાનું અંતર વિચારવામાં રેલવેનો ઘણો માર્ગ કપાઈ ગયો. વધારે આકર્ષક તો એ હતું કે જ્યારે પિલાં બને બહાર હોય અને અચાનક ચાલતી ગાડીએ ટિકિટ-કલેકટર આવે ત્યારે કઈ કઈ ભાષા જ ન સમજે ! ટિકિટ-કલેકટર બેલે હિંદી કે અંગ્રેજીમાં. ત્યારે તે બેલે બલૂચી ભાષામાં. કે કેને શું કહે છે એ જેવાના તમાશામાં જ પેસેંજરના-ખાસ કરીને મારા પૈસા વસૂલ થઈ જતા, અને સિનેમા નહિ જોવાનો ખેદ આમ શમી જ. જે કઈ ટિકિટકલેકટર પાકા ભેજાને આવતે તે જ આવા ૫ા ચેરોને ઉતારતે. નહિ તે એક બે ધમકી આપી ફરી આવું ન કરવાની મિથ્થા ચેતવણી આપી, ફરી આવું કરવાની જ કૃતિથી તાલીમ આપી જતો. શું બલૂચીઓ કે શું પઠાણે, જરા જબરા અને ખંધા તે રેલવેમાં સ્વતંત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org