Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 163
________________ માર પડ્યો ૧૫૩ - તેથી તો કહું છું કે અર્ધો ભાગ. તું આ માણસને લૂંટીને તેના મડદાને વગે કરવા સુરંગમાં ઊતરી પડ્યો. પણ તને ખ્યાલ ન રહ્યો કે અહીં મોટા તાળાવાળી જાળી છે. હું તને ઓળખતો નથી, પણ તું મારો ધંધાદારી ભાઈ જ છે એ નક્કી. હું તને મદદ કરી શકું તેમ છું. તું મને અર્ધો ભાગ આપે, તો હું તને ચાવીથી તાળું ઉઘાડી આપું. અને તેને બહાર જવા દઉં.’ જીન વાલજન થનારડિયરે બતાવેલી ચાવી જોઈ ભગવાન મળ્યા હોય તેટલો રાજી થઈ ગયો. થેનારડિયરે પાછું પોતાના ખિસ્સામાંથી એક દોરડું કાઢયું અને કહ્યું, “વધારામાં આ દોરડું પણ તને આપું છું. તેના વડે પથરે બાંધી આ મડદાને તું તરત નદીમાં નાખી દેજે, એટલે બસ! તું કદાચ તેના મડદાને નદીમાં વગે કરવા જ વચલા કળણને ઓળંગીને આટલે આવ્યા હશે. જોકે હું એ કળણનો ભરોંસો ન કરું. એ કળણ વરસોથી કેઈએ ઓળંગ્યું નથી !' જન વાલજિન એટલું જોઈ શક્યો કે થેનારડિયર બહુ ધીમેથી બોલતો હતો. અને એક વાર જીન વાલજિન કંઈક મોટેથી જવાબ આપવા ગયો ત્યારે થનારડિયરે તેને એકદમ ધીમેથી બોલવા જણાવ્યું હતું. તેનો અર્થ જીન વાલજન એવો સમજ્યો કે થનારડિયરના બીજા સાગરીતો પણ આસપાસ છે; અને તેમને કોઈને તે આ સોદામાંથી ભાગ ન આપવો પડે તે રીને કદાચ બધું પતવવા ઇચ્છે છે! - થેનારડિયરે હવે જીન વાલજનનાં ખિસ્સાં ફસવા માંડ્યાં. જીન વાલજિન સામાન્ય રીતે થોડીઘણી રકમ સાથે લીધા વિના કદી બહાર ન નીકળતો. પણ આજે નેશનલ-ગાર્ડનો . પોશાક પહેરીને તે બહાર નીકળ્યો હોવાથી, તેની પાસે ત્રીસેક ફ્રાંક જેટલી જ રકમ હતી. થેનારડિયરે તે બધી કાઢી લીધી અને કહ્યું, “ભલા, તે કંઈ મોટી રકમ માટે તેને ઝબ્બે કર્યો

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202