Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય શુભ સંકલ્પપૂર્વક જે કાના પ્રારંભ કર્યો હોય, અને જેની પાછળ પુરુષાથની પ્રશસ્ત પરંપરા હોય, તે કાય અવશ્ય સિદ્ધ થાય છે તથા યશસ્વી નીવડે છે. જૈન સાહિત્ય પ્રકાશન મંદિરની પ્રવૃત્તિ સબંધી અમારે અનુભવ આ જ પ્રકારના છે. સ. ૨૦૧૪ ના શ્રાવણ વદિ ૮ ના દિવસે એની સ્થાપના થઈ, ત્યારે અમારી પાસે મુખ્ય સાધન શુભ સંકલ્પનું જ હતું, પરંતુ અમારું ધ્યેય સ્પષ્ટ હતું અને તે માટે પૂરતા પુરુષાર્થ કરવાની પણ તૈયારી હતી, એટલે દશ વર્ષના ગાળામાં અમે નાનાં મોટાં અતિ ઉપયોગી ૪૮ જેટલાં પ્રકાશના કરી શક્યાં અને જૈન સમાટે તેને હાર્દિક ઉમળકાથી વધાવી લીવાં. સં. ૨૦૨૨ ના શ્રાવણ માસમાં અમે ‘નમસ્કારમંત્રસિદ્ધિ નામના ગ્રંથનુ પ્રકાશન કર્યું, તેની એક જ વર્ષમાં બીજી આવૃત્તિ થવા પામી અને તે પણ હવે તે લગભગ પૂરી થવા આવી છે. તેણે આરાધનાવિષયક ગ્રંથેા પ્રકટ કરવાને અમારા ઉત્સાહ વધારી દીધા. પરિણામે અમે આજે ‘મહા પ્રાભાવિક ઉવસગ્ગહર સ્તોત્ર યાને જૈન મંત્રવાદની જયગાથા' નામના આ ગ્રંથ પાકાના કરકમલમાં મૂકી રહ્યા છીએ. આ ગ્રંથ જૈન ધર્મ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી અધ્યાત્મવિશારદ, વિદ્યાવિભૂષણુ, ગણિતદિનર્માણ, સાહિત્યવારિધિ, શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણા પરિશ્રમે તૈયાર કર્યાં છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ ઉવસગ્ગહર સ્તોત્રના એક અનન્ય આરાધક છે અને તેના અલૌકિક પ્રભાવને સાક્ષાત્કાર કરી ચૂકેલા છે, એટલે છેલ્લાં કેટલાંક વર્ષથી એ સ્તેાત્ર અંગે એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ પ્રકટ કરવાની તેમની ઉત્કટ ભાવના હતી, એ તેમણે આ ગ્રંથના સર્જન દ્વારા પૂરી કરી છે. આ ગ્રંથમાં તેમણે ઉવસગ્ગહરં સ્તોત્રની આખી ભૂમિકા સરસ રીતે રજૂ કરી છે, તેના પર રચાયેલા સાહિત્યની યાદી પણ આપી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 478