Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૭ અa જીન વાલજન હવે ટગર ટગર કોસેટ તરફ જ જોઈ રહ્યો હતો. જેણે પોતાની દીર્ધ મુસાફરી માટે તેની લાંબી યાદગીરી સાથે લઈ જવા માગતો ન હોય! પછી બંને દીવાદાનીઓ કોસેટને સોંપતાં ડૂબતે અવાજે તેણે કહ્યું, “બેટા આ બે દીવાદાનીઓ નું સાચવજે. તે ચાંદીની જ છે; પણ મારે માટે સોના કરતાં વધુ કીમતી છે. એ દીવાદાનીઓ મને આપનાર મને સ્વર્ગમાંથી જોતો હશે. મારા જીવનથી મેં તેને સંતોષ આપ્યો કે નહીં ને હું નથી જાણતો. પણ જીવનમાં દરેક પલટા વખતે મેં તેને યાદ કરીને જ તે સંતુષ્ટ થાય એમ વર્તવા પ્રયત્ન કર્યો છે.' થોડી વારમાં તેના હાથ જોરથી પછડાઈને નીચે પડ્યા. કોસેટ અને મેરિયસ તરત ઘૂંટણિયે પડ્યાં અને માથું નમાવી ડુસકાં ભરી ભરી રડવા લાગ્યાં. રાત તારા વગરની ગાઢ અંધારી હતી. પરંતુ એ અંધારામાં આ આત્માને લઈ જવા એક મોટો દેવદૂત પાંખો ફેલાવીને રાહ જોતો ક્યાંક જરૂર ઊભો હતો.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202