Book Title: Maro Punjabno Pravas Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ મારે પંજાબને પ્રવાસ [૨૨૯ અને દારૂ વગેરે કેફી ચીજે પીવાનું પરિણામ શિક્ષણ સાથે જ વધ્યું છે અને વધતું જાય છે. ત્યાં જાટની પુષ્કળ વસ્તી છે, પણ તેઓ કાઠિયાવાડના ગિરાસદારની પેઠે વ્યસનમાં અને કોર્ટમાં ખુવાર થઈ ગયા છે, અમે બડેદ સ્ટેશને ઊતર્યા. બડેદ એ એક કસબ છે. ત્યાં પ્રમાણમાં જેની વસ્તી સારી છે. ત્યાંના કોઈ પણ જૈનો જ છે. તેમાંયે દિગંબર સંપ્રદાય મટે છે. એ લેકેની એક હાઈસ્કૂલ ચાલે છે. બડેદની ભાગળમાં થઈ બિલી જવા નીકળ્યા ત્યારે એક બાજુ એ હાઈસ્કૂલના મેદાનમાં વિદ્યાથીઓનું સંગીત દૂરથી સંભળાયું. એ સંગીતની ઢબ ઉપરથી જ એ દિગંબરની કોઈ સંસ્થા હોવાનું મેં કપેલું. જે પાછળથી સાચું પડયું. એ વખતે ત્યાં કોઈ ઉત્સવ ઊજવાતો હતો. એ હાઈસ્કૂલ ત્યાંને એક જમીનદાર દિગંબર ગૃહસ્થ ચલાવે છે. થોડીક સરકારી ગ્રાન્ટ બાદ કરતાં બાકીનો બધો ખર્ચ તે જ પૂરો પાડે છે. એને જ અંગે એક ઐડિગ પણ છે, જેમાં માત્ર જૈન વિદ્યાથી એ જ રહે છે. વિલાસ માટે વાનપ્રસ્થ એક તરફ વિદ્યાપ્રેમી ગૃહસ્થની સન્માર્ગે ઉદારતા અને બીજી તરફ વિલાસવી જમીનદારને દુર્બસનોની પાછળ સર્વસ્વ ત્યાગ એ બને મને એક જ સાથે આ પ્રવાસમાં અનુભવાયાં. એક મોટી આવકવાળા દિગંબર જમીનદાર જેને બાળબચ્ચાં નથી અને ધારે તે બે ત્રણ હાઈસ્કૂલે સ્વતંત્ર ચલાવી શકે તેને પણ તે તરફ જ જે. એનું કામ નવી નવી તરુણીઓ શોધવાનું અને તેને અંગે આવશ્યક વ્યસનો કે ખટપટ સેવવાનું સાંભળ્યું ત્યારે જાતિ અને ધર્મમાં દાખલ થયેલ વિષનું ખરું ભાન થયું. લગભગ વીસ વર્ષ પહેલાં આરા શહેર (બિહાર) ગયેલો ત્યારે એક સંસ્કૃત વિદ્યાના અભ્યાસી દિગંબર વિદ્યાથીને મિત્રભાવે પરિચય થયેલો. એ વ્યક્તિ એક મોટા જમીનદારો પુત્ર છે. તેણે કઈ વાર પિતાના વતનમાં આવવા મને કહેલું. અચાનક મેરઠ જિલ્લા તરફ આવવાનું બનવાથી, એવી ધનાઢયા સ્થિતિમાં પણ ખાસ કરીને તેના સંસ્કૃત વિદાના રસને લીધે મળવાનું મન થયું. પણ પૂછપરછ કરતાં તેની વિષમ સ્થિતિ કાને પડી. આજે તો એણે સંસ્કૃત વિદ્યાનાં પિથાં ફેંકી દીધાં છે, બીજાં પણ સામાજિક કે ધાર્મિક કામોથી વાનપ્રસ્થ મેળવ્યું છે, અને હવે તો તેમણે વિલાસ માટે જ સંન્યાસ લીધો હૈઈ બધી સંપત્તિ બરબાદ કરવા માંડી છે. આ વ્યક્તિ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25