________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક જૈનેતર વિદ્વાને એવો આક્ષેપ કરે છે કે જેનભાઈ ઓ નરી સંપ્રદાયને જ લગતી કવિતાઓ રચે છે અને તેમાં એ માગધી વગેરે ભાષાનું પારાવાર ભરણું હોય છે માટે જેનભાઈઓની ભાષા તે શુદ્ધ ગુજરાતી ભાષા કહેવાય નહિ પણ મિત્રે ગુજરાતી ભાષા કહેવાય. એવા જૈનેતર બંધુઓને અમારી આગ્રહપૂર્વક વિ. નતિ છે કે એમણે વિદ્યમાન જૈન કવિશ્રી અજીતસાર સૂરિજીનો રચેલે “કાવ્ય સુધાકર ” ગ્રંથ અવેલેકી જવો.
કેટલાક જૈનેતર બંધુઓ જૈન સાહિત્ય વિભાગના બહોળા અભ્યાસની ખામીને લીધે એવો આક્ષેપ કરે છે કે જૈનમુનિરાજેએ પિતાના વાડાની બહાર દષ્ટિ ફેરવી જ નથી. એવા જૈનેતરભાઈઓને મારી વિનંતિ છે કે જૈન મુનિ મહાત્માઓએ જૈનધર્મનું ઘણું બહેલું સાહિત્ય ખેડયું છે એ વાત જેમ સવંગ સત્ય છે તેમજ ઘણું જેને મહાત્માઓએ જૈનેતર સંપ્રદાયે વિષે પણ ખુબ ચર્ચા કરેલી છે. જૈન મુનિરાજે સ્વપરમતના જાણકાર હોવા જોઈએ એવી એક માન્યતા ભગવાન જીનેશ્વરના સમયથી ચાલી આવે છે. એ માન્યતાને અવલંબીને જૈન મુનિરાજે જૈન દર્શન ઉપરાંત સાંખ્ય. દર્શન, ગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન વગેરેનો અભ્યાસ કરે છે એટલું જ નહિ પણ તે દર્શને ઉપર સમાચિત વિવેચન પણ લખે છે. જૈનદર્શનની પરંપરામાં એવા સંખ્યાબંધ આચાર્યો થઈ ગયા છે કે જેમણે અન્ય દર્શનના સંબંધ ખુબ લખ્યા છે. મેઘદૂત, કિરાત, વગેરે કાવ્યો ઉપર તે કાવ્યની દૃષ્ટિએજ ટીકાઓ કરેલી છે અને વાલ્મિકિ રામાયણને આધારે બાબરામાયણ પણ રચેલી છે છેલ્લે છેલ્લે જૈન કવિ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ઇશાવાસ્યપ ષ ઉપર સરલ ભાષામાં વિસ્તૃત વિવેચન લખેલું છે અને તે છપાઈને પ્રગટ પણ થઈ ચૂક્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યજીએ “સિદ્ધહેમ’ વ્યાકરણ તથા નામમાળા રચેલાં છે. “સ્યાદ્વાદમંજરી” નામક ગ્રંથમાં અને “પડદર્શન સમુચ્ચય'માં સર્વ દર્શન સાથેના
For Private And Personal Use Only