Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 122
________________ ૧૧૨ લે મિરેલ પિતાએ તેને અંતિમ પળોએ આપ્યો હતો! આથી તેની અક્કલ જ બહેર મારી ગઈ. દરમ્યાન જોન્વેટ ઘૂરકતો અને હૂંફવતો ટેબલ પાસે પૈતરા ભરવા લાગ્યો હતો. તે હવે મેં. લેબ્લાન્ક તરફ મુક્કી ઉગામીને બોલ્યો, “બેટા દાનવીર ! તું મોટો ઢીંગલીઓ આપનારી! તું જ પેલી ૧૮૨૩ની નાતાલની રાતે ફાટેલાં કપડાંમાં આવીને ફેન્ટાઇનની પોરીને મારે ઘેરથી લઈ જનારી! તું પાછો મને ઓળખતો નથી ! પણ મેં તો તને આજે સવારે આ ઓરડીમાં પેઠો ત્યારથી ઓળખી કાઢયો હતો. હવે તને ખબર પડશે કે, લોકોની વીશીમાં ફાટેલે કપડે પેસી તેમનો એકમાત્ર આધાર ઝૂંટવી લેવો અને નિર્જન વનમાં એકલા હોય ત્યારે દડો બતાવીને તેમને ડરાવવા, એ કેટલા શેરની વાત છે!” - પોતાના જ ઉશ્કેરાટથી હાંફતો હાંફતો થોડો થોભીને પાછો તે લાલચોળ થઈ જઈને બોલ્યો, “તું જ મારા કમનરસીબનું મૂળ છે. પંદરસો ફ્રાંકમાં તું મારે ત્યાંથી એક છોકરીને ઉપાડી ગયો કે જે કોઈ તવંગર લોકોને છોકરી હતી અને જેને લીધે મને સારી પેઠે પૈસા મળતા હતા, તથા આખી જદગી ચાલે તેટલા મળવા જોઈતા હતા !” ' આટલું બોલી તે પોતાના સાથીદારે તરફ ફર્યો. આ તકનો લાભ લઈ, મેં લેબ્લાન્ક એકદમ ખુરશીને પગ વડે ધકેલી દીધી, તથા ટેબલને હાથ વડે ધક્કો મારી એક કૂદ કે ભર્યો; અને થનારડિયર પાછો વળીને જુએ ત્યાર પહેલાં તે બારીએ પહોંચી ગયો. એક સેકંડમાં બારી ઊઘડી ગઈ, અને તે બહાર પણ નીકળી ગયો. પણ એટલામાં તેને છ મજબૂત હાથે પકડ્યો અને પાછો ઓરડામાં ઘસડી આણ્યો. મેશના મોં વાળા ત્રણ જણા તેની ઉપર કૂદી પડ્યા અને થેનારડિયર બાનુએ તેના વાળ પકડયા.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202