________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચમત્કારી જમાનાની દૃષ્ટિએ પેલા સત્તરમી સદીના રઘીયાં ગાડા કરતાં જરાયે વધારે કિંમત આંકી શકાય નહિ. આ જમાનામાં બંગાલી ભાષામાં પ્રખ્યાત કવિ રવીન્દ્રનાથ ઠાકુર પોતાની પ્રતિભાશાળી સંસ્કારવાળી ભાષામાં કાવ્યો રચીને સારી દુનિયાને છક કરી રહેલા છે, ગુજરાતના મહાકવિ નાનાલાલ દલપતરામ કવિ સાહેબ એમ. એ. એ. જયા જયંત, ઈંદુકુમાર, ઉષા, પ્રેમજ, રાજર્ષિ ભારત, નરજહાં વગેરે પ્રૌઢ પ્રતિભામાંથી જન્મેલાં, રસમાં તરબોળ થએલાં અને ગગનવિહારી છતાં સપ્રમાણ કલ્પનાવડે કાયલાં અપૂર્વ પુસ્તક આજે ગુજરાત પ્રાંતમાં અવનવી ભાવના પ્રસારી રહેલાં છે, સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનાં રચેલાં સરસ્વતીચંદ્રના ભાગે સારા નવિન ગુજરાતીઓનાં દિલ ડેલાવી રહેલ છે. સ્વામી વિવેકાનંદ રામતીર્થ અને પરમહંસ રામકૃષ્ણના અનુવાદ થએલાં વચનામૃત સારા પ્રાંતમાં ઘેર ઘેર અને માણસે માણસે સ્થાન કરી રહેલાં છે એવા ત્વરિત ગતિથી આગળ વધતા જમાનામાં આપણે સત્તરમી સદીમાં વપરાતી ભાષામાં કશે સુધારો વધારે કર્યા વગર એમને એમ ધકેલ્યા કરીએ તો આવા દેવતાઇ જમાનામાં આપણી ભાષાની આપણે હાથેજ કિંમત ઘટાડવા જેવું કરીએ છીએ એવું કહ્યા વિના ચાલે તેમ નથી. જૈન સમાજમાં લેખકેનો મોટો ભાગ પંચમહાવ્રત ધારી ત્યાગી મુનિરાજેનો છે. સમાજનો મોટો ભાગ મુનિરાજોના વચનને જ અનુસરે છે. એથી જૈન સમાજમાં લેખક તરીકે અને દેશ પ્રખ્યાત કવિ તરીકે શ્રાવકે ભાગ્યેજ પ્રખ્યાતિમાં આવેલા છે શ્રાવકે ગમે તેવું સુંદર લખે તો પણ તે સાધારણમાં સાધારણ મુનિરાજના જેવું પણ પ્રમાણભૂત ન ગણાય એવી સામાન્ય પ્રણલિકા ચાલતી આવેલી છે એવું કેટલાક ભાઈઓ માને છે. આમાં કેટલું સત્યાંશ છે તેને નિર્ણય કરવાનું આ સ્થાન નથી પણ એટલું તે ચોકસ છે કે શ્રાવકભાઈઓ મુનિરાજોના વચન ઉપર વધારેમાં વધારે શ્રદ્ધા રાખે છે અને લખનારાઓમાં મેટે ભાગ મુનિરાજેનો
For Private And Personal Use Only