Book Title: Mahavirnu Aarogya Shastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તુતિ આરોગ્યનો પ્રશ્ન જીવન સાથે સંકળાયેલો પ્રશ્ન છે. તે કોઇ એક સંપ્રદાયનો પ્રશ્ન નથી. ભગવાન મહાવીર સમક્ષ આત્મા મુખ્ય હતો અને શરીર ગૌણ હતું. આત્માના વિકાસમાં સહ્યોગી બને તે શરીરનું મહત્ત્વ હતું. એવું શરીર મૂલ્યહીન હતું કે જે આત્મોદયમાં અવરોધ સ્ત્ય બનતું હોય. આદિથી અંત સુધી આત્માની પરિક્રમા કરનારી ચેતના એ જ સ્વાસ્થ્યને મહત્ત્વ આપી શકે છે, કે જેના કણેકણમાં આત્માની સહજ સ્મૃતિ હોય. ભગવાન મહાવીરે આરોગ્યના શાસ્ત્રનું પ્રતિપાદન નથી કર્યું. તેમની વાણીમાં શરીર આત્માનું સહાયક અને ઉપયોગી માત્ર છે. તેથી શારીરિક આરોગ્યનું શાસ્ત્ર તેમની વાણીનો વિષય બન્યું નથી. તેમની સમક્ષ પરમતત્ત્વ હતું આત્મા. તેને સ્વસ્થ રાખવા માટે તેમણે ઘણું બધું કહ્યું અને તે અધ્યાત્મશાસ્ત્ર બની ગયું. અધ્યાત્મશાસ્ત્રનું બીજું નામ આરોગ્યશાસ્ત્ર છે. આ સચ્ચાઈનું પ્રતિપાદન વાંચી શકાશે ‘મહાવીરનું આરોગ્યશાસ્ત્ર'માં. આત્મિક આરોગ્યમાં અવરોધ નાખનારાં તત્ત્વો રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, ભય, શોક, ઘૃણા, કામવાસના વગેરે છે. તે શરીર અને મનને પણ ણ (રોગી) બનાવે છે. તેમની ચિકિત્સા એ આરોગ્યનો મૂળ આધાર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 188