Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 192
________________ ૧૮૨ લે મિરાલ્ડ થાય. પછી મેં પેલાને દરવાજો ઉઘાડી આપ્યો, અને એના ભયંકર ગુનામાં વધુ સંડોવાવું ન પડે તે માટે હું પાછો સુરંગમાં તાળું વાસીને પેસી ગયો. એ ખૂની માણસ જીન વાલજિન હતો. અને એ મરેલા માણસના કોટનો ટુકડો આ રહ્યો.” એમ કહી તેણે ખિસ્સામાંથી ભારે દબદબાથી લૂગડાનો એક ટુકડો કાઢ્યો. ‘બેરન સાહેબ, એ મરેલો માણસ કોઈ ભારે તવંગર જુવાન પરદેશી હતો. જીન વાલજિને તેને કશીક જાળમાં ફસાવીને તેની પાસેથી ભારે મોટી રકમ પડાવી હોવી જોઈએ. બોલો સાહેબ હવે તે ખૂની અને ડાકુ ખરો કે નહીં? પછી પોતાનો ગુનો છુપાવવા અને આપના પ્રતિષ્ઠિત ઘરની ઓથે આરામથી રહેવા, તેણે પોતાની મિલકત બેરન સાહેબાને ભેટ કરી દીધી !' “પોતે જ તે મરેલો માણસ છું અને આ રહ્યો તે કોટ, જેમાંથી તે કકડો ફાડી લીધો હતો.” એમ કહી મેરિયર પોતાનો સંઘરી રાખેલો લોહિયાળ કોટ લાવીને તેમાંથી ફાટેલા ભાગ ઉપર થનારડિયરે આપેલો કકડો બરાબર બેસાડી જોયો. થેનારડિયર એ જોઈ કરી જ ગયો. મેરિયસ હવે ઉતાવળમાં આવી ગયો હતો. તેણે પોઝપ ખિસ્સામાંથી પાંચસો અને હજાર કૂકની એક એક નોટ કાઢીને થેનારડિયરના મોં ઉપર પછાડી. “બદમાશ, હરામી, તું એક નંબરનો જુઠ્ઠો દગાબાજ બેશરમ કુત્તો છે. તું એ માણસને કલંકિત કરવા આવ્યો હતો, પણ તે તેને દેવ પુરવાર કર્યો છે. તું જ ખરી રીતે ડાકુ છે, ખૂની છે. તે જ એને લૂટવા લોઢાની ફરસી તપાવી હતી અને મારાઓ ભેગા કર્યા હતા. તેને કાયમની જેલમાં ધકેલી દેવા તથા ફાંસીએ લટકાવવા મારી પાર પૂરની સાબિતીઓ

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202