Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગદ્યપદ્યાત્મક વિભેદથી પ્રકાશ આપતી કવિતા એ કવિએના હૃદયનું પ્રતિબિંબ હોય છે, રસ સરિતાનું ઉત્પત્તિ સ્થાન કવિજનજ હાય છે. કવિનું જીવન વૃત્તાંત જાવું એ પણ એક અગત્યનું છે. કારણ કે તે વિના કવિતાનું સંપૂર્ણ રહસ્ય બુદ્ધિમાન પુરૂષાને અગમ્ય તા રહેતું નથી. પરંતુ અત્યંત શ્રમ સાધ્ય થઇ પડે છે. નૂતન કથાકારોની કૃતિ અને જનસમાજના સ્વાભાવિક ચરિત્રદર્શક સર્વે પ્રબંધાને માટે પણ તેજ ઘટના સમજી શકાય છે. કલ્પિત કે અધકલ્પિત પાત્રાના નૈસિર્ગક ગુણાનુવાદમાં કિવિ, નાટ્યકાર કે કથાકાર જ્ઞાત અજ્ઞાત દૃષ્ટિએ પેાતાનાજ દશ્ય-અદશ્ય હૃદયનું પ્રબળ કિંવા નિબળ મનેોવિકારનું અને સ્થૂલ સૂક્ષ્મ સંસ્કારનું પ્રતિબિંબ પાડે છે. તેમજ પોતાના વિચારો પણ તેમાં પ્રતિરોપિત કરે છે. અને સર્વથા પેાતાના અનેક અનુભવાના આધારભૂત એક મનેાહર ચિત્ર પ્રગટ કરે છે. મનેારંજક અર્ધના મનહર શબ્દોમાં યાજના કરવી તે કવિતા ગણાય છે. રસ એટલે ઈતર જનના હાર્દિક સંસ્કારની જાગ્રતી માટે કવિના હૃદય મંદિરમાંથી વ્હેતા સદ્દભાવના તાત્ત્વિક પ્રવાહ, પરકીય હૃદયને કાવ્ય રસથી આર્દ્ર કરવાની જે પટુતા તે કવિનું રસ જીવન. હવે તે કવિતા રૂપી મિષ્ટ ફળના રસના આસ્વાદ લેવામાં અવિલંબિત જે શક્તિ તેજ રસિકતાનું અંગ છે. તાત્ત્વિક દૃષ્ટિએ કવિતામાં ગદ્યપદ્યના મેળ હાતા નથી. રસમાત્રની આવશ્યકતા હોય છે. ભાષાની શ્રેષ્ઠતા એ કાવ્યનું દ્વિતીય અંગ જરૂરનું છે. કિષ્ટ કે ગ્રામ્ય ભાષાથી રસના વિચ્છેદ થાય છે. સુંદર, સરલ અને શુદ્ધ ભાષાના નિયોગથી રસની અતિ વૃદ્ધિ થાય છે. ભાષા જ્ઞાનથી વિમુખ એવા કવિઓ લેાકરંજન કવિતાઓ રચી શકતા નથી. માટે ભાષા જ્ઞાન વિના તેમને ચાલતું નથી. પ્રાયે એવું પણ સભવે છે કે રસની ઉત્કૃષ્ટતા હોય તેા શબ્દોની સુંદરતા સ્વાભાવિક મળી આવે છે. ઉત્તમ કવિએ રચેલી કવિતાનું માધુર્ય એવા પ્રકારનું હોય છે. વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના ઇતિહાસા દૃષ્ટિગોચર થાય છે. તેમાં સર્વથી અધિક મનોહર અને દીલરજક ઈતિહાસ કવિતાઓને છે. કારણ કે એનાથી એવા ખાધ મળે છે કે ભાષાના પ્રાદુર્ભાવ કેવા સ્વરૂપમાં બને છે ! તેમજ તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 507