Book Title: Kavi Shamal Bhatt Author(s): Ramanlal P Soni Publisher: Vidyarthi Vachanmala View full book textPage 4
________________ વિદ્યાથી વાચનમાળા મળતું નથી. આમ છતાં આ મહાપુરુષોએ પિતાના જીવનથી લોકજીવન પર પાડેલી અસર કાયમ રહી છે અને તેના પરથી તેમને કેટલોક ઈતિહાસ જાણી શકાય છે. શામળ ભટ કવિ હતા. તેમના જમાનામાં છાપખાનાં નહોતાં, વ્યવસ્થિત પાઠશાળાઓ નહતી. કવિઓનાં કાવ્યોને પ્રચાર મુખ–પરંપરાએ થતો. કથાકારો અને માણભટે પ્રજાના મહાન શિક્ષક હતા. પુસ્તકો હાથનાં લખેલાં રહેતાં, તેથી તેની નકલો બહુ જુજ રહેતી. આવાં હાથનાં લખેલાં પુસ્તકમાં લખનારનું નામ, ઠામ, કુળ તથા નકલ કરનારનું નામ, ઠામ તથા નકલ કર્યાની તારીખ વગેરે લખવામાં આવતાં. શામળ ભટના ગ્રંથોની આવી મળી આવેલી હસ્તપ્રત પરથી વિદ્વાનેએ તેમને સમય નક્કી કરવાનો પ્રયાસ કરેલો છે. શામળના લખાણમાં સંવત ૧૭૭૪ થી ૧૮૨૧ સુધીની રચનાસાલ મળી આવે છે. વિદ્વાનેનું આ ઉપરથી એવું અનુમાન છે કે Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28