Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૩ છે. પણ તું આ પંદરસો ફૂાંક લઈને તારું મોં કાળું કર. ટલું તને બચાવે છે!' વટલું?' હા, વટલ્માં તે એક કર્નલનું જીવન બચાવ્યું હતું. તું હવે તારું કાળું કર, મને તારું મેં ન બતાવીશ. આ બીજા ત્રણ હજાર ફૂાંક પણ છે. અને આવતી કાલે તું તારી દીકરી સાથે – કારણ કે તારી પત્ની તો મરી ગઈ છે – અમેરિકા જવા નીકળશે, તો હું તને ૨૦ હજર કૂક તારું વહાણ ઊપડશે ત્યારે આપીશ.” થેનારડિયરને આમાંનું ઘણું જરાય સમજાયું નહીં. પણ તે નોટોના મીઠા ભાર નીચે લદાઈને રાજી થતો થતો ઘર બહાર નીકળી ગયો. આપણે એની વાત અહીં જ પૂરી કરી લઈએ. બે દિવસ બાદ તે અમેરિકા જવા દીકરી સાથે નીકળ્યો, ત્યારે મેરિયસે તેના હાથમાં ન્યૂયોર્કની બેંક ઉપર ૨૦ હજાર ફ્રાંકની હૂંડી મૂકી. પરંતુ ત્યાં જઈને પણ તે બીજો કોઈ સારો ધંધો કરવાને બદલે ગુલામોનો વેપારી જ બન્યો. થેનારડિયર વાત કરીને ચાલ્યો જતાં તરત મેરિયસ દોડતો દોડતો કોસેટ પાસે ગયો અને ગાંડાની પેઠે તેને એક ઘોડાગાડીમાં ધકેલી ગયો. ઘોડાગાડી પવનવેગે દોડાવી મૂકવામાં આવી. . “કોસેટ! કોસેટ! ભારે ભૂંડી થઈ છે. ભારે ભૂંડી થઈ છે. હું બદમાશ છું, ગધેડો છું. કોસેટ ! તારા બાપુજી તો માણસ નથી, દેવ છે. તે મને કહ્યું હતું કે બેવોચ મારફત મેં મોકલાવેલો કાગળ તને મળ્યો જ નથી. તે કાગળ જરૂર તારા બાપુજીના હાથમાં ગયેલો. તેમણે તે વાંચીને જાયું કે હું મોરચામાં આત્મહત્યા કરવા જ ગયો છું; એટલે તરત તે દોડતા ત્યાં પહોંચ્યા. પ્રથમ તો જાવટંને મૃત્યુના પંજામાંથી

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202