________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
વગેરે સત્તરમી સદીના શબ્દોને પ્રવેગ કર કે વાંચ કંટાળા ભલે લાગે છે, લેકેને સ્પષ્ટ અને શુદ્ધ ભાષા બોલાવી છે, અને વાંચવી છે. હમણું હમણું સંસ્કૃત ભણેલા કેટલાક જૈન પંડિત જમાનાથી પાછળ રહીને આજની વીસમી સદીમાં પણ સત્તરમી શતાદિની ભાષા લખી બેલી રહ્યા છે. આ પ્રણાલિકામાં સુધારે કરવાની ઘણુ જ જરૂર છે. જ્યાં સુધી તેવા પ્રકારના જેન મુનિરાજે ચાલુ જમાનામાં ભાષા સાહિત્યનાં કેટલી સુંદર ઢબે પુસ્તકો તૈયાર થઈ રહ્યાં છે તે તરફ દષ્ટિ નહિ ફેરવે ત્યાં સુધી જેનસમાજમાંથી સત્તરમી સદીના ચરી, સવિ, વગેરે શબ્દપ્રયોગે સુધરવાના નથી. શ્રી અજીતસાગરજીસુરિજી એક ચુસ્ત જૈનમુનિરાજ અને જૈનધર્મના સંરક્ષક એટલે ધર્મ ધુરંધર આચાર્ય તરીકે છે છતાં એમણે જેનભાઈઓના પરમહિતની ખાતર અને જુની રૂઢિના જૈનાચાર્યો તથા મુનિ મહાત્માઓને અનુકરણય થઈ પડે તેટલા હેતુથી, જેનધર્મ અને જેનેતર મતાંતરોને અભ્યાસ કરીને અને ચાલુ જમાનાની સુધરેલી ભાષા વાણીમાં ઉતારીને જેન તેમજ જૈનેતરોના કલ્યાણને માટે આ “કાવ્ય સુધાકર' નામનો કાવ્ય ગ્રંથ લખેલે છે. અને આટલા માટે જ આ ગ્રંથ સાર્થક છે. હવે આ ઉત્તમ પ્રતિના કાવ્યગ્રંથમાં જે ઉત્તમ પ્રતિના વિચારો રહ્યા છે તેના પૃથક્કરણ તરફ વળું છું. જુદા જુદા વિષય ઉપર કેટલી સુંદર કવિતાઓ રચેલી છે એનું કંઈક ભાન આ પૃથક્કરણથી આપણું ભાઈઓને જરૂર આવશે. એક કવિ જ્યારે કવિતા રચતા હોય ત્યારે તે કવિ છે અને જ્યારે જેનધર્મનું આરાધન કરતા હોય ત્યારે તે ચુસ્ત જૈનમુનિ છે. આટલું છતાં એ વ્યક્તિ જ્યારે કવિતા રચે છે ત્યારે જૈનમુનિપણાનો તેમનો હક્ક નાબુદ થઈ જતું નથી તેમ જ જૈનમુનિની ક્રિયાઓ પાળે છે ત્યારે તેમનું કવિત્વ નષ્ટ થઈ જતું નથી. આ પ્રમાણે શ્રી અજીતસાગરસૂરિજી એક ચુસ્ત જૈનમહાત્મા અને કલાપિ સરખા એક બ્રતિભાશાલી કવિ પણ છે.
For Private And Personal Use Only