Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ પરંતુ તે અમૃતનું તેઓ પાન કરતા નથી. માત્ર આ દુનિયાના સુખને માટે કાવ્યરસિકજનોને અર્પણ કરે છે અને પોતે તો છેવટના વિષપાનને માફક શ્રમના પાત્ર થાય છે. જેમકે – વિડ વોતિ જાસ્થાનિ, રહે માનન્તિ પવિતા ! कन्यासुरतचातुर्य, जामाता वेत्ति नो पिता ॥ १ ॥ અર્થ–રસ, અલકાર અને ભાવવેદી કવિજન વિવિધ પ્રકારનાં કાવ્યો. રચે છે, પરંતુ રસાસ્વાદના ભોગીતે પંડિત થાય છે; કારણકે કન્યાના સંગનું ચાતુર્ય જામાતૃ (જમાઈ) ના જાણવામાં આવે છે. પિતા તે માત્ર ઉત્પાદક તરીકે ગણાય છે.” કવિઓ પિતાની કાવ્ય પ્રવૃત્તિમાં હંમેશાં નિમગ્ન હોય છે તેમની કૃતિઓનું નિરીક્ષણ કરવાથી એમ અનુભવ થાય છે કે તેમને સંબંધ આ દુનિયાદારીથી વિલક્ષણ હોય છે. માત્ર કલ્પના સૃષ્ટિમાં તેઓ અધિક પ્રેમ ધરાવે છે. કવિઓનું જીવન બહુ રહસ્ય ભરેલું હોય છે. કોઈ કઈ પ્રસંગે અમને એવી ઉત્કંઠા થાય છે કે આ લેકમાં પ્રવૃત્તિ કરતા તેમને જોઈએ. કવિઓ પણ કઈ કઈ સમયે પોતાના વિષયમાં કંઈ કંઈ નવીન પ્રકાશ પાડે છે. એવી અવસ્થામાં તેઓ જે કંઈ લખે છે તે તેમનાં અંતઃકરણનાં પ્રતિબિંબ હોય છે. તે સમયે તેઓ કવિભાવમાં વર્તતા નથી; કિંતુ માનવ ભાવને અનુસરે છે. ભિન્ન ભિન્ન ભાવને સ્વાધીન કેણ નથી થતું? કવિજને પણ માનવની રેખાને જ અનુસરે છે. દુ:ખની પીડાથી તેઓ પ્રભુ ચરણનું સ્મરણ કરે છે, અનીતિના આચરણથી દુઃખી થાય છે. ત્યારે તેઓ ક્રોધાનલને પિતાના હૃદયાવાસમાં શાંત કરવા શકિતમાન થતા નથી. આનંદના સમયે તેમના હૃદયને ભેદીને પ્રમેદની ઉમિઓ બહાર પ્રગટી નીકળે છે. પ્રસંગને અનુસરી તેઓ વ્યંગ્યાર્થમાં મર્મ ભેદી બાવડે પિતાના વિરોધી જનોને જખમ કરવા ચૂકતા નથી. અધર્મ અન્યાય કે વિસંવાદી વચનનું શ્રવણ કરતાં તેઓનું હૃદય કલુષિત થાય છે. જન સમાજ માન અપમાનની લાગણું તેમને દર્શાવે તે તરફ લક્ષ્ય નહીં આપતાં તેઓ સમભાવમાં રહી પિતાનું કર્તવ્ય ભૂલતા નથી. કદાચિત તેઓ અહમિંદ્ર શ્રીમતોનું નિનીય સ્વરૂપ જાહેર કરે છે, તેમજ કઈક સમયે પિતાના પ્રિય સજ્જનની કૃતજ્ઞતાનું ખુલ્લી રીતે વર્ણન કરે છે. ટલાક પ્રસંગે નિરાશ બની ઉદાસતાને ભજે છે, અને કોઈક વખત તેઓ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 507