Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 194
________________ ૧૮૪ લે મિઝરા છૂટો કરી, મને બેભાન પડેલો જોતાં ઊંચકીને સુરંગમાં ઊતરી પડ્યા. ઓ બાપરે! કેવી સુરંગ? કેટલા માઈલ તેમાં તે અંધારામાં મને ઊંચકીને ચાલ્યા. એક જગાએ તો તેમાં એવડો મોટો ભૂવો પડેલો છે કે, મોટા પર્વતના પર્વત તેમાં ડૂબી જાય. બાપરે! કોસેટ! કોસેટ! હવે તો ગમે તેમ કરીને તેમને આપણે ઘેર લાવવાના છે. ભલે તે હા કહે કે ના કહે! હવે હું અને તું જીવનની એકે એક મિનિટ તેમના માયાળુ અને વહાલભર્યા ખોળામાં માથું મૂકીને જ “બાપુજી, બાપુજી,” કહેતાં કહેતાં આળોટયા જ કરીશું.” - કોસેટ આમાંનું કશું સમજી શકી નહીં. પણ મેરિયસ પોતાના બાપુજીને હવે તેડી લાવવા માટે દોડી રહ્યો છે, એટલું જાણી તેને ઘણો જ આનંદ થયો. મેરિયસના પ્રેમના ભાર નીચે તેને દબાવું પડયું હતું, પરંતુ મેરિયસનો પોતાના બાપુજી તરફનો અણગમો તેને કદી ગમ્યો ન હતો. બારણે ટકોરો મારતાં જ અંદરથી ધીમો અવાજ આવ્યો, “અંદર આવો.” બારણું ઊઘડ્યું. કોસેટ અને મેરિયસ બારણામાં દેખાયાં. કોસેટ તો એકદમ દોડી ગઈ; મેરિયસ ડૂસકાં ભરતો બારણા વચ્ચે જ લાકડું થઈ ગયો. બાપુજી!' કસોટ બોલી. જીન વાલજિન ગળગળ થઈ જઈને બોલ્યો, “બેટા, કોસેટ ! અરે બાનુ! ઓ મારા પ્રભુ ! તારે જય!' કોસેટની બાથમાં દબાયેલો તે ધીમે ધીમે તૂટક તૂટક બોલ્યો, “બેટા તું આવી? તે ત્યારે મને ક્ષમા આપી ખરું?' મેરિયસ હવે આંખોમાંથી ઢળી પડતાં આંસુ મહા પરાણે રકતો, નાનું બાળક પોતાના પિતાના ખોળાના લોભમાં હાથ પહોળા કરીને દોડે તેમ જલદી આગળ ધસ્યો અને મહા પરાણે બોલ્યો, “બાપુજી!”

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202