Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 191
________________ અત ૧૧ મેરિયર્સ ચોંકીને તરત ખુરસી ઇંતેજારીથી તેની પાસે ખેંચી. થેનારડિયરે વિજેતાના અભિમાન સાથે વાત આગળ ચલાવી - . મારે તે વખતે આ સુરંગમાં રહેવા જવાની જરૂર પડી હતી; અને મારી પાસે તેની કૂચી હતી. હું અંદર આરામ કરતો હતો, તેવામાં એક માણસ સુરંગમાં આધેથી બીજા એક માણસને ખભે ઊંચકી આવતો હતો. તે જેલમાંથી નાસી છૂટેલો રીઢો કેદી હતો અને તેના ખભા ઉપર લોહી નીતરતું મડદું હતું. તેણે પેલાને લૂટી લેવાના ઇરાદાથી મારી નાખ્યો હતો અને તેને નદીમાં નાખી દેવા તે ઇચ્છતો હતો. જોકે, એ સુરંગમાં વચ્ચે જે મોટો ભૂવો પડેલો કહેવાય છે, તેમાં થઈને તે આટલા ભાર સાથે જીવતો શી રીતે આવ્યો, એ સમજી શકાય તેમ નથી. પરંતુ તેનાથી તો એટલું. જ સિદ્ધ થાય છે કે તેણે કેવું કરપીણ ખૂન કર્યું હોવું જોઈએ કે જેને છુપાવીને વર્ગ કરવા તેને આટલું મોટું જોખમ ખેડવું પડયું હતું.' મેરિયસ હવે હાંફતો હાંફતો તદ્દન નજીક સરકી આવીને સાંભળવા લાગ્યો. તેના માં ઉપરની તમામ નસોમાં જાણે આખા શરીરનું લોહી તેમ જ આખા શરીરનું ચેતન એકઠુ થઈ ગયેલું હતું. - થેનારડિય૨ે હવે હાંકવા માંડયું – ‘સાહેબ એ માણસમાં ખવ્વીસનું જોર છે, અને તેણે મારી પાસે કૂંચી માગી. તેને ત્યાં અંધારામાં એકલા ના પાડવાનું બને જ કેમ કરીને! મેં પેલા મરેલા માણસનો ચહેરો જોઈ લેવા પ્રયત્ન કર્યો, પણ લોહીથી ખરડાયેલી દશામાં તેનું માં દેખાય તેમ ન હતું. એટલે વાતચીત કરવામાં વખત કાઢી મે' પેલો ન જાણે તેમ મરેલા માણસના કોટમાંથી એક ટુકડો ફાડી લીધો; જેથી ભવિષ્યમાં કોઈ,વખત આ ખૂનનો કિસ્સો પકડવામ મદદ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202