Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang Author(s): Udaychand Lalchand Pandit Publisher: Udaychand Lalchand Pandit View full book textPage 6
________________ પ્રભાને આ પ્રશ્ન સાંભળી લલિત એક ક્ષણને માટે જરા ગુંચવાયે. તેણે પ્રભાના ચમકતાં ને તરફ જઈ નીચું જોયું. આજે લલિતને પ્રભાને શ્યામકમળ જેવા નયનોમાં હમેશ કરતાં કાંઈક જુદીજ અને અવનવી ચમક દેખાઇ. ડીવાર પછી તે બે તમને અહીં એકલાં મૂકીને શું હું જાઉં? નહીં ! પણ..પણ જો મારી હાજરીથી તમને કાંઈ અડચણ થતી હોય તે જાઉં ! ” “ લલિત, તમે આજે મારી સાથે કેવી વિચિત્ર વાત કરે છે? આજસુધી આપણે શું એક બીજાના હાથ પોતાના હાથમાં લઈ નથી ફર્યા?” દેવબાળા તુલ્ય પ્રભા, તમારું કથન સત્ય છે પણ મારે તમને જણાવવું જોઈએ કે આજસુધીને સમય જુદે હતા અને હવે ભવિધ્યમાં આવનાર સમય જુદો જ છે. સર્વ દિવસો સરખાજ હૈય, શું એ બનવા જોગ છે?” ૫ણ-લલિત! આ તું શું બેલે છે, તેને ભાવાર્થ હું સમજી શકતી નથી. શું તું મને તે સમજાવી શકીશ ?” “ તે વાત જવા દ્યો. તેને ભાવાર્થ તમે ન સમજે એજ વધારે સારું છે. આજ અચાનક આવા વિચારો મારા મનમાં શી રીતે આવ્યા તે હું પોતે પણ સમજી શકતું નથી અને તેથી તેને યથાર્થ ભાવાર્થ કહી શકવા હું અશક્ત છું.” લલિત-લલિત ! આ શું? આજે તમારી આવી વિચિત્ર સ્થિતિ શા કારણથી થઈ કે આજે તમે મને તેને બદલે તમે કહીને સંબંધે છે, એ શું? મને કંઈ સમજાતું નથી. તમે આજે આ આવી ભાષા શીખ્યા ક્યાંથી ?” પિતાના પ્રશ્નને લલિત કાંઈ પણ ઉત્તર આપતા નથી અને તે ચુપચાપ ઉમે જ છે, તે જોઈ પ્રભા પુનઃ મંદસ્વરે કરી બેલી– “લલિત ! મારા કોઈ કાર્યથી તમને ગુસ્સો તે નથી આવ્ય અથવા મા તે નથી લાગ્યું ને?” એમ કહી પ્રભાએ તેના હાથને સ્પર્શ કર્યો. તે સ્પર્શ થતાંજ લલિત એકદમ ચમકે. આજસુધી પ્રજાને હાથ પિતાના હાથમાં લઈ તે ઘણીવાર ફર્યો હશે; પરંતુ આજના જેવી અજબ લાગણી તેને આજ સિવાય બીજા કોઈ પણ પ્રસંગે થઇ ન હતી. પ્રભાને સ્પર્શ થતાં જ તેના શરીરમાં વિજળીના આઘાત જેવું થયું. તે અચકાતે અચકાતે . “ગુસ્સાભા! શું તમારા ઉપર ગુસ્સે! નહી નહીં! એ અસંભવિત છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 214