Book Title: Maro Punjabno Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ મારા ધજાબના પ્રવાસ [૨૦૧ છે. ત્યાંના બાળકામાં કાંઈક એવું સૌ છે જે અહીં રહેનારાને ન જ સમાય. ત્યાંની બનાવટમાં ત્રાંબા-પિત્તળનાં વાસણે ખાસ ગણાવવા જેવાં છે. તેની ધાતુ ઉત્તમ, આકાર સુંદર અને મજબૂતાઈ તથા નશાને લીધે તે કિંમતી હોય છે. પણ ત્યાંની એક પ્રથાથી અમને અહુ જુગુપ્સા થઈ. ત્યાં વેશ્યાની સંખ્યા, બહુ જ વિષમ છે. દરેક ખાણાની દુકાન ઉપર અથવા પાસે એક વૈશ્યાની. દુકાન પણ હોય છે. ત્યાંના લોકાની પ્રકૃતિ સરળ તો ખરી જ, પણ તેટલી જ ખતાંધ અને જડ. આ કારણથી તેઓમાં ધાર્મિક ઝનુન તીત્ર છે. હિંદુએટ અને મુસલમાન વચ્ચે જ વિખવાદ છે એમ નહિ, પણ સનાતની અને આસમા”, સનાતની અને જૈન, આર્યસમાજી અને જૈન, જૈતામાં પણ સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક, શાખા અને ઔા સંપ્રદાયે એ બધા વચ્ચે ધાર્મિક વાદવિવાદો અને ઝધડાઓ બારે માસ ચાલ્યા જ કરે છે. લગભગ ૧૭ વરસ પહેલાં સનાતન અને જૈન સંપ્રદાય વચ્ચે એક મહાન શાસ્ત્રાર્થ થયા હતા. તે વખતે એક મારા ખાસ મિત્ર જૈન સમાજ તરફથી ગયેલા અને સનાતન સમાજ તરફથી તે સમાજના અતિ પ્રસિદ્ધ પતિ ભીમસેન, જ્વાલાપ્રસાદ અને ગોકુલચંદ્ર દિવસના સે। સે। અને પાણાસા પાણાસાની ફીએ ગયેલા. આ શાખા નિમિત્તે એક માસ સુધી ઝધડે ચાલેલા. આવા ઝધડા માટે ત્યાં બ્રહ્મ અખાડા નામનું સ્થાન છે. તે સ્થાન જોવાની મારી ઉત્કટ ઇચ્છા હતી. રાત્રે નવ વાગે ગયા ત્યારે એક સનાતની પંડિત ખીન્ન સંપ્રદાયોનું ખંડન કરવા ભાષણ આપતા હતા. શ્રાદ્ધ પિતૃઓને મળે છે, તીર્થાં ખાટાં નથી, જાતિભેદ ખરે છે વગેરે માત્ર પારલૌકિક વિષયે ઉપર જ તે ખેલતા હતા. અને એ પચીસ પચાસ શ્રોતાએને આગ્રહપૂર્વક કહેતા હતા કે મારા પછી ખેલવા ઊઠનાર દરેક બ્રહ્મચારી-વિદ્યાર્થી સંસ્કૃતમાં જ મેલરી. તમે તેઓને સાંભળી તેના સંસ્કૃત જ્ઞાન વિશે જાણા એમ હું ઇચ્છું છું. આ શ્રોતાઓમાં કાઈ સંસ્કૃત જાણુતા હાય એમ મને લાગતું નહેતુ. અલબત્ત, સત્કૃત અભ્યાસની આટલી બધી મહત્તા અને સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનનું આટલું બધું ગૌરવ જે આજકાલ પંજાબમાં દેખાય છે તેનું માન સ્વામી ધ્યાનંદ અને આર્ય સમાજને ધરે છે; પણ સાથે સાથે જે ત્યાં વાદવિવાદની ઘેલછા જાગેલી જોવાય છે તેનુ માન પણ તેને જ ધરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25