Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 190
________________ લે મિઝરલ કરી હતીઆખા ગામનો અન્નદાતા અને પ્રાલપિતા એ જ માણસ હતો? અને જાવર્ટને જીવતદાન દેનાર પણ એ હતો? ખરેખર એ તો એક મહાપુરુષ, સંતપુરુષ કહેવાય!” | “જુઓ સાહેબ, હવે થનારડિયરનો મરડમાં બોલવાનો “વારે આવ્યો. “જીન વાલજિન મહાપુરુષ પણ નથી કે સંતપુરુષ પણ નથી. કારણ કે તે ખૂની અને ડાકુ છે.” - - “હજુ પણ?' ” “હા હજુ પણ. તેણે મે. મેડલીનને ભલે નથી લૂંટયો; છતાં તે લૂંટારુ હતો. તેણે જાવટને નથી મારી નાખ્યો; છે તે ખૂની હતી.' | ‘તુંશું ૪૦ વર્ષ પહેલાં તેણે કરેલી નાની સરખી ચોરીની વાત યાદ કરાવવા માગે છે કે જેનું પ્રાયશ્ચિત્ત અને કેટલાય ગણો બદલો તેણે પશ્ચાત્તાપ તથા દાનસેવા ભરેલી પછીની લાંબી જિંદગી દ્વારા આપ્યો છે?' કે “જુઓ સાહેબ હવે હું જે વાત કહું છું તેની કિંમત આપે આપવી હોય તેટલી આપજો. આપ કહેશો કે, હું જીન વાલજિનને જ એ વાત શાથી થી વેચવા જતો ? પણ જુઓ સાહેબ, તેણે પોતાની બધી મિલકત આપને આપી દીધી છે; અને હવે તેની પાસે કાણી કોડી પણ રહી નથી. પરંતુ મારે તો લાંબી ખર્ચાળ મુસાફરીએ જવું છે. તેથી મોટી મિલકતવાળા આપને જ એ વાત હું વેચવા માગું છું. મને એ આખી વાત પુરાવા સાથે મેળવતાં ઘણી મહેનત પડી છે.” * આટલું કહી પછી તેણે વાત વિસ્તારથી શરૂ કરી. જુઓ બેરન સાહેબ, ૧૮૩૨ના જૂનની ૬ ઠ્ઠી તારીખે, આજથી એક વર્ષ પહેલાં, બળવાના દિસે હું મોટી સુરંગ જ્યાં સીન નદી ઠલવાય છે તે જગાએ હતો.”

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202