Book Title: Maro Punjabno Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 19
________________ મારે પંજાબને પ્રવાસ [૨૧૯ હૈય ત્યારે આવી લડાઈમાં બહુધા ગાળાનું જ લેવેદ્ય હોય છે, પણ પંજાબ જેવા ભાગમાં તે મારામારીની મીઠાઈ જ નજરે પડે છે. એક વિદ્વાન. મિત્રે રેલવેની આ સ્થિતિનું એક સુંદર ઉપમા દ્વારા સ્પષ્ટીકરણ કરેલું. તેઓએ કહેલું કે પેસેંજર અને શ્વાનોની વૃત્તિ એક જેવી છે. નવો કૂતરા આવે તો જૂનાઓ તેને પોતાની હદમાં આવવા ન જ દે. આવનાર કુતરો. નિર્બળ હોય તે જમીન ઉપર આળોટી જાય અને જૂનાઓની મહેર મેળવે. બળવાન હોય તો લડી-ઝઘડીને હદમાં દાખલ થાય. એટલે પછી જૂના નવા. બધા એક જ. વળી આ બધા કૂતરા પોતાની હદમાં પાછી બીજા નવા આવનાર કુતરા સામે તે જ રીતે થવાના અને તેઓ વચ્ચે પાછી સમાધાની થવાની. નવા ચડનાર અને ચડી બેઠેલા પિસેંજરો વચ્ચે શ્વાનવૃત્તિ અનુભવાય છે. અને એ જ મનુષ્યહુદ્યની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર છે. જે જ્ઞાની હોય છે, જે રોજ પૂજાપાઠ કરનારો હોય છે, જે ઈશ્વરની બંદગીને ચાલુ ઢબે કરવા ભૂલતો નથી, રેલવેમાં પણ નમાજ પઢવા ચૂકતા નથી, જે સમગ્ર જીવસૃષ્ટિને એક જ બ્રહ્મના અંશો માને છે, જે અહિંસા અને દયામાં પિતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માને છે, તે બધાનું ધાર્મિક હદય મોટે ભાગે. રેલવેમાં યથાર્થ રૂપમાં જોવા મળે છે. કોઈ ઈશ્વરની કેટલી નજીક છે અને કે કેટલે દૂર છે એનું ભાન આપણને ત્યાં જ થાય છે. હું તો એમ પણ કહું કે શાંત અને ક્ષમામૂર્તિ ગણાતા સર્વ સંપ્રદાયના ધર્મગુરુઓને જે આવા પ્રસંગમાંથી પસાર થવું પડે તે જ તેઓની શાંતતા અને ક્ષમાશીલતા. યથાર્થરૂપે કસેટીએ ચડે. અસ્તુ. ખાનપાન રેલવેમાં બીજી બાબત ખાનપાનની છે. કેટલાક તે મુસાફરી દરમિયાન ખાતા નથી; એટલું જ નહિ પણ ચાલતી ગાડીએ પાણી પણ પીતા નથી. વધારે વખત ખેતી થાય એવે સ્ટેશને તેઓ નીચે ઊતરી પાણી પીએ છે. એટલે નળનું પાણી ન પીનાર સમ્પ્રદાયને તદ્દન નાશ કરવામાં હજી રેલવે. સફળ ન થઈ, પણ આવાં કટ્ટર માબાપની જ સંતતિ તે તેટલી ઉદાર થઈ જ ગઈ છે. ગમે ત્યાં, ગમે તે પળે, પૈસા હોય અને નવું આવ્યું એટલે ખરીદવું. નથી સ્વચ્છતાને વિચાર, નથી આરોગ્યની દૃષ્ટિ કે નથી, પેટની પરવા. તેઓ એમ કહે છે કે, રેલવેમાં બધું પચી જાય. ખુલ્લાં હવાપાણીમાં કાંઈ બંધન રાખવું એ બેવકૂફી છે. કદાચ આ જ ખાનપાનની ઉદારતા અને સમભાવશીલતાને લીધે વેચનારવર્ગ પણ ઉદાર અને સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25