________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિક પુણ્યશાળી સેવાઓ બજાવી શકે એમાં તે જરાયે શક નથી. ચાલુ વીસમી સદીમાં જે જેન કવિઓ થઈ ગયા છે તેમાં સૌથી છેલ્લા સ્વર્ગીય મહાકવિ શ્રી બુદ્ધિસાગરસુરીશ્વર થઈ ગયા છે. એમણે પોતાની ભાષા સુધારવાને કાંઈક પ્રયાસ કીધો હતો તે પણ સત્તરમી અને અઢારમી સદીમાં વપરાતી ભાષાના શબ્દ પ્રયોગો એમાં આવ્યા વગર રહ્યા નથી. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વર એક સારા કવિ હતા અને એમણે એકસો ને આઠ ગ્રંથ લખીને ગુજરાતી સાહિત્યની કિમતી સેવા બજાવી છે એટલું તો સહુ કઈ ભાષાના અભ્યાસકે કબૂલ કરે છે, હવે શ્રી બુદ્ધિસાગરસૂરીજીની ભાષા તરફ જરા દૃષ્ટિ કરીએ. જુઓ“તુમ સંગતથી સાચું જ્ઞાન, પ્રગટયું ભક્તિનું શુભતાન;
ત્રણ જગતના પાલક ધીર, જય જય જગમાં શ્રી મહાવીર. - “દેરાસરના એક મઝાર, દીઠું શુક બચ્યું મહાર; સર્વ ખંડના રે લેકે, સત્ય શિખામણ માને. દેશભેદ ને વર્ણભેદથી, ધરો ન મોહ કશ્યાને “એક સરીખા માનવ સર્વ.” “અન્યોની દરકાર કર્યા વિણું.” તારો સત્ય સ્વભાવ ન છેડીશ.”
સર્વ જાતનાં દુઃખ સહીને સત્ય ન ડ તપ એ સાર.” “ દશમા સ્વર્ગમાં જીવે, સ્વર્ગ તણું સુખ પાવે.” “જાણી આનંદ પાયા.”
ઉપરની પંક્તિઓ વીશમી સદીના સૌથી છેલ્લા સ્વર્ગે સીધાવેલા મુનિ મહાત્માની વાણી ફરે છે. એમાં તુમ, મઝાર, મનોહાર, કશ્યાને, સરીખા, વણ, કંડીશ, છેડે, જાવે, પાવે, પાયા, વગેરે શબ્દો જુની રૂઢિના શબ્દો છે, છતાં એ એટલું તે કબૂલ કરવું પડે છે કે આ જૈનકવિએ પોતાની ભાષાને સંસ્કારિત કરવા માટે બનતા પ્રયત્ન કરે છે, આ સ્થળે એ તો ભૂલવું જ નહિ જોઈએ કે ભાષા એ જુદી વસ્તુ છે અને ભાવ એ જુદી વસ્તુ છે. શ્રી બુદ્ધિસાગરસુરિજીની કવિતાઓમાં ભાવ અને લાગણી ભરવા માટે બનતા પ્રયાસ
For Private And Personal Use Only