Book Title: Le Miserabla urfe Patit Pavan
Author(s): Victor Hugo, Gopaldas Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 180
________________ લે ત્રિશલ આ મેરિયસને હવે એક વાતનો ખુલાસો મળી ગયો. થેનારડિયર અર્થાત્ જોન્ડ્રેટને ધેર જાવ આવ્યો, ત્યારે આ માણસ બારીએથી છટકી ગયો હતો તેનું કારણ એ કે, માણસ નાસી છૂટેલો કેદી હતો. પણ આ ખુલાસો મળવાની સાથે બીજો એક ખુલાસો પણ તેને મળી ગયો. આ માણસે જ મોરચા આગળ જાવને ગોળીથી ઉડાવી દેવાની ખાસ પરવાનગી મેળવી હતી. એ માણસ ત્યાં મોરચે આવ્યો જ શું કામ હતો? જાવ ત્યાં મોરચામાં સપડાયો હોવાની ખબર કોઈ રીતે મળવાથી તેના ઉપર પોતાનું વેર લેવા જ તે ત્યાં આવેલો. આવો ભયંકર ખૂની એ માણસ છે. આવા માણસને રાજ પોતાના ઘરમાં આવી કોસેટને મળવાની પરવાનગી આપવા બદલ મેરિયસને પસ્તાવા થવા લાગ્યો. બીજે દિવસે જીન વાલજિન કોસેટને મળવા આવ્યો. દરવાને તેને કહ્યું, બૅરન સાહેબે પુછાવ્યું છે કે તમે નીચે જ મળવા ઇચ્છો છો કે ઉપર ?’ જીન વાજિને જવાબ આપ્યો : ‘હું અહીં નીચે જ મળીશ.' દરવાને એક ભંડારિયા જેનું અંધારિયું ઘોલકું ખોલી આપ્યું. તે હવડ હતું તથા ત્યાં કોઈ કદી વાળઝૂડ કરતું હોય તેમ લાગતું નહોતું. એક ખૂણામાં દેવના તાજો સળગાવેલો હતો. તેની સામે બે ખુરશીઓ મૂકેલી હતી. જીન વાજિન નીચે જ બેસવા ઇચ્છશે એવી ગણતરી રાખવામાં આવી હતી. એટલામાં કોસેટ ત્યાં દાખલ થઈ. તેણે કહ્યું, ‘બાપુજી, તમારી કેટલીક ધૂનો વિચિત્ર હોય છે, એ હું જાણું છું; પણ મને અહીં નીચે આ ધોલકામાં જ મળવાની તમારી ધૂન તો મને પણ નવાઈમાં નાખી દે છે. ખરેખર, તમે મેરિયસને એમ કહ્યું હતું ખરું કે તમે મને અહીં જ મળવા માગો છો?'

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202