Book Title: Kupdrushtant Vishadikaranam Author(s): Chandreshakharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 4
________________ - - ૭ જાન્તયશરીરનું ।। नमोऽस्तु तस्मै जिनशासनाय ।। પ્રસ્તાવના સામાન્યથી ઘણા બધાની માન્યતા એવી છે કે (૧) જિનપૂજા કરવામાં કાચાપાણી + પુષ્પ + ફળ + અગ્નિ + વાયુ વગેરેની વિરાધના થાય છે માટે એમાં પાપકર્મ બંધાય. (૨) પણ જિનપૂજાથી જે શુભભાવ રૂપી પાણી ઉત્પન્ન થાય, એ પેલા પાપકર્મ રૂપી મેલને ધોઈ નાંખે. ટુંકમાં જિનપૂજામાં અલ્પનુકસાન + બહુ લાભ છે... માટે જિનપૂજા કરવી... શાસ્ત્રોમાં “જિનપૂજા કર્તવ્ય છે' એ સાબિત કરવા માટે કૂવાનું દૃષ્ટાન્ત આપેલું છે. કૂવો જ્યારે ખોદો, ત્યારે શરૂઆતમાં થાક લાગે, કાદવથી શરીર ખરડાય અને તરસ પણ વધે... પણ જેવું કૂવામાંથી પાણી નીકળે કે તરત પાણીથી સ્નાન કરી લેવાના કારણે થાક દૂર થાય, કાદવ દૂર થાય અને પાણી પીવાથી તરસ પણ દૂર થાય. માટે કૂવો ખોદવો યોગ્ય છે. (અને એ પાણીથી પચી બીજા બધા લાભો તો ખરા જ.) એમ જિનપૂજા કરો એટલે એમાં પહેલા હિંસાના કારણે દોષ, પણ શુભભાવના કારણે એ પાપ તો ધોવાઈ જ જાય. એ ઉપરાંત ચિક્કાર પુણ્યબંધ અને ચિક્કાર પાપક્ષય થાય. આ માન્યતા ઘણી પ્રસિદ્ધ છે. મહોપાધ્યાયજી એકદમ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે > જો જિનપૂજા સંપૂર્ણ વિધિ + ભક્તિપૂર્વક કરવામાં આવે, તો એમાં ગમે એટલી સ્વરૂપ હિંસા થાય, તો પણ એના દ્વારા લેશ પણ પાપ ન જ બંધાય. “ અતિ અદ્ભુત છે આ ગ્રન્થ! અઢળક રહસ્યો ભરેલા છે આમાં! વધુ લખતો નથી, ગ્રન્થ સ્વયં બધુ બોલશે. મેં આમાં યુગપ્રધાનાચાર્યસમ પૂ. ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના ઉપકારની સ્મૃતિ માટે એમના નામથી ચન્દ્રશેખરીયા વૃત્તિ લખી છે. ભાષાંતર કર્યું નથી, જેમને ગુજરાતી ભાષાંતરની જરૂર હોય, તેઓ પૂ.આ.ભ. અભયશેખરસૂરિજી મ.નું સામાચારીપ્રકરણ મેળવી લે, એમાં પાછળ કૂપદષ્ટાન્નવિશદીકરણ ગ્રન્થનું ભાષાંતર છે જ. આ ઉપરાંત પં. શ્રી પ્રવીણભાઈ મોતાનું પણ ભાષાંતર છે. પણ સરળ સંસ્કૃત ભાષામાં જ જો આ ગ્રન્થના પદાર્થો જાણવા હોય, તો આ ચન્દ્રશેખરીયા વૃત્તિ ઉપયોગી બનશે. અંતે આ વૃત્તિમાં જિનાજ્ઞાવિપરીત કંઈપણ લખાયું હોય, તો મન-વચન-કાયાથી ત્રિવિધે-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં. ભૂલો દેખાય, તો અમને જણાવવા ખાસ ભલામણ.. – ગુણવંસ વિજય ઈશિતા પાર્ક, સુરત, ફાગણ વદ-૧૪, વિ.સં. ૨૦૭૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 106