Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે થઈ શકે છે ? કયા પ્રકારે તેની ઉન્નતિ થાય છે તેમાં મધુરતા કેવી રીતે આવી શકે છે ? અને તે મધુરતા વાસ્તવિક કવિતામાં કેવી રીતે રૂપાંતર પામે છે ? વિગેરે અપૂર્વ જ્ઞાન થાય છે. કેટલાક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે-કાવ્ય એ વિચાર સૃષ્ટિનું એક સ્વપ્ન છે. જેનો વાસ્તવિક જગતની સાથે કંઈ પણ સંબંધ હેતો નથી. કોઈ પણ સુંદર વસ્તુ માનવને દૃષ્ટિગોચર થાય છે અને જ્યારે તેના હૃદયની અંદર તે સંબંધી ઉત્તમ વિચાર પ્રગટ થાય છે ત્યારે તે હેને બહુ પ્રેમભાવથી અપૂર્વ સ્વરૂપમાં વર્ણવે છે, તે સમય એવી અલૌકિક વસ્તુનો વિકાસ થાય છે કે તે સમગ્ર દુનીયામાં દષ્ટિગોચર થતી નથી પરંતુ તે વસ્તુ હેનાથી અતિરમ્ય, ઉચ્ચકોટીની અને વિશાળ સ્વરૂપમયી હોય છે. કવિતાના સ્વરૂપમાં કવિને આત્મભાવ ગુપ્તપણે રહે છે. કોઈ પણ કવિની કૃતિને જ્યારે અમે હસ્તમાં લઈએ છીએ ત્યારે તે આબેહુબ પ્રત્યક્ષ સ્વરૂપધારી અમારી આગળ ઉપસ્થિત થાય છે. પરંતુ સર્વ કાઈ એટલું તે સ્વીકાર્યા વિના નહીં રહે કે—કવિજન પોતાની કૃતિમાં સર્વથા ગુતપણે રહે છે. એવી રીતે તેઓ ગુપ્તપણે રહે છે કે જેમની ઉપર અમારી દષ્ટિ પણ પડી શક્તી નથી. કાવ્ય રસમાં અમે એટલા બધા નિમગ્ન થઈએ છીએ કે કવિનું સ્વરૂપ તે અમને બીલકુલ સ્મૃતિગોચર રહેતું નથી. ભિન્ન ભિન્ન કવિઓનાં ભિન્નભિન્ન કાવ્ય કિવા રાસાઓ અમારા વાંચવામાં આવે છે, ત્યારે તદ્દગત રસની અંદર લુબ્ધ થઈ અને તેમના પાત્રોની ઓળખ માટે બુદ્ધિપૂર્વક તેમાં દોડાદોડ કરી મૂકીએ છીએ. પરંતુ તેમના ઉત્પાદક કવિ તરફ તો ભાગ્યેજ કોઈનું લક્ષ્ય બેંચાતું હશે ! સજ્જનો ! વિચાર કરે ! આ કવિવર્યની કેટલી મહટી ત્યાગ વૃત્તિ ગણાય ? આપણે નથી જાણતા કે કવિઓ પોતાના જીવન કાળમાં કેટલાં કેટલાં સુખ દુઃખને સહન કરે છે ? તેઓ પણ માનવ જાતિમાં જન્મેલા છે. તો તેમના જીવન સમયમાં શું શારીરિક અને માનસિક આપત્તિઓ વિઘભૂત નહીં થતી હોય ? શું તે વ્યાધિરૂપ મઘરેના મુખમાં નહીં આવી પડતા હોય ? શું તેઓ હર્ષ, શેક, ભય, વિસ્મય, ક્રોધ, , લેભ, નિર્લોભ અને માનના આવેશમાં નહીં આવતા હોય ! દરેક વિચારે તેમના અનુભવમાં તે આવે; પરંતુ કવિજનો તે વિકારથી એવી રીતે અલગ રહી પ્રવૃત્તિ કરે છે કે અન્ય લેકે હેને જાણી શકતા નથી. પપકારી કવિ લેકે પોતાના જીવનરૂપ સમુદ્રનું મથન કરી અમૃત રસ પ્રગટ કરે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 507