Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 196
________________ કે મિઝેશ૩ ‘બસ, બસ, આવું બધું શા માટે બોલો છો?' જીન વાલજિને ધીમેથી કહ્યું. પણ તમે આ બધું મારાથી શા માટે છુપાવ્યું ? અને જ્યારે તમે પોતાની કબૂલાતને બહાને મને થોડું ઘણું કહી ગયા, ત્યારે તે તો છેક જ તમારી જાતને ઢાંકી દેવા માટે જ હતું. તમે મારા પ્રત્યે આટલી બધી ક્રૂરતા કેમ દાખવી ? બાપુજી, શું હું તમારા છોરુ નથી ? તમે મારાથી જ અણછતા રહ્યા? આ દુનિયામાં તર્મ મને તમને ઓળખવાની અને ચાહવાની તક જ ન આપી !' ૧૬ જીન વાજિને તેના તરફ માયાળુપણે ધીર્મથી કહ્યું, ‘બેટા, હવે હુ તને ખરેખર પામ્યો ! તે વખતે બધું કહીનેય હું તને જેટલો ન પામત, તેથી વધુ હવે હું તને પામ્યો. પ્રભુએ ખરેખર મારા સામું જોયું,' • પણ જીન વાલિજનના હાથ વધુ ને વધુ ડેડા પડતા જતા હતા. મેરિયર્સ હવે તેને ઘેર ઉપાડી જવા ઉતાવળ કરવા માંડી. જીન વાજિને કું હસીને મહામહેનતે કહ્યું, બેટા, હવે એની કશી જરૂર નથી. હવે મારી છેલ્લી ઘડી છે. મેં જે પૈસા ર્કાોટને આપ્યા છે, તે મારી સાચી કમાઈના પૈસા છે. તેમાંનો એક પૈસો પણ હરામનો નથી. તમે લોકો એ પૈસાને હાથ નહોતાં લગાવતાં, તેથી મારું હૃદય કેટલું બધું કપાઈ જતું હતું, તે હું જ જાણું છું; મને મારું આખું જીવન ધૂળ મળ્યું એમ જ લાગતું હતું. મેં એક કાગળમાં એ બધી હકીકત લખી છે. એ કાગળ લખવા જ હું ઊઠયો હતો. પણ હવે બસ.' આટલું કહીં છેવટનું જોર કરતો હોય તેમ તે ઊઠો અને બિશપની દીવાદાનીઓ બરાબર નજર સામે ગોઠવી. કોર્સટનાં નાનપણનાં કાળાં કપડાં તો સામે મૂકેલાં જ હતાં.

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202